android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dang News: વન વિભાગનો સપાટો, 1.65 લાખના ગેરકાયદે સાગના લાકડા સાથે એક શખ્સની અટકાયત કરી
calendar_today March 5, 2026

Dang News: વન વિભાગનો સપાટો, 1.65 લાખના ગેરકાયદે સાગના લાકડા સાથે એક શખ્સની અટકાયત કરી

દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં વન સંપદાની ચોરી કરનારા તત્વો સામે વન વિભાગે લાલ આંખ કરી છે. આજે તારીખ 05 માર્ચ 2026 ના રોજ વઘઈ રેન્જમાં વન વિભાગ અને પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ઉગાના ગામેથી લાખોની કિંમતના ગેરકાયદે સાગના લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો છે. નાયબ વન સંરક્ષકના સીધા માર્ગદર્શન હેઠળ આ દરોડો પાડવામાં આવ્યો હતો.બાતમીના આધારે ઘરમાં રેડ પ્રાપ્ત વિગતો અનુસાર, નાયબ વન સંરક્ષક નિરજ કુમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે વન વિભાગની ટીમ અને વઘઈ પોલીસે ઉગાના ગામે રહેતા વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરેના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરના પરિસરમાંથી કોઈ પણ પ્રકારની પાસ-પરમિટ વગરના સાગના લાકડાનો મોટો જથ્થો મળી આવ્યો હતો. કુલ 295 નંગ સાગ અને મશીનરી જપ્ત તલાશી દરમિયાન અધિકારીઓને સાગના લાકડાના 295 નંગ (1.569 ઘનમીટર) મળી આવ્યા હતા. આ ઉપરાંત, ત્યાં ગેરકાયદેસર રીતે ફર્નિચર બનાવવાનું કામ ચાલતું હોવાનું પણ બહાર આવ્યું છે, કારણ કે સ્થળ પરથી રંધા મશીન અને કટર મશીન જેવા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા છે. વન વિભાગના અંદાજ મુજબ જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત આશરે ₹1,65,000 થાય છે. આરોપીની અટકાયત અને તપાસ વન વિભાગે આ મામલે વિનોદભાઈ ભગરેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ સાગના લાકડા કયા જંગલ વિસ્તારમાંથી કાપવામાં આવ્યા હતા અને તેની પાછળ અન્ય કોઈ મોટી ગેંગ સક્રિય છે કે કેમ, તે દિશામાં વન વિભાગે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. ડાંગમાં વન વિભાગની આ આક્રમક કાર્યવાહીથી લાકડા ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ પણ વાંચો - Dangના બરડીપાડા-મહાલ માર્ગ પર પીકઅપ ગાડી પલટી, 3ના મોત અને 9 લોકો ઇજાગ્રસ્ત

Read Full Story arrow_forward
Ahmedabad : વાહ પીઝા એન્ડ ભેળ હોટલમાં ભોજનની ડીશમાં મૃત ગરોળી નીકળતાં આરોગ્ય વિભાગને ફરિયાદ કરાઇ
calendar_today March 5, 2026

Ahmedabad : વાહ પીઝા એન્ડ ભેળ હોટલમાં ભોજનની ડીશમાં મૃત ગરોળી નીકળતાં આરોગ્ય વિભાગને ફરિયાદ કરાઇ

અમદાવાદના મ્યુનિસિપલ માર્કેટમાં આવેલ 'વાહ પીઝા એન્ડ ભેળ' નામના એકમમાંથી મૃત ગરોળી મળી આવતા ચકચાર મચી ગઇ છે.ભોજનની ડીશમાં મૃત ગરોળી મળી  વાહ પીઝા એન્ડ ભેળ નામની દુકાનમાં ગ્રાહકના ભોજનની ડીશમાં મૃત ગરોળી મળી આવતા અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને જાણ કરાઈ હતી હોટલના રસોડામાં વંદા ફરતા હતા ફરિયાદના આધારે કોર્પોરેશનના આરોગ્ય વિભાગે ઘટના સ્થળની મુલાકાત કરી એકમની ચકાસણી હાથ ધરી હતી જેમાં હોટલના રસોડામાં વંદા ફરતા હોવાની સ્થિતિ આરોગ્ય વિભાગની તપાસમાં સામે આવી હતી હોટલને સીલ કરી દેવાઇ હોટલ દ્વારા સ્વચ્છતા સહિતના નિયમોનું પાલન ના થતું હોવાનું જણાતા કોર્પોરેશન દ્વારા હોટલને અચોક્કસ મુદત સુધી બંધ રાખવા માટે હોટલને સીલ કરી દીધી હતી.આ પણ વાંચો----      Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Ladakhના લેફ્ટનન્ટ ગવર્નર Kavindra Guptaના રાજીનામા અંગે કારણ હજુ અસ્પષ્ટ
calendar_today March 5, 2026

Ladakhના લેફ્ટનન્ટ ગવર્નર Kavindra Guptaના રાજીનામા અંગે કારણ હજુ અસ્પષ્ટ

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે રાજીનામું આપ્યાના થોડીવાર પછી જ તેમનું રાજીનામું આવ્યું છે. રાજીનામાથી રાજકીય ભૂકંપની સ્થિતિ પશ્ચિમ બંગાળ પછી લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર કવિન્દર ગુપ્તાએ તેમના પદ પરથી રાજીનામું આપ્યુ છે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સી.વી. આનંદ બોસે રાજીનામું આપ્યાના થોડીવાર પછી જ તેમનું રાજીનામું આવ્યું છે. જોકે, ગુપ્તાના રાજીનામાનું કારણ હજુ સુધી અસ્પષ્ટ છે. કવિન્દર ગુપ્તાને 18 જુલાઈ 2025ના રોજ લદ્દાખના લેફ્ટનન્ટ ગવર્નર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. ગુપ્તા પહેલા બ્રિગેડિયર બી.ડી. મિશ્રા હતા. ગુપ્તા ભાજપના અનુભવી નેતા હતા અને જમ્મુ અને કાશ્મીરના નાયબ મુખ્ય પ્રધાન તરીકે પણ સેવા આપી હતી. નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ બનશે? લદ્દાખના નવા લેફ્ટનન્ટ ગવર્નર કોણ હશે અને કવિન્દર ગુપ્તાએ તેમના પદ પરથી શા માટે રાજીનામું આપ્યું તે સ્પષ્ટ નથી. દરમિયાન, મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પશ્ચિમ બંગાળના રાજ્યપાલના રાજીનામા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. પશ્ચિમ બંગાળના નવા રાજ્યપાલ આર.એન. રવિ હશે, જેઓ અગાઉ તમિલનાડુના રાજ્યપાલ તરીકે સેવા આપી ચૂક્યા છે. લદ્દાખ માટે નવા લેફ્ટનન્ટ ગવર્નરની નિમણૂક માટે થોડી રાહ જોવી પડશે. આ પણ વાંચોઃ Canada PM Mark Carneyએ કર્યા પીએમ મોદીના વખાણ, કાર્યશૈલીથી થયા પ્રભાવિત

Read Full Story arrow_forward