android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat ST : હોળી-ધુળેટી પર્વ પર ગુજરાત ST નિગમનું સુદ્રઢ આયોજન, 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી
calendar_today March 6, 2026

Gujarat ST : હોળી-ધુળેટી પર્વ પર ગુજરાત ST નિગમનું સુદ્રઢ આયોજન, 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી

ચાલુ વર્ષે નિગમે ગત વર્ષના તમામ રેકોર્ડ તોડી મુસાફરોને શ્રેષ્ઠ સુવિધા પૂરી પાડી છે. નિગમ દ્વારા આ વર્ષે ૭૪૦૦થી વધુ વધારાની ટ્રીપ દ્વારા ૩.૧૪ લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી છે. હોળી-ધૂળેટીના પર્વ પર જ્યારે નાગરીકો પોતાના વતન અને પરિવાર સાથે ઉત્સવ મનાવવા આતુર હોય છે, ત્યારે એસ.ટી. નિગમ તેમની ખુશીમાં સાથીદાર બન્યું છે. રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ટ્રીપ ચલાવાઈ તા. ૨૭ ફેબ્રુઆરીથી તા. ૦૪ માર્ચ ૨૦૨૬ દરમિયાન નિગમ દ્વારા કુલ ૭૪૦૦ જેટલી વધારાની ટ્રીપનું સફળતાપૂર્વક સંચાલન કરવામાં આવ્યું. આ વિશેષ સંચાલન દ્વારા રાજ્યના અંદાજે ૩.૧૪ લાખ મુસાફરોએ એસ.ટી. નિગમની સેવાનો લાભ લીધો છે. હોળીના પર્વ પર ડાકોર રણછોડરાયજીના દર્શનનું વિશેષ મહત્વ હોવાથી, નિગમ દ્વારા ડાકોર ખાતેથી સૌથી વધુ સંચાલન કરવામાં આવ્યું હતું. રણછોડરાયજીના દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓ માટે ખાસ ૩૬૦૦ ટ્રીપ ચલાવવામાં આવી હતી, જેના દ્વારા ૧.૩૨ લાખ દર્શનાર્થીઓને પરિવહન સેવા પૂરી પાડવામાં આવી. લુણાવાડા જેવા મહત્વના કેન્દ્રો પરથી પણ પૂરતી સંખ્યામાં બસો દોડાવવામાં આવી ગત વર્ષે નિગમ દ્વારા ૭૧૦૦ ટ્રીપ ચલાવીને ૨.૮૦ લાખ મુસાફરોને સેવા આપવામાં આવી હતી. જેની સરખામણીએ આ વર્ષે ટ્રીપની સંખ્યામાં અને મુસાફરોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે એસ.ટી. નિગમની કાર્યક્ષમતા દર્શાવે છે. મુસાફરોના ભારે ધસારાને ધ્યાને રાખી મુખ્ય શહેરો ખાતેથી વિશેષ ટ્રીપનું સંચાલન કરાયું હતું. જેમાં અમદાવાદથી ૬૮૭ ટ્રીપ, હિમતનગરથી ૭૧૬ ટ્રીપ, સુરતથી ૪૯૬ ટ્રીપ, વડોદરાથી ૨૫૫ ટ્રીપ, જુનાગઢથી ૨૨૦ ટ્રીપ, રાજકોટથી ૧૩૧ ટ્રીપ ઉપરાંત સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દાહોદ, ગોધરા, દેવગઢ બારિયા, સંતરામપુર અને લુણાવાડા જેવા મહત્વના કેન્દ્રો પરથી પણ પૂરતી સંખ્યામાં બસો દોડાવવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સફળ આયોજન બદલ એસ.ટી. નિગમના અધિકારીઓ અને કર્મચારીઓ ખાસ કરીને ડ્રાઈવર-કંડકટરોને અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું છે કે, રાજ્ય સરકાર નાગરિકોને તહેવારો દરમિયાન કોઈ પણ અગવડ વિના સલામત અને સમયસર પરિવહન સેવા પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. આ પણ વાંચો : Baroda Dairy : બરોડા ડેરીની ચૂંટણીમાં મેન્ડેટ આપતા ગજગ્રાહ, સાવલી બેઠક પણ બિનહરીફ થઈ

Read Full Story arrow_forward
Ahmedabad: કાપડના વેપારીઓ સાથે 2.71 કરોડની છેતરપિંડી, માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા 4 વેપારીઓ સામે ફરિયાદ
calendar_today March 6, 2026

Ahmedabad: કાપડના વેપારીઓ સાથે 2.71 કરોડની છેતરપિંડી, માલ ખરીદી પેમેન્ટ ન ચૂકવનારા 4 વેપારીઓ સામે ફરિયાદ

