android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ અર્થે વિસ્તૃત ચર્ચા કરાઈ
calendar_today March 6, 2026

ચોટીલા, સાયલા અને થાનગઢ તાલુકાના સર્વાંગી વિકાસ અર્થે વિસ્તૃત ચર્ચા કરાઈ

છેવાડાના માનવી સુધી કલ્યાણકારી યોજનાઓના લાભ પહોંચાડવા એ સરકારની પ્રાથમિકતાસાયલા મામલતદાર કચેરી ખાતે રાજ્યકક્ષાના શહેરી વિકાસ મંત્રી અને સુરેન્દ્રનગર જિલ્લાના પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં જિલ્લાના વિકાસશીલ તાલુકાઓ એવા ચોટીલા, સાયલા અને થાનગઢના આગામી બે વર્ષના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવા સાથે વિવિધ વિભાગોને ફળવવામાં આવતી ગ્રાન્ટ, પ્રગતિ હેઠળના કામો અને ભાવિ લક્ષ્યાંકોની ઝીણવટભરી સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પૂરું પડાયું હતું. બેઠક દરમિયાન પ્રભારી મંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે, છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભો પહોંચે અને માળખાગત સુવિધાઓ સુદ્રઢ બને તે સરકારની પ્રાથમિકતા છે. તેમણે શિક્ષણ, આરોગ્ય, આંગણવાડી, પશુપાલન, પીવાનું પાણી અને રસ્તાઓ જેવા પાયાના પ્રશ્નોને અગ્રતા આપી આગામી બે વર્ષનું સચોટ આયોજન કરવા અધિકારીઓને સૂચના આપી હતી.ખાસ કરીને દીકરીઓના શિક્ષણ અને સુવિધા પર વિશેષ ભાર મૂકતા જણાવ્યું હતું કે, તમામ શાળાઓમાં દીકરીઓ માટે અલગ શૌચાલય અને પાણીની પૂરતી વ્યવસ્થા સુનિશ્ચિત કરવી અનિવાર્ય છે. આરોગ્ય ક્ષેત્રે CHC સેન્ટરોની વહીવટી મુશ્કેલીઓ દૂર કરવા અને આંગણવાડીઓ માટે સરકારી જમીન સંપાદિત કરી નવા મકાનો બનાવવા માટે ગ્રાન્ટ ફળવવાની ખાતરી આપી હતી. આ ઉપરાંત, ગ્રામ્ય બહેનો પશુપાલન થકી આર્થિક રીતે સધ્ધર બને તે માટે વધુમાં વધુ બહેનોને આ વ્યવસાય સાથે જોડવા સૂચવ્યું હતું. સમીક્ષા બેઠકમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, શામજીભાઈ ચૌહાણ, કલેક્ટર કે.એસ. યાજ્ઞિક, જિલ્લા આયોજન અધિકારી સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓની ઉપસ્થિતિમાં સાયલા તાલુકાને વિકસિત તાલુકો બનાવવાના નિર્ધાર સાથે નાણાંકીય વર્ષ 2025-26 માટે રૂ. 2 કરોડ અને વર્ષ 2026-27 માટે રૂ. 2.50 કરોડ માતબર ગ્રાન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે વિકાસકાર્યોની ગુણવત્તા અને સમયમર્યાદા બાબતે ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ ચલાવી લેવામાં આવશે નહીંની ઉપસ્થિત સરકારી બાબુઓને ખાસ તાકીદ કરી આગામી છ મહિનામાં ફ્રીથી રિવ્યુ બેઠક યોજી કામગીરીની પ્રગતિ પોતે તપાસશેનું કહી એક તકે બેદરકાર બાબુઓ સામે નિયમાનુસાર કાર્યવાહી કરવાની ચીમકી પણ આપી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
291 સેવામંડળીમાં ERPની કામગીરી પૂર્ણ થતાં ઈપેકસ ઘોષિત કરી દેવાઈ
calendar_today March 6, 2026

