android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Vadodara News: મહિલા હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પાસ કરી હતી PSIની પરીક્ષા
calendar_today March 5, 2026

Vadodara News: મહિલા હેડ કોન્સ્ટેબલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું, પાસ કરી હતી PSIની પરીક્ષા

સંસ્કારી નગરી વડોદરામાં પોલીસ બેડાને હચમચાવી દે તેવી એક ઘટના સામે આવી છે. વડોદરા શહેરના કપુરાઈ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 27 વર્ષીય મહિલા હેડ કોન્સ્ટેબલ પ્રિયંકા પ્રજાપતિએ ગળેફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આશાસ્પદ અને તેજસ્વી મહિલા પોલીસ કર્મચારીની આત્મહત્યાથી પરિવાર અને પોલીસ વિભાગ સ્તબ્ધ થઈ ગયો છે.તાજેતરમાં જ પાસ કરી હતી PSIની પરીક્ષા મૃતક પ્રિયંકા પ્રજાપતિ માત્ર 27 વર્ષના હતા અને ખૂબ જ મહેનતુ હતા. તેમણે તