વિરેશ્વરની સીમમાં ઝઘડાની અદાવતમાં હુમલો, 1ને ઈજા
હિંમતનગર : વિજયનગર તાલુકાના કાલવણ ગામે રહેતા સપનાબેન કમલેશભાઈ બરંડાએ નોંધાવેલી ફરિયાદમાં કરેલા આક્ષેપ મુજબ, ગત તા. 2 માર્ચના રોજ બપોરના સુમારે તેઓ તથા નિર્મલ સંજયભાઈ ભગોરા બાઈક પર આશ્રામથી કાલવણ જતાં હતા ત્યારે રસ્તામાં વિજય રોયણીયા તથા જીગર જગદિશ પંચાલે અગાઉ વિરેશ્વર મેળામાં થયેલા ઝઘડાની અદાવત રાખી વિજય રોયણીયાએ બાઈક પાછળ હોર્ન વગાડી આગળ નીકળી જઈ બાઈક પાછુ વાળી ચાલુ બાઈકે છુટો પથ્થર મારી નિર્મલ ભગોરાને ઈજા પહોંચાડી હતી અને વિજય રોયણીયા, દિનેશ દેવાભાઈ ગમાર અને રાહુલ રમેશભાઈ બોડાતે કલેકટરના જાહેરનામાનો ભંગ કરતાં સપનાબેન બરંડાએ ત્રણેય વિરૂધ્ધ વિજયનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો https://sandesh.com/maru-saher-maru-gaam
Read Full Story arrow_forward