કારના બોનેટ પર મિત્રોને બેસાડી વીડિયો ઉતારવો નકલંકપરાના યુવાનને ભારે પડયું
સુરેન્દ્રનગરના રીવરફ્રન્ટ રોડ પર કારના બોનેટ પર બે યુવકો બેઠા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે બી ડીવીઝન પોલીસે આ અંગે તપાસ કરી કાર ચાલક નકલંકપરામાં રહેતા 32 વર્ષીય નટુ બચુભાઈ દેથરીયાને ઝડપી લીધો હતો. જેની પુછપરછ કરતા કાર તે ચલાવતો હતો અને કારના બોનેટ પર બેસેલા બે મિત્રોનો વીડીયો રાહુલ ઘનશ્યામભાઈ કોરડીયાએ ઉતાર્યો હતો. આથી પોલીસે કાર ચાલક સામે અન્ય માણસની જિંદગી જોખમાય તે રીતે વાહન ચલાવવાનો ગુનો નોંધ્યો છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward