Dwarka News: લૂંટારૂઓનો નવો કીમિયો, શેરડીનો રસ પીવડાવીને વૃદ્ધને લૂંટ્યો
જગત મંદિરના દર્શને આવતા યાત્રિકોને નિશાન બનાવતી લૂંટારુ ગેંગ દ્વારકામાં સક્રિય થઈ છે. જામનગર જિલ્લાના એક વૃદ્ધને પોતાની જાળમાં ફસાવી, શેરડીના રસમાં નશાકારક પદાર્થ ભેળવીને બેભાન કરી, લૂંટારૂઓ સોનાના દાગીના અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા છે. આ મામલે દ્વારકા પોલીસે બે અજાણ્યા શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.ગણપતિ મંદિર પાસે બનાવ્યો શિકાર ઘટનાની મળતી માહિતી અનુસાર, જામનગર જિલ્લાના તરસાઈ ગામના રહેવાસી 60 વર્ષીય રૂડાભાઈ ભરવાડ દ્વારકા દર્શન કરવા આવ્યા હતા. અહીં તેમને બે અજાણ્યા શખ્સો મળ્યા હતા, જેમણે વિશ્વાસમાં લઈને ગણપતિનું નવું મંદિર બતાવવાનું કહી સાથે લઈ ગયા હતા. ગણપતિ મંદિર પાસે લૂંટારૂઓએ વૃદ્ધને શેરડીનો રસ પીવડાવ્યો હતો, જેમાં અગાઉથી જ નશાકારક દ્રવ્ય ભેળવેલું હતું. 2 લાખની મતાની લૂંટ શેરડીનો રસ પીધાના થોડા સમય બાદ રૂડાભાઈ બેભાન થઈ ગયા હતા. વૃદ્ધ અસહાય અવસ્થામાં હોવાનો લાભ ઉઠાવી લૂંટારુઓ તેમની પાસેથી 1 લાખ 60 હજાર રૂપિયાની કિંમતના સોનાના દાગીના અને 35 હજાર રૂપિયાની રોકડ રકમ મળી કુલ અંદાજે 2 લાખની મતા લૂંટીને નાસી છૂટ્યા હતા. પોલીસની અલગ-અલગ ટીમો દ્વારા તપાસ ભાનમાં આવ્યા બાદ વૃદ્ધે પોતાની સાથે થયેલી છેતરપિંડી અંગે દ્વારકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. યાત્રાધામમાં બનેલી આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે લૂંટારૂઓને દબોચી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવી છે. સીસીટીવી ફૂટેજ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી આરોપીઓનું પગેરું મેળવવા તજવીજ હાથ ધરવામાં આવી છે. આ પણ વાંચો - Dwarka News: ઘૂમલી ગામે પ્લોટની જાળીમાં લાગી આગ, ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
Read Full Story arrow_forward