android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Local Body Elections 2026: કોંગ્રેસે સાત સમિતિઓની જાહેરાત કરી, જાણો કોને મળી કઈ જવાબદારી?
calendar_today March 5, 2026

Gujarat Local Body Elections 2026: કોંગ્રેસે સાત સમિતિઓની જાહેરાત કરી, જાણો કોને મળી કઈ જવાબદારી?

ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે કોંગ્રેસે અત્યારથી જ આક્રમક તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના જનરલ સેક્રેટરી કે.સી. વેણુગોપાલ દ્વારા સત્તાવાર યાદી જાહેર કરીને રાજ્ય સ્તરની સાત અલગ-અલગ સમિતિઓની રચના કરવામાં આવી છે.શક્તિસિંહ ગોહિલ કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ બન્યા આ નવી નિમણૂકોમાં રણનીતિથી લઈને પ્રચાર અને મીડિયા મેનેજમેન્ટ સુધીના તમામ પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. શક્તિસિંહ ગોહિલને કેમ્પેઈન કમિટીના અધ્યક્ષ બનાવીને પક્ષે મોટો દાવ ખેલ્યો છે, જ્યારે ભરતસિંહ સોલંકી રણનીતિ ઘડવામાં મુખ્ય ભૂમિકા ભજવશે.દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે વિવિધ રાજ્ય સ્તરીય સમિતિઓની જાહેરાત કરવામાં આવી છે. કોંગ્રેસ પ્રમુખ દ્વારા મંજૂર કરવામાં આવેલી આ યાદીમાં અનેક દિગ્ગજ નેતાઓને મહત્વની જવાબદારીઓ સોંપવામાં આવી છે. સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન ભરતસિંહ સોલંકીને બનાવાયા કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે પોતાની તૈયારી શરૂ કરી છે. સ્ટ્રેટેજી કમિટીના ચેરમેન તરીકે ભરત સિંહ સોલંકીને નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે લાલજી દેસાઈ વાઇસ ચેરમેન અને હેમાંગ વસાવડા કન્વીનર બનાવાયા છે. પ્રચાર-પ્રસાર કમિટીની જવાબદારી પરેશ ધાનાણી અને ગેનીબેન ઠાકોરને આપવામાં આવી છે.ચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને બિમલ શાહે મળીચૂંટણી વ્યવસ્થાની જવાબદારી સિદ્ધાર્થ પટેલ અને બિમલ શાહે સંભાળી છે. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કમિટી ઈન્દ્રવિજય સિંહ ગોહિલ અને હિમ્મત સિંહ પટેલ સંભાળશે. ચૂંટણી ઢંઢેરો તૈયાર કરવા શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા અને મનીષ દોશી જવાબદાર છે. મીડિયા કમિટી અમી યાજ્ઞિક, લલિત કગથરા અને ગ્યાસુદ્દીન સેખ સંભાળશે. પબ્લિસિટી કમિટી કાદિર પીરઝાદા, અનંત પટેલ અને ચેતન રાવલને સોંપાઈ છે. આ પણ વાંચો - Jamnagar News: સગીરા પર દુષ્કર્મ આચરનાર જયદીપ લુણાશિયાને 20 વર્ષની સખત કેદ

Read Full Story arrow_forward
Navsariમાં રંગોત્સવમાં મારામારી કરનારા 4 આરોપી ઝડપાયા, પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો
calendar_today March 5, 2026

Navsariમાં રંગોત્સવમાં મારામારી કરનારા 4 આરોપી ઝડપાયા, પોલીસે આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો

નવસારીમાં રંગોત્સવમાં બબાલ કરનાર સામે પોલીસે કાર્યવાહી કરી છે અને ગ્રામ્ય પોલીસે બબાલ કરનાર 4 આરોપીને પકડ્યા છે.યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી ઉલ્લેખનિય છે કે ધૂળેટીના દિવસે નવસારીમાં રંગોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં રેઇન ડાન્સ ની મજા માણી રહેલા યુવાનો બાખડયા હતા. ઉત્સવના ઉન્માદ વચ્ચે યુવાનો વચ્ચે છૂટા હાથની મારામારી થઇ હતી જેના કારણે ધૂળેટી રમી રહેલા યુવાનોમાં રંગમાં ભંગ પડ્યો હતો મારામારી કરનારા 4 આરોપી ઝડપાયા રંગોત્સવમાં મારામારીનો વીડિયો પણ વાયરલ થયો હતો જેના આધારે નવસારી ગ્રામ્ય પોલીસે તપાસ હાથ ધરી હતી અને મારામારી કરનારા 4 આરોપીઓને ઝડપી લીધા હતા અને તેમને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો.કાન પકડી માફી મંગાવી પોલીસે યુવાનોને  કાન પકડી માફી મંગાવી હતી અને ભવિષ્યમાં આ પ્રકારનું કૃત્ય નહીં કરવા કડક તાકીદ કરી હતી.આ પણ વાંચો----     Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Rajya Sabha election: ઇતિહાસમાં લખાશે તેમનો કાર્યકાળ, અમિત શાહે નીતિશ કુમારના કર્યા વખાણ
calendar_today March 5, 2026

