android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat News: યુનેસ્કો 'વિશ્વ ઇજનેરી દિવસ-2026' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે વરણી
calendar_today March 5, 2026

Gujarat News: યુનેસ્કો 'વિશ્વ ઇજનેરી દિવસ-2026' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે વરણી

ભારતના આંતરમાળખાગત વિકાસ અને ઉર્જા ક્ષેત્રના દિગ્ગજ 'અદાણી ગ્રુપ' માટે એક મોટી વૈશ્વિક સિદ્ધિના સમાચાર સામે આવ્યા છે. યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન (UNESCO) અને વર્લ્ડ ફેડરેશન ઓફ એન્જિનિયરિંગ ઓર્ગેનાઇઝેશન્સ (WFEO) દ્વારા વર્ષ 2026ના 'ટકાઉ વિકાસ માટેના આંતરરાષ્ટ્રીય ઇજનેરી દિવસ' માટે અદાણી ગ્રુપની સત્તાવાર ભાગીદાર તરીકે પસંદગી કરવામાં આવી છે. આ પસંદગી અદાણી ગ્રુપની સ્વચ્છ ઉર્જા અને ટકાઉ વિકાસ (Sustainable Development) પ્રત્યેની પ્રતિબદ્ધતા પર વૈશ્વિક મહોર સમાન છે.ટકાઉ વિકાસ અને ઉર્જા સુરક્ષામાં અગ્રણી ભૂમિકા અદાણી ગ્રુપની આ સિદ્ધિ પાછળ તેની સ્વચ્છ અને સસ્તી વીજળી પૂરી પાડવાની અજોડ ક્ષમતા રહેલી છે. આ ભાગીદારી વૈશ્વિક સ્તરે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ-7 (પરવડે તેવી અને સ્વચ્છ ઉર્જા)ને હાંસલ કરવા સાથે ભારતની ઉર્જા સુરક્ષાને મજબૂત બનાવવાના પ્રયાસોનો પુરાવો આપે છે. આ પ્રસંગે અદાણી ગ્રીન એનર્જીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર સાગર અદાણીએ જણાવ્યું હતું કે, પ્રગતિ અને પર્યાવરણનું સંતુલન જાળવતું અમારું આ મોડેલ વિશ્વ માટે ભારતનું એક અમૂલ્ય યોગદાન છે. 538 ચોરસ કિમીમાં ફેલાયેલો છે આ પ્લાન્ટ આ ભાગીદારીના કેન્દ્રમાં ગુજરાતના કચ્છમાં આવેલો ખાવડા રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ છે. 538 ચોરસ કિમીમાં ફેલાયેલો આ પ્લાન્ટ પેરિસ કરતા પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો મોટો છે. 2029 સુધીમાં 30 ગીગાવોટ (GW) ઉર્જા પેદા કરવાનું લક્ષ્ય છે. સોલર પેનલ્સ માટે પાણી વિનાની રોબોટિક ક્લિનિંગ સિસ્ટમ દ્વારા વાર્ષિક 1,716 મિલિયન લિટર પાણીની બચત થશે. આ પ્રોજેક્ટ દ્વારા વાર્ષિક 63.6 મિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં મદદ મળશે. નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ઉજ્જવળ ભવિષ્ય વર્લ્ડ એન્જિનિયરિંગ ડે 2026ની થીમ "નવીનતા અને ડિજિટલાઇઝેશન દ્વારા ટકાઉ ભવિષ્ય માટે સ્માર્ટ એન્જિનિયરિંગ" રાખવામાં આવી છે, અદાણી સમૂહ જે રીતે ટેકનોલોજી-આધારિત ઇજનેરીનો ઉપયોગ કરીને રિન્યુએબલ એનર્જી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કાર્ય કરી રહ્યું છે, તે આ થીમને આબેહૂબ રીતે પ્રતિબિંબિત કરે છે. WFEO દ્વારા આ પ્રોજેક્ટની મહત્વાકાંક્ષા અને અસરને દર્શાવતી એક ટૂંકી ફિલ્મ પણ રજૂ કરવામાં આવી છે, જે ભારતના હરિત સંક્રમણ (Green Transition) ને વિશ્વ સમક્ષ મૂકે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ માત્ર પર્યાવરણ જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ આર્થિક રીતે પણ મહત્વનો છે. આ પ્રકલ્પ દ્વારા અંદાજે 15,200 જેટલી હરિત રોજગારીની તકો ઊભી થશે. 2030 સુધીમાં 500 ગીગાવોટ બિન-અશ્મિભૂત ઇંધણ ક્ષમતા પ્રાપ્ત કરવાના ભારતના લક્ષ્ય તરફ આ એક મક્કમ ડગલું છે. ખાવડા ખાતેનો આ પ્લાન્ટ સાબિત કરે છે કે ઉજ્જડ અને વસવાટ વિનાની જમીનને પણ એન્જિનિયરિંગના જોરે ઉર્જાના સ્ત્રોતમાં ફેરવી શકાય છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Mehsana : નંદાસણ પાસે ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં યુવકની હત્યા, સિક્યુરિટી ગાર્ડે અટકાવતાં થઇ હતી માથાકૂટ
calendar_today March 5, 2026

Mehsana : નંદાસણ પાસે ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં યુવકની હત્યા, સિક્યુરિટી ગાર્ડે અટકાવતાં થઇ હતી માથાકૂટ

કડીના નંદાસણ પાસે આવેલી ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં યુવકની હત્યા થતાં ચકચાર મચી ગઇ છે. સિક્યોરિટી ગાર્ડે યુવકને અટકાવ્યા બાદ માથાકૂટ થતાં બે સિક્યોરિટી ગાર્ડે યુવકને માર માર્યો હતો જેમાં યુવકનું મોત થયું હતું.બે સિક્યોરિટી ગાર્ડે યુવકની હત્યા કરી દીધી કડીના નંદાસણ પાસે આવેલી ગુજરાત માઇક્રો કંપનીની કોલોનીમાં બે સિક્યોરિટી ગાર્ડે યુવકની હત્યા કરી દીધી છે મળેલી માહિતી પ્રમાણે બંનેએ યુવકને ઢોર માર માર્યો હતો  સિક્યોરિટી ગાર્ડ અને યુવક વચ્ચે માથાકૂટ કંપનીની કોલોનીમાં 23 વર્ષીય રામવિજય કુમાર નામનો યુવક મસાલો ખાઈને નોકરી પર જતા સિક્યુરિટી ગાર્ડે તેને અટકાવ્યો હતો જેથી બે સિક્યોરિટી ગાર્ડ અને યુવક વચ્ચે માથાકૂટ થઇ હતી ગળું પકડી દિવાલ સાથે માથું ભટકાવતા યુવકનું મોત ઝઘડામાં ઉશ્કેરાયેલા બે સિક્યુરિટી ગાર્ડ્સે યુવકને બેલ્ટ અને દંડા વડે ઢોર માર માર્યો હતો અને ઉશ્કેરાટમાં યુવકનું ગળું પકડી દિવાલ સાથે માથું ભટકાવતા રામવિજયકુમારનું મોત નીપજ્યું હતું,બે આરોપી સામે હત્યાનો ગુનો નોંધાયો મામલાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને બનાવની માહિતી મેળવી તપાસ શરુ કરી હતી. પોલીસે આ મામલે હત્યા કરનાર બંને આરોપીઓ અક્ષયકુમારસિંહ અને બળવંતસિંહ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો, આ પણ વાંચો----     Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Ahmedabad : AMC સરખેજમાં 128.82 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવશે, હેરિટેજ બ્યુટિફિકેશન કરાશે
calendar_today March 5, 2026

Ahmedabad : AMC સરખેજમાં 128.82 કરોડના ખર્ચે લોટસ પાર્ક બનાવશે, હેરિટેજ બ્યુટિફિકેશન કરાશે

અમદાવાદના સરખેજમાં ધાતલા તળાવ ખાતે નવું લોટસ પાર્ક બનાવવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા (AMC) દ્વારા બનાવવામાં આવનારા આ પાર્કમાં કુલ ખર્ચ લગભગ 128.82 કરોડ રૂપિયા રહેશે. પાર્કની ડિઝાઈનમાં સમગ્ર પ્રોજેક્ટનો આકાર કમળ જેવો રાખવામાં આવ્યો છે, જેથી શહેરના નગરસૌંદર્યમાં વધારો થશે.તળાવમાં વિદેશી ફૂલો જોવા મળશે લોટસ પાર્કમાં તળાવમાં વિવિધ વિદેશી ફૂલોના પ્રદર્શન માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે, જે મુલાકાતીઓને કુદરતી સૌંદર્યનો અનુભવ કરાવશે. આ સાથે જ પાર્કમાં વન એમ્યુઝમેન્ટ પાર્ક, હેરિટેજ બ્યુટિફિકેશન અને ગાર્ડન વિસ્તારો પણ તૈયાર કરવામાં આવશે. AMCના અધિકારીઓએ જણાવ્યું કે આ પાર્કમાં પ્રવાસીઓ માટે આરામદાયક સુવિધાઓ તેમજ સફાઈ અને સુરક્ષાની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ રહેશે. આકર્ષક પર્યટન સ્થળ બનશે AMCએ કહ્યું કે લોટસ પાર્ક શહેરના રિક્રિએશનલ અને ટૂરિઝમ વિકાસમાં મહત્વપૂર્ણ ભુમિકા ભજવી શકે છે. તે સ્થળે બાળકો, કુટુંબો અને નગરવાસીઓ માટે પ્રકૃતિ સાથે સંકળાવવાનું એક મંચ બની શકે છે. તળાવમાં ફૂલોના વિવિધ પ્રદર્શન ઉપરાંત, પાર્કમાં બેઠક વ્યવસ્થા અને ચાલવા માટેના રસ્તાઓ પણ તૈયાર કરવામાં આવશે. AMCના શહેરી વિકાસ વિભાગે જણાવ્યું કે આ પ્રોજેક્ટ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે અને ઝડપી અમલ માટે તમામ આયોજન પૂર્ણ કરાયું છે. લોટસ પાર્કનું ખુલ્લું વિઝન શહેરના લોકોને પ્રકૃતિના નજીક લાવવાનું છે, સાથે જ શહેરને એક આકર્ષક પર્યટન સ્થળ પણ બનાવવાનું છે. આ પણ વાંચો : Gujarat Local Body Elections 2026: કોંગ્રેસે સાત સમિતિઓની જાહેરાત કરી, જાણો કોને મળી કઈ જવાબદારી?

Read Full Story arrow_forward