Gandhinagar News: ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઇ
ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ફ્લેટમાં લિફ્ટ ખોટકાઈ જવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. લિફ્ટનું મેન્ટેનેન્સ નહીં હોવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે હવે ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. સચિવાલયના બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ હોવાની વિગતો સામે આવી છે. ખોટકાયેલી લિફ્ટને તાત્કાલિક શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઇ ગાંધીનગર સચિવાલયમાં સમગ્ર રાજ્યમાંથી લોકો સરકારી કામ માટે આવતા હોય છે. રોજેરોજ હજારો લોકો પોતાની કામગીરી માટે આવતા હોય છે. ત્યારે સરકારી વિભાગોમાં પણ લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. આ દરમિયાન સચિવાલયના બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ હતી. આ બ્લોકમાં રાજ્યમાં સૌથી વધુ કામગીરી ધરાવતા માર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ છે. આ વિભાગમાં કામ અર્થે આવનારા લોકોને બીજા વિભાગમાં જઈને લિફ્ટમાં આવવાની ફરજ પડી હતી. બે લિફ્ટ હોવા છતાં એક સાથે બંને લિફ્ટ ખોટકાઈ હતી. સદનસીબે લિફ્ટમાં કોઈ નહીં હોવાથી જાનહાની ટળી હતી.
Read Full Story arrow_forward