android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: ચૂંટણી પહેલા બરોડા ડેરીમાં મોટું ઘમાસાણ; સહકાર વિભાગે નિયામક મંડળને ફટકારી કારણદર્શક નોટિસ
calendar_today March 5, 2026

Vadodara News: ચૂંટણી પહેલા બરોડા ડેરીમાં મોટું ઘમાસાણ; સહકાર વિભાગે નિયામક મંડળને ફટકારી કારણદર્શક નોટિસ

વડોદરાની પ્રતિષ્ઠિત સહકારી સંસ્થા 'બરોડા ડેરી'ના નિયામક મંડળ (Board of Directors) પર સહકાર વિભાગે કાયદાકીય સકંજો કસ્યો છે. આગામી ચૂંટણીઓ પૂર્વે જ સહકાર વિભાગ દ્વારા નિયામક બોર્ડને કલમ 76(B) હેઠળ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા ડેરીના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ નોટિસ ભૂતકાળમાં ડેરી દ્વારા કરવામાં આવેલા કરોડો રૂપિયાના બેફામ ખર્ચ અને વહીવટી અનિયમિતતાઓ સંદર્ભે ઈશ્યુ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.સહકાર વિભાગે 76(B)ની નોટિસ ઈશ્યુ કરી સૂત્રોના જણાવ્યા અનુસાર સહકાર વિભાગે આ નોટિસમાં સ્પષ્ટ કર્યું છે કે ભૂતકાળમાં થયેલા મોટા નાણાકીય ખર્ચમાં બોર્ડના સભ્યોની સીધી જવાબદારી નક્કી કરવામાં આવી છે. કરોડો રૂપિયાના આ ખર્ચ મામલે સભ્યો પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે કે આટલો મોટો ખર્ચ કરવા પાછળના ઠોસ કારણો શું હતા? કલમ 76-બી હેઠળની આ નોટિસ ખૂબ જ ગંભીર માનવામાં આવે છે, કારણ કે તેમાં સભ્યોને હોદ્દા પરથી દૂર કરવા સુધીની જોગવાઈઓ હોઈ શકે છે. નિયામક મંડળને ફટકારાઈ કારણદર્શક નોટિસ ચૂંટણી નજીક છે ત્યારે જ આ પ્રકારની નોટિસ આવતા તેને રાજકીય દ્રષ્ટિએ પણ ખૂબ મહત્વની માનવામાં આવી રહી છે. બરોડા ડેરીના સત્તાધારી જૂથ અને વિરોધ પક્ષો વચ્ચે આ મુદ્દે હવે મોટું ઘમાસાણ થવાની પૂરેપૂરી શક્યતા છે. આ નોટિસને પગલે સહકારી ક્ષેત્રના માંધાતાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે અને હવે નિયામક મંડળ આ મામલે શું ખુલાસો કરે છે તેના પર સૌની મીટ મંડાણી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar : પીએસઆઇની ભરતીનું આખરી પરિણામ જાહેર, અહીં જોવા મળશે આખી યાદી
calendar_today March 5, 2026

Gandhinagar : પીએસઆઇની ભરતીનું આખરી પરિણામ જાહેર, અહીં જોવા મળશે આખી યાદી

રાજ્યના પોલીસ ભરતીની પીએસઆઇની પરીક્ષા આપનારા ઉમેદવારો જેની આતુરતાથી રાહ  જોઇ રહ્યા હતા તે પીએસઆઇની ભરતીનું આખરી પરિણામ આજે પોલીસ ભરતી બોર્ડ દ્વારા જાહેર કરાયું છે.પીએસઆઈની ભરતીનું આખરી પરિણામ આજે જાહેર પીએસઆઈની ભરતીનું આખરી પરિણામ આજે જાહેર કરાયું છે. ઉમેદવારો આ આખરી પરિણામની રાહ જોઇ રહ્યા હતા તે હવે વેબસાઇટ પર પરિણામ જોઇ શકશે. આ પરીક્ષા ગત વર્ષે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં યોજાઇ હતી 472 જગ્યાઓની આખરી યાદી તથા 95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી જાહેર ગત વર્ષે યોજાયેલી આ પીએસઆઇની ભરતી પરિક્ષાનું આખરી પરિણામ વેબસાઈટ પર જાહેર થયું છે. પીએસઆઈ ની 472 જગ્યાઓની આખરી યાદી તથા 95 ઉમેદવારોની પ્રતિક્ષા યાદી જાહેર થઇ છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા આ પરીક્ષાનું આખરી પરિણામ જાહેર થયું છે.આ પણ વાંચો----     Surat : પનીર ખાતા પહેલા ચેતજો, ગંદકી વચ્ચે પામોલીન તેલ અને એસીડીક એસીડના મિશ્રણથી બનાવાતા પનીરનો મોટો જથ્થો ઝડપાતાં ખળભળાટ