291 સેવામંડળીમાં ERPની કામગીરી પૂર્ણ થતાં ઈપેકસ ઘોષિત કરી દેવાઈ

વસાઈ અને લક્ષ્મીપુરા સેવા મંડળીને ગોડાઉન માટેની લોન મંજૂરીપત્ર અપાયાહિંમતનગર સ્થિત સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક તેની સાબરકાંઠા અને અરવલ્લીમાં આવેલ સેવા સહકારી મંડળીઓ મારફતે ખેડૂતોને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહી છે ત્યારે બે દિવસ અગાઉ કેન્દ્ર સરકારના પેકસ કોમ્પ્યુટરાઈઝેશન પ્રોજેકટ હેઠળ નાબાર્ડની એસઓપી મુજબ સાબરકાંઠાની 291 સેવા મંડળીઓમાં પેકસની કામગીરી પૂર્ણ થતાં તેમને નાબાર્ડ અને સાબરકાંઠા બેંકના ચેરમેન સહિત કર્મચારીઓની ઉપસ્થિતીમાં આ સેવા મંડળીઓની ઈપેકસ ઘોષિત કરવાનો કાર્યક્રમ હિંમતનગર ખાતે યોજાયો હતો. આ અંગે સાબરકાંઠા બેંકના એક્ઝીકયુટીવ ઓફિસર એચ.પી નાયકના જણાવાયા મુજબ, સાબરકાંઠા બેંકના માર્ગદર્શન હેઠળ કામ કરતી 291 સેવા મંડળીઓમાં ઈઆરપીની કામગીરી પૂર્ણ થતાં તમામ પેકસને ઈપેકસ ઘોષિત કરવા માટે ગત તા. 3 માર્ચના રોજ નાબાર્ડના ચીફ જનરલ મેનેજર બી.કે.સિંગલ, સાબરકાંઠા બેંકના ચેરમેન હંસાબેન પટેલ, વાઈસ ચેરમેન તથા બોર્ડ ઓફ ડિરેકટર્સની ઉપસ્થિતીમાં બેંક દ્વારા નવીન રચાયેલ એમ.પેકસના લોનના મંજૂરીપત્ર અને કેન્દ્ર સરકારની વર્લ્ડ લાર્જેસ્ટ ગોડાઉન હેઠળ વસાઈ અને લક્ષ્મીપુરા સેવા મંડળીને 500 એમ.ટી ઉપરના ગોડાઉનના લોનના મંજૂરીપત્રો, ઈપેકસ સર્ટીફીકેટ અને લોનના ચેકોનું વિતરણ તથા માઇક્રો એટીએમ મારફતે સૌથી વધારે કમિશન મેળવનાર 2 દૂધ મંડળીઓના સેક્રેટરીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ તથા બેંકની ટેબ બેકિંગ સર્વિસનું પણ લોચિંગ કરાયું હતુ. કાર્યક્રમનું સંચાલન ઝાકીર મનસુરીએ કર્યું હતુ જ્યારે આભારવિધી હરેશ પટેલે કરી હતી. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward
હવે સાબરકાંઠાની કોર્ટમાં પણ કેસોની ચૂકવણીની રકમ ઓનલાઈન ચૂકવી શકાશે
calendar_today March 6, 2026

હવે સાબરકાંઠાની કોર્ટમાં પણ કેસોની ચૂકવણીની રકમ ઓનલાઈન ચૂકવી શકાશે

સાબરકાંઠા જિલ્લામાં ગુજરાત હાઈકોર્ટના જણાવ્યા મુજબ, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાની ફોજદારી અપીલ નં.1755/2010 ના તા.25/09/2025 ના હુકમમાં દર્શાવેલ પેર-36(સી)માં જણાવ્યા મુજબ જ્યારે ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 મુજબનો ગુનો કોઈ પક્ષકાર ઉપર થયો હોય ત્યારે જો પક્ષકાર-આરોપી ચેકની રકમ પ્રારંભિક તબક્કે જ ઓનલાઇન જમા કરાવી શકે તે હેતુથી સુરક્ષિત કયુઆર કોડ, યુપીઆઈની સુવિધા જિલ્લાની તમામ કોર્ટોમાં ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સુવિધાથી ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138 હેઠળ કેસોના ઝડપી સમાધાનને સરળ બનાવવા માટે, દરેક જિલ્લા કોર્ટના મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશ સુરક્ષિત ક્યુઆર કોડ અથવા યુપીઆઈ લિંક્સ દ્વારા સમર્પિત ઓનલાઈન ચુકવણી સુવિધાઓ બનાવશે અને કાર્યરત કરાશે.ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138ના કેસના સમન્સમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવશે કે, સામાવાળા/આરોપીને પ્રારંભિક તબક્કે જ ચેકની રકમની ચુકવણી કરવાનો વિકલ્પ રહેશે અને ફરિયાદીને આવી ચુકવણીની પણ જાણ કરવામાં આવશે અને પ્રાપ્તિની પુષ્ટિ થયા પછી, ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-147 અથવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, 2023 ની કલમ 255 હેઠળ આવા નાણાં છોડવા અને કાર્યવાહીને ચક્રવૃદ્ધિ/ બંધ કરવા અંગે યોગ્ય આદેશો કોર્ટ દ્વારા કાયદા અનુસાર પસાર કરી શકાય છે. આ પગલું પ્રારંભીક સ્ટેજ પર સમાધાનને પ્રોત્સાહન આપશે અને/અથવા કેસોના ઝડપી નિકાલની ખાતરી કરશે. જો કોઈ પક્ષકાર-આરોપી ઉપર ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-138નો ગુનો નોંધાયેલ હોય તેવા કિસ્સામાં તે પક્ષકાર-આરોપી ઉપર ચેક રિટર્નની ફરિયાદ દાખલ થયેલ છે તેમાં જે ચેકની રકમ અત્રેની જિલ્લા અદાલતના બેન્ક ખાતાના સુરક્ષિત કયુઆર કોડ અને યુપીઆઈ લીંકમાં જમા કરાવી તેના કેસની આગળની કાર્યવાહીનો સમાધાનથી અંત લાવી શકે છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam

Read Full Story arrow_forward