Dwarka : કુરુંગામાં અનુસૂચિત જ્ઞાતિના લોકો દ્વારા ઐતિહાસિક નિર્ણય, વર્ષો જૂની પશુબલિની પરંપરાનો આજે અંત
યાત્રાધામ દ્વારકાના કુરુંગા ગામે તાજેતરમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સામાજિક પરિવર્તનનું પ્રતીક બન્યું છે. આ પ્રસંગે ઉપસ્થિત સંતો અને સ્થાનિક ધારાસભ્યની પ્રેરક ઉપસ્થિતિમાં શ્રદ્ધાળુઓએ એક સૂરે જીવદયાનો સંકલ્પ કર્યો હતો.જીવ હત્યા અટકાવવા માટે મક્કમ નિર્ધાર માતાજીના સાનિધ્યમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને ધાર્મિક વિધિઓના નામે થતી જીવ હત્યા અટકાવવા માટે મક્કમ નિર્ધાર કર્યો હતો. પશુબલિની પરંપરા પર સ્વૈચ્છિક રીતે પ્રતિબંધ મૂક્યો વર્ષોથી ચાલી આવતી પશુબલિની પરંપરા પર માતાજીના ભુવા અને અનુસૂચિત જ્ઞાતિના અગ્રણીઓએ સ્વૈચ્છિક રીતે પ્રતિબંધ મૂક્યો છે. સમાજના આગેવાનોએ પશુબલિ જેવી પ્રથાઓને તિલાંજલિ આપીને અહિંસાનો માર્ગ અપનાવવા હાકલ કરી હતી. સાથે જ, સમગ્ર ભારતમાં વસતા અનુસૂચિત જ્ઞાતિના લોકોને પણ અપીલ કરવામાં આવી હતી.આ પણ વાંચો---- Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ
Read Full Story arrow_forward