Read Full Story arrow_forward
Valsad : ઇરાન સહિત ખા઼ડીના દેશોમાં ઉમરગામના 25 લોકો ફસાયા, સંપર્ક ના થતાં પરિવારજનોમાં ચિંતા
calendar_today March 5, 2026

Valsad : ઇરાન સહિત ખા઼ડીના દેશોમાં ઉમરગામના 25 લોકો ફસાયા, સંપર્ક ના થતાં પરિવારજનોમાં ચિંતા

ઇઝરાઇલ અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા યુદ્ધને લઇ સમગ્ર ખાડીના દેશોમાં અત્યારે યુદ્ધ જેવી પરિસ્થિતિ છે આથી નોકરી ધંધે ગયેલા ભારતના પણ અનેક પરિવારો અને લોકો યુદ્ધ જેવા માહોલમાં ફસાયેલા છે. આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના ઉમરગામના દરિયા કિનારે આવેલા મરોલી ગામના અનેક પરિવારોને થઇ રહી છે કારણ કે આ ગામના અનેક લોકો નોકરી ધંધે યુદ્ધગ્રસ્ત દેશોમાં ગયેલા છે. પોતાના પરિજન ખાડી યુદ્ધમાં ફસાઈ જતા સમગ્ર ગામમાં ભારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે વલસાડ જિલ્લાના દરિયા કિનારે ઉમરગામના મરોલી ગામમાં મોટેભાગે માછીમારી સમાજના પરિવારો વસે છે . ગામના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. આથી ગામના લગભગ તમામ પરિવારમાંથી કોઈને કોઈ વ્યક્તિ માછીમારી કરે છે. રોજીરોટી માટે ગામના અનેક લોકો માછીમારીની નોકરી ધંધે વિદેશમાં ગયેલા છે. ગામના મોટાભાગના લોકો ખાડીના દેશોની સાથે ઈરાનમાં પણ ગયા છે  25 થી વધુ લોકો ઈરાન સહીત અન્ય ખાડીના દેશોમાં ગયા છે મરોલીના અનેક લોકો અત્યારે આવી પરિસ્થિતિમાં યુદ્ધગ્રસ્ત દેશોમાં હોવાથી અહીં વતન તેમના પરિવારજનોમાં ચિંતાનો માહોલ છે. 25 થી વધુ લોકો ઈરાન સહીત અન્ય ખાડીના દેશોમાં ગયા છે. તેમનો સંપર્ક પરિવારજનો સાથે થઈ રહ્યો છે. પરંતુ યુદ્ધ શરૂ થઈ ગયા બાદ ઈરાનમાં ગયેલા લોકોનો સંપર્ક તેમના પરિવારજનો સાથે નથી થઈ રહ્યો.. આથી અહીં મરોલી ગામમાં અત્યારે ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. મોટા ભાગના લોકો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા છે વલસાડ જીલ્લો 70 કિલોમીટર લાંબો દરિયા કિનારો ધરાવે છે. દરિયાઈ પટ્ટીના અનેક ગામોના લોકોનો મુખ્ય વ્યવસાય માછીમારી છે. સ્થાનિક માછીમારીની સાથે અહીંના માછીમારો માછીમારીના નોકરી ધંધે અન્ય દેશોમાં પણ જાય છે જેમાં સૌથી વધુ ગલ્ફ કન્ટ્રીમાં અહીંના લોકો જતા હોવાથી આ યુદ્ધની સીધી અસર વલસાડ જિલ્લાના દરિયા કિનારે આવેલા અનેક ગામોમાં થઈ રહી છે. આ ગામોના અનેક પરિવારના મોભીઓ નોકરી ધંધે ખાડીના દેશો અને ઈરાનમાં ગયા છે. તો મોટા ભાગના લોકો ઈરાનના કિસ્ટ ટાપુ પર ફસાયેલા છે.અને તેઓ નો સંપર્ક છેલ્લા 5 દિવસ થી તૂટતાં પરિવાર ચિંતત બન્યો છે. સરકાર મદદ કરે તેવી માગ આવા માહોલમાં ગામના અગ્રણીઓ અને તેમના સ્વજનો સહી સલામત ઘરે પરત ફરે તે માટે સરકાર મદદ કરે તેવી માંગ સાથે સ્થાનિક કક્ષાએ રજૂઆતો કરી છે. અને વહેલી તકે તેમના સ્વજનો ઘરે પરત ફરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. આ પણ વાંચો----     Ahmedabad : બાવળામાં દેશી દારૂનો વીડિયો, કેરાળા બ્રિજ પર બેસી 2 યુવક દારૂની મેહફીલ માણતા હતા

Read Full Story arrow_forward