android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો
calendar_today September 10, 2026

Gujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજો

ગુજરાત વિધાનસભાના સત્ર દરમિયાન રાજ્યના શિક્ષણ મંત્રી ડો. પ્રદ્યુમન વાજા દ્વારા 'ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા વિધેયક' ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે. શિક્ષણ ક્ષેત્રે વ્યાપક સુધારા લાવવા અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર અંકુશ મેળવવાના હેતુથી સરકાર દ્વારા આ વિસ્તૃત ફેરફારો સાથેનું બિલ લાવવામાં આવ્યું છે. આ વિધેયક મારફતે ખાસ કરીને શિક્ષણ બોર્ડની મંજૂરી મેળવ્યા વિના મનસ્વી રીતે ચાલતી ખાનગી શાળાઓ સામે કાયદાકીય સકંજો કસવાની તૈયારીઓ કરી લેવામાં આવી છે.15 લાખ સુધીનો દંડ અને 2 વર્ષની જેલની કડક જોગવાઈ નવા શિક્ષણ સુધારા વિધેયકમાં ગેરરીતિ આચરતી અને બોર્ડના નિયમોનું અનાદર કરતી શાળાઓ સામે શિક્ષાત્મક પગલાં રૂપે દંડની રકમમાં મોટો વધારો કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે. આ કાયદા હેઠળ નિયમોનું ઉલ્લંઘન કરનાર શાળા સંચાલકો સામે રૂપિયા 15 લાખ સુધીનો ભારે દંડ અને 2 વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, કોઈ પણ શાળા સંચાલક હવેથી પૂર્વ નોટિસ આપ્યા વગર અચાનક શાળાઓ બંધ કરી શકશે નહીં, જેથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક વર્ષ બગાડતા અટકાવી શકાય.નોન-ટિચિંગ સ્ટાફની ભરતી હવે રાજ્ય સરકાર કરશે આ વિધેયકની અન્ય એક મહત્વપૂર્ણ જોગવાઈ અનુસાર શાળાઓમાં નોન-ટિચિંગ સ્ટાફ (ગેર-શૈક્ષણિક કર્મચારીઓ)ની ભરતી પ્રક્રિયા હવેથી રાજ્ય સરકાર દ્વારા પોતે હાથ ધરવામાં આવશે. સરકારના આ નિર્ણયથી ભરતી પ્રક્રિયામાં પારદર્શકતા આવશે અને યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી થશે. આ વિસ્તૃત વિધેયક પસાર થવાથી રાજ્યના શિક્ષણ માળખામાં મોટા અને સકારાત્મક ફેરફારો જોવા મળશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય, વિધાનસભામાં રજૂ થયા મોટા બીલો, બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ
calendar_today September 10, 2026

દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય, વિધાનસભામાં રજૂ થયા મોટા બીલો, બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ

સવારથી રાત્રે 9 વાગ્યા સુધીના સૌથી મોટા મહત્વના સમાચાર વાંચોChabahar Port VS Strait Hormuz: શું છે ચાબહાર, જેના પર ઈરાનનું છે નિયંત્રણ અને તે હોર્મુઝ સ્ટ્રેટથી કેટલું છે અલગ?, જાણોGujarat વિધાનસભામાં શિક્ષણ સુધારા વિધેયક રજૂ: બોર્ડની મંજૂરી વિના ચાલતી શાળાઓ સામે કસાશે સકંજોGujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણયBRICS Summit 2026: Sheikh Hasinaનું બહાનું બતાવી પીએમ Tarique Rahmanએ ભારત આવવાની પાડી નાMehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો, ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્તVadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્રAhmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગModi Putin Meeting BRICS: તેલ સિવાયના સેક્ટર્સમાં ભારત-રશિયા વચ્ચે મોટો કારોબાર વધારવાની તૈયારીPakistan Iran Relations: સાઉદી અરેબિયાની મદદ માટે પાકિસ્તાન કેમ નથી આવી રહ્યું આગળ, જાણો શુ છે કારણ?Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ

Read Full Story arrow_forward
Banaskanthaમાં અમીરગઢ પોલીસે રૂ.1.30 કરોડથી વધુના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર
calendar_today September 10, 2026

Banaskanthaમાં અમીરગઢ પોલીસે રૂ.1.30 કરોડથી વધુના વિદેશી દારૂ પર ફેરવ્યું બુલડોઝર

બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકામાં પોલીસે દારૂબંધીના કડક અમલવારીના ભાગરૂપે મોટી કાર્યવાહી હાથ ધરી છે. અમીરગઢ પોલીસ સ્ટેશન દ્વારા વર્ષ 2026 દરમિયાન અલગ-અલગ દરોડા અને ચેકિંગ દરમિયાન પકડવામાં આવેલા 44 જેટલા ગુનાઓનો ગેરકાયદેસર વિદેશી દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો. પોલીસે કુલ 37,711 બોટલો, જેની અંદાજિત કિંમત રૂપિયા 1 કરોડ 30 લાખથી પણ વધુ થવા જાય છે, તેના પર રોલર ફેરવીને સંપૂર્ણ જથ્થાનો ખાતમો બોલાવ્યો હતો.ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરાઈ આ દારૂના જથ્થાના નાશની કામગીરી નિશ્ચિત કરવામાં આવેલા સ્થળે સરકારી નિયમોનુસાર હાથ ધરવામાં આવી હતી. આ તકે અમીરગઢ પોલીસ સ્ટેશનના પી.આઈ. (PI), એસ.ડી.એમ. (SDM) અને ડી.વાય.એસ.પી. (DySP) સહિતના ઉચ્ચ પ્રશાસનિક અને પોલીસ અધિકારીઓની પ્રત્યક્ષ હાજરી રહી હતી. અધિકારીઓની સમક્ષ કરોડો રૂપિયાની કિંમતના દારૂના બોક્સ પર બુલડોઝર ફેરવીને પારદર્શક રીતે નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.બુટલેગરોમાં ફફડાટ, અમીરગઢ પોલીસની બાઝ નજર સરહદી વિસ્તાર ગણાતા અમીરગઢ પંથકમાં અસામાજિક પ્રવૃત્તિઓ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ગુનાખોરી અને બુટલેગરો પર પોલીસની બાઝ નજર હોવાથી અન્ય રાજ્યોમાંથી ઘૂસાડાતા ગેરકાયદેસર જથ્થાને સતત ઝડપી પાડવામાં આવી રહ્યો છે. પોલીસની આ આકરી અને મોટા પાયે કરાયેલી કાર્યવાહીથી બુટલેગરો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward