Jamnagar News: ધૂળેટીના દિવસે જ કલરના વેપારીને ત્યાં ખાતર પડ્યું, 100થી વધુ કલરના બાચકાની ચોરી
જામનગર શહેરમાં તહેવારની રજાનો લાભ ઉઠાવી તસ્કરોએ કલરના એક વેપારીને નિશાન બનાવ્યા છે. ધૂળેટીના દિવસે વહેલી સવારે જ્યારે આખું શહેર તહેવારની તૈયારીમાં હતું, ત્યારે તસ્કરોએ કલરના જથ્થાબંધ બાચકા (ગુણી) ભરેલી ટ્રકમાંથી મોટી ચોરીને અંજામ આપ્યો હતો. વેપારીના જણાવ્યા અનુસાર, 100થી વધુ કલરના બાચકા શખ્સો ઉઠાવીને ફરાર થઈ ગયા છે.વહેલી સવારે ટ્રકમાં રાખેલા બાચકા ચોરી ગયા આ ચોરીની ઘટનાના જીવંત દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ફૂટેજમાં જોઈ શકાય છે કે તસ્કરોએ વહેલી સવારે અંધારાનો લાભ લઈને આ ઓપરેશન પાર પાડ્યું હતું. રોડ પર ઉભેલી કલરના બાચકાથી ભરેલી ટ્રકમાંથી એક પછી એક ગુણીઓ ઉતારીને શખ્સો ચોરી કરી રહ્યા છે. ફૂટેજમાં કેટલાક શખ્સો શંકાસ્પદ રીતે હિલચાલ કરતા અને માલની હેરાફેરી કરતા સ્પષ્ટ નજરે પડે છે. CCTV ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ તહેવારના દિવસે જ વેપારીને લાખો રૂપિયાનું નુકસાન થતા વેપારી આલમમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલમાં આ સીસીટીવી વિડિયોના આધારે પોલીસે તસ્કરોનું પગેરું દબાવવા તજવીજ હાથ ધરી છે. જામનગર પોલીસે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ફૂટેજ અને સ્થાનિક બાતમીદારોની મદદથી આ ટોળકીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward