Patan: કંબોઈ નજીક 18 હજારથી વધુ દારૂની બોટલ ભરેલી ટ્રક પલટી
પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ધુળેટીના દિવસે રાત્રે ચાણસ્મા હારીજ હાઈવે પરથી ભુસીના કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરી પસાર થતી એક ટ્રકનો છેક ચાણસ્માથી પીછો કરતા ટ્રક ચાલકે કંબોઈ નજીક ટ્રક ધીમી પાડી ચાલું ગાડીએ કુદકો મારી ફરાર થઈ ગયો હતો. ટ્રક સીધી જ રોડની સાઈડમાં ચોકડીઓમાં ખાબકી હતી. જેમાંથી પોલીસે જિલ્લામાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક વિદેશી દારૂની કુલ 18,576 બોટલો વિદેશી દારૂની કબજે કરી હતી. જ્યારે અંધારાનો લાભ લઈને ટ્રક ચાલક ફરાર થઈ જવામાં સફ્ળ રહ્યો હતો. આ અંગે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ કર્મીએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં ટ્રક ચાલક સહિત ટ્રક માલિક અને મુદ્દામાલ મંગાવનાર સહિત તપાસમાં જે નિકળે તે લોકો વિરુદ્ધ ફરીયાદ નોંધાવી છે.પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ રાકેશ ઉનાગરની ટીમના માણસો ધુળેટીના દિવસે રાત્રે ચાણસ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન ખાનગી બાતમી મળી હતી કે એક ટ્રકમાં વિદેશી દારૂ ભરેલ છે. તે ટ્રક મહેસાણા તરફ્થી હારીજ તરફ્ જવાની છે. જેના આધારે LCB ના માણસોએ ચાણસ્મા હાઈવે સર્કલથી થોડે દુર નાકાબંધી કરી હતી. તે સમયે બાતમી વાળી ટ્રક પસાર થતાં પોલીસે તેને ઊભી રખાવવાની કોશિશ કરતાં ટ્રક ચાલકે ગફ્લતભરી રીતે પુરપાટ ઝડપે ટ્રક હારીજ તરફ્ હંકારી મૂકી હતી. જેનો પોલીસે પીછો કરતા ટ્રક ચાલકે કંબોઈ નજીક પાટીયા પાસે પહોંચતા ટ્રક ધીમી પાડી ચાલું ટ્રકે કુદકો મારી રાત્રીના અંધારાનો લાભ લઈને નાસી છૂટયો હતો. ટ્રક ધીમી ગતિએ સીધી જ રોડની સાઈડમાં ચોકડીઓમાં ખાબકી ઊંધી પડી હતી. જ્યાં પોલીસે પહોંચી ટ્રકમાં તપાસ કરતાં ઊપરના ભાગે કાળા રંગની ભુસીઓ ભરેલા કટ્ટાઓ હતાં. જેના નિચે વિદેશી દારૂની પેટીઓ મળી આવતાંપોલીસે ગણતરી કરતાં પાટણ જિલ્લામાં પ્રથમ વખત રેકોર્ડ બ્રેક કુલ 18,576 વિદેશી દારૂની બોટલો મળી આવતાં પોલીસે રૂ. 39 લાખ 95 હજાર 280 નો દારૂ સહિત રૂ. 5100 ની કિંમતના 51 નંગ કાળા રંગની ભુસીઓ ભરેલા કટ્ટાઓ તથા 10 લાખની કિંમતની ટ્રક મળી કુલ 50 લાખનો મુદ્દામાલ કબજે કરી. ટ્રક ચાલક સહિત ટ્રક માલિક અને મુદ્દામાલ મંગાવનાર તેમજ તપાસમાં જેનીસંડોવણી બહાર આવે તેની વિરુદ્ધ ફરીયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward