Vadodara News: બરોડા ડેરીની ચૂંટણીમાં સાવલી બેઠક પર ભાજપના રામસિંહ વાઘેલા બિનહરીફ
બરોડા ડેરીના ડિરેક્ટર પદ માટેની ચૂંટણી પૂર્વે સાવલી અને ડેસર ઝોનમાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. સાવલી બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના રામસિંહ વાઘેલા બિનહરીફ જાહેર થતા તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી છે. જોકે, બીજી તરફ ડેસર ઝોનમાં ભાજપ દ્વારા લેવાયેલા નિર્ણયને પગલે 'ભાજપ વિરુદ્ધ ભાજપ'નો જંગ ખેલાય તેવી પૂરેપૂરી શક્યતા વર્તાઈ રહી છે.ડેસર ઝોન-6માં મેન્ડેટનો વિવાદ ડેસર બેઠક પર ભાજપે આ વખતે આશ્ચર્યજનક નિર્ણય લેતા સિટિંગ ડિરેક્ટરને પડતા મૂક્યા હોવાનું જાણવા મળે છે, ભાજપ દ્વારા સૂરપાલસિંહ પરમારને ટેલિફોનિક મેન્ડેટની જાણ કરવામાં આવી છે. સિટિંગ ડિરેક્ટર કુલદીપસિંહ રાઉલજીએ પણ ફોર્મ ભર્યું હોવાથી, પક્ષના સત્તાવાર ઉમેદવાર સામે તેઓ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. ભાજપના આ નિર્ણયથી સ્થાનિક કાર્યકરો અને આગેવાનોમાં બે ફાંટા પડી ગયા છે, જેની સીધી અસર ચૂંટણીના પરિણામો પર પડી શકે છે. ધારાસભ્ય કેતન ઈનામદારની ભૂમિકા મહત્વની આ આંતરિક અસંતોષને ડામવા અને ડેસર બેઠક પર સમાધાનકારી રસ્તો કાઢવા માટે આવતીકાલે ભાજપના પદાધિકારીઓ અને સ્થાનિક નેતાઓ ધારાસભ્ય કેતન ઈનામદારને મળવા જશે. આ બેઠક બાદ નક્કી થશે કે કુલદીપસિંહ રાઉલજી ફોર્મ પરત ખેંચશે કે પછી ભાજપ સામે જ બળવો કરી ચૂંટણી જંગમાં ઉતરશે. બરોડા ડેરીના આ રાજકીય ઘમાસાણ પર હાલ સમગ્ર જિલ્લાના સહકારી જગતની મીટ મંડાણી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward