અમદાવાદ ગ્રામ્યની તાલુકા પંચાયત કચેરીઓમાં રંગોત્સવ પર્વની ઉજવણી
માંડલ: રંગોત્સવ (ધૂળેટી) પર્વની ઉજવણી અમદાવાદ ગ્રામ્યની સરકારી કચેરીઓના અધિકારી-કર્મચારીઓ દ્વારા પણ કરવામાં આવી હતી. બુધવારે રંગોત્સવની જાહેર રજા હતી જેને પગલે તાલુકા પંચાયત કચેરીનું સરકારી કામકાજ પુર્ણ કરીને ઘરે જતાં પહેલાં કર્મચારીઓએ સાંજે કચેરીના કેમ્પસમાં જ રંગોત્સવ પર્વની ઉજવણી કરેલ હતી. ગ્રામ્યની ધોલેરા તાલુકા પંચાયત કચેરીમાં તાલુકા વિકાસ અધિકારી મેહુલભાઈ સેંધવ અને મદદનીશ ટીડીઓ વિષ્ણુભાઈ સુમેસરાના માર્ગદર્શન હેઠળ સૌ કચેરીના અધિકારી,કર્મચારી સ્ટાફજનોએ ધુળેટીની ઉજવણી કરી ત્યારે દેત્રોજ તાલુકા પંચાયતના કર્મીઓએ પણ રંગેચંગે રંગોના આ તહેવારને મનાવ્યું હતું.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward