Dhoraji: પ્લાસ્ટિકના કારખાનામાં મશીન કામ દરમિયાન વૃદ્ધનો હાથ આવી ગયો, માથામાં ગંભીર ઈજા સાથે જૂનાગઢ રિફર
ધોરાજી શહેરમાં જૂનાગઢ રોડ પર આવેલા એક પ્લાસ્ટિકના કારખાનામાં આજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. કારખાનામાં મશીન પર કામ કરી રહેલા 60 વર્ષીય વૃદ્ધનો હાથ અચાનક મશીનમાં આવી જતાં તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ વૃદ્ધની સ્થિતિ અત્યંત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.હાથ અચાનક મશીનમાં આવી જતાં ઈજાઓ પ્રાપ્ત વિગતો અનુસાર, ધોરાજીના જૂનાગઢ રોડ પર આવેલા પ્લાસ્ટિકના કારખાનામાં ચંદુભાઈ નાનજીભાઈ (ઉંમર ૬૦ વર્ષ) ફરજ બજાવી રહ્યા હતા. કામ દરમિયાન અકસ્માતે તેમનો હાથ ચાલુ મશીનમાં આવી ગયો હતો. મશીનની લપેટમાં આવી જતાં ચંદુભાઈને હાથના ભાગે ગંભીર ઈજાઓ થવા ઉપરાંત માથાના ભાગે પણ જીવલેણ ઈજા પહોંચી હતી.તબીબોએ પ્રાથમિક સારવાર આપી ઘટનાને પગલે કારખાનાના અન્ય કામદારોમાં દોડધામ મચી ગઈ હતી. ઇજાગ્રસ્ત ચંદુભાઈને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે ધોરાજીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ પ્રાથમિક સારવાર આપી હતી, પરંતુ તેમની તબિયત વધુ લથડતા અને ઈજાઓ ગંભીર હોવાથી તેમને વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે.આ પણ વાંચો: Gandhinagar: સરકારના આશ્વાસનથી કંટાળ્યા ઉમેદવારો, ચિત્ર શિક્ષકોએ હલ્લાબોલ કરી આંદોલનની ચીમકી આપી
Read Full Story arrow_forward