Rajya Sabha election: ઇતિહાસમાં લખાશે તેમનો કાર્યકાળ, અમિત શાહે નીતિશ કુમારના કર્યા વખાણ

બિહારના 10મી વખત સીએમ બન્યાના 4 મહિના બાદ નીતિશ કુમારે આ પદ છોડવાનો નિર્ણય લીધો છે. તેઓની નજર હવે દિલ્હીની રાજનીતિ પર છે. 5 માર્ચે તેમણે રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહ્યા. તેમની પ્રતિષ્ઠા પર કોઇ ડાઘ નથી- અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને શાસક રાષ્ટ્રીય લોકશાહી જોડાણ (NDA) ના અન્ય સભ્યો સાથે, નીતિશ કુમારે રાજ્યસભા માટે પોતાનો દાવો સત્તાવાર રીતે રજૂ કર્યો. નીતિશ કુમારની રાજકીય સફર વિશે બોલતા, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે તેમના કાર્યકાળ દરમિયાન, નીતિશ કુમારે બિહારને જંગલ રાજમાંથી મુક્ત કરાવ્યો. તેમણે બિહારના રસ્તાઓને ગામડાઓ સાથે જોડ્યા. તેમની પ્રતિષ્ઠા પર કોઈ ડાઘ નથી. નીતિન નબીને પણ ઉમેદવારી ફોર્મ ભર્યુ- અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસંગે કહ્યું કે હું નીતિન નવીન, નીતિશ કુમાર, રામનાથ ઠાકુર, ઉપેન્દ્ર કુશવાહા અને સુદેશ રામના રાજ્યસભાના નામાંકનમાં હાજરી આપવા માટે પટના આવ્યો. રાજ્યમાં લાંબા અને સફળ રાજકીય કારકિર્દી પછી, નીતિન નબીન ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા, અને હવે રાજ્યસભા દ્વારા તેઓ સંસદમાં પણ યોગદાન આપશે... 2005થી મુખ્યમંત્રી તરીકે સેવા આપી- અમિત શાહ આજે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પણ રાજ્યસભા માટે પોતાની ઉમેદવારી નોંધાવી. . આ સાથે લાંબા સમય પછી તેઓ ફરી એકવાર રાજ્યસભા સાંસદ તરીકે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કરશે. નીતિશ કુમારે 2005 થી અત્યાર સુધી બિહારના મુખ્યમંત્રી તરીકે સેવા આપી. તેમનો કાર્યકાળ ખરેખર ગૌરવશાળી હતો. આ કાર્યકાળ બિહારના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ તરીકે લખાશે. જેણે બિહારના વિકાસના સમગ્ર ક્ષેત્રને આકાર આપ્યો... નીતિશ કુમારની સ્વચ્છ છબી- અમિત શાહ ધારાસભ્ય, સાંસદ, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી તરીકેની તેમની લાંબી કારકિર્દી દરમિયાન તેમની છબી સ્વચ્છ રહી. તેમનું આખું જીવન ભ્રષ્ટાચારના આરોપોથી મુક્ત રહ્યું... પીએમ મોદીના નેતૃત્વમાં 11 વર્ષ સુધી તેમણે દરેક રીતે બિહારની પ્રગતિમાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, અને તેમના નેતૃત્વ હેઠળ જ... પીએમ મોદીની બધી પહેલ બિહારના લોકો સુધી પહોંચી. તેઓ ફરી એકવાર રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હી પરત ફરી રહ્યા છે. હું અને અમારા બધા NDA સાથીઓ તેમનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને મુખ્યમંત્રી તરીકેનો તેમનો કાર્યકાળ બિહારના લોકો હંમેશા યાદ રાખશે અને આદર આપશે.વધુ વાંચો: Shani Ast 2026: 13 માર્ચથી શનિની સાડાસાતીમાં મળશે રાહત, 3 રાશિને થશે ફાયદો

Read Full Story arrow_forward