અમદાવાદમાં વેપારીઓ સાથે મોટી છેતરપિંડીની ઘટના સામે આવી છે. શહેરના કાપડના વેપારીઓ પાસેથી ઉધાર માલ ખરીદીને તેનું પેમેન્ટ ન ચૂકવી કુલ ₹2.71 કરોડની ઠગાઈ આચરવામાં આવી છે. આ મામલે ભોગ બનનાર વેપારીઓએ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.ઉધાર માલ ખરીદીને ઠગાઈ મળતી માહિતી મુજબ, શહેરના કાપડ બજારમાં વ્યવસાય કરતા વેપારીઓ સાથે 4 અન્ય વેપારીઓએ સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં વિશ્વાસ કેળવ્યા બાદ, આ 4 લેભાગુ વેપારીઓએ મોટા જથ્થામાં કાપડનો ઓર્ડર આપ્યો હતો. ધંધાકીય સંબંધોના આધારે વેપારીઓએ ઉધારમાં કાપડનો માલ આપ્યો હતો અને તેનું પેમેન્ટ નિયત સમય મર્યાદામાં ચૂકવવાનું નક્કી થયું હતું.વેપારીઓએ પેમેન્ટ આપવામાં ગલ્લાંતલ્લાં કર્યા જોકે, માલની ડિલિવરી મળી ગયા બાદ આ ચારેય વેપારીઓએ પેમેન્ટ આપવામાં ગલ્લાંતલ્લાં શરૂ કર્યા હતા. લાંબો સમય વીતવા છતાં અને વારંવાર ઉઘરાણી કરવા છતાં પણ જ્યારે કરોડો રૂપિયાનું પેમેન્ટ ચૂકવવામાં ન આવ્યું, ત્યારે વેપારીઓને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો.ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદભોગ બનનાર વેપારીઓએ આખરે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચનો દરવાજો ખખડાવ્યો છે. ₹2.71 કરોડની આ માતબર રકમની છેતરપિંડીના કેસમાં પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે આ ટોળકીએ અન્ય કેટલા વેપારીઓને શિકાર બનાવ્યા છે.કાપડ બજારમાં ઉધાર માલ આપીને પેમેન્ટ ફસાવવાની આ ઘટનામાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Patan: પટણી ગેટ પાસે ડિગ્રી વગર એલોપેથી પ્રેક્ટિસ કરતો 7 પાસ બોગસ ડોક્ટર ઝડપાયો, SOGની લાલ આંખ

Read Full Story arrow_forward
Ahmedabad News : AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાંથી લેપટોપની ચોરી કરનાર સિકયુરીટી ગાર્ડની બોડકદેવ પોલીસે કરી ધરપકડ
calendar_today March 6, 2026

Ahmedabad News : AU સ્મોલ ફાયનાન્સ બેન્કમાંથી લેપટોપની ચોરી કરનાર સિકયુરીટી ગાર્ડની બોડકદેવ પોલીસે કરી ધરપકડ

બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૬૨૬૦૦૪૮/૨૦૨૬ BNS 2023 ની કલમ ૩૦૬ મુજબના ગુનાના કામે ગઈ તા-૨૬/૦૨/૨૦૨૬ ના કલાક-૦૯/૦૦ વાગ્યાના સુમારે ફરીયાદીની સિંધુભવન રોડ ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડમા બી/૫૦૩ મા આવેલ એ.યુ.સ્મોલ ફાયનાન્સ બેન્કની હેડ ઓફીસમાંથી કુરીયર કરવા માટે આપેલ એચ.પી તથા લીનોવો કંપનીના લેપટોપ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/-ની તેના સિક્યુરીટી ગાર્ડ દ્વારા ચોરી કરી ભાગી ગયો હતો. આરોપીએ 2 લેપટોપની ચોરી કરી હતી સર્વેલન્સ સ્ક્વોર્ડના પો.સ.ઈ તથા સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા દરમ્યાન ખાનગી બાતમીદારથી મળેલ બાતમી આધારે તા-૦૩/૦૩/૨૦૨૬ ના રોજ ઔરાબેલા ફ્લેટ પાસે આવેલ મલાવ તળાવના છાપરા પાસેના રોડ ઉપરથી દિલીપ સ/ઓફ ભગવાનદાસ કામતાપ્રસાદ ગુપ્તા ઉ.વ.૩૧ હાલ રહે.લક્ષ્મી કોલોની શ્યામ વિહાર વાટીકા પાસે બલ્લા કા ડેરા ડબરા સિટી જી.ગ્વાલીયર મધ્યપ્રદેશ મુળ વતન ૧૪૩ ભાભાનગર સનિગવા રોડ કાનપુર સિટી ઉત્તરપ્રદેશ નાને ચોરીના લેપટોપ નંગ-૦૨ કિ.રૂ.૫૦,૦૦૦/- ના મુદામાલ સાથે પકડયો હતો. આરોપીનું નામ દિલીપ સ/ઓફ ભગવાનદાસ કામતાપ્રસાદ ગુપ્તા ઉ.વ.૩૧ હાલ રહે.લક્ષ્મી કોલોની શ્યામ વિહાર વાટીકા પાસે બલ્લા કા ડેરા ડબરા સિટી જી.ગ્વાલીયર મધ્યપ્રદેશ મુળ વતન ૧૪૩ ભાભાનગર સનિગવા રોડ કાનપુર સિટી ઉત્તરપ્રદેશ. શોધાયેલ ગુનાઓ બોડકદેવ પોલીસ સ્ટેશન પાર્ટ-એ ગુ.ર.નં.૧૧૧૯૧૦૦૬૨૬૦૦૪૮/૨૦૨૬ ભારતીય નાગરિક સુરક્ષા સંહીતા ૨૦૨૩ ની કલમ-૩૦૬ મુજબ મુ.માલ રીકવર 01-એક ગ્રે કલરનુ એચ.પી. કંપનીનુ ચાર્જર સાથેનુ લેપટોપ જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- 02-એક કાળા કલરનુ લીનોવો કંપનીનુ ચાર્જર સાથેનુ થીંક પેડ લેપટોપ જેની આશરે કિ.રૂ.૨૫,૦૦૦/- 03-એક કાળા કલરનો બેગ જેની કિ.રૂ.૫૦૦/- ગણી શકાય આ પણ વાંચો : Gujarat ST : હોળી-ધુળેટી પર્વ પર ગુજરાત ST નિગમનું સુદ્રઢ આયોજન, 3.14 લાખ મુસાફરોને સલામત પરિવહન સેવા પૂરી પાડવામાં આવી

Read Full Story arrow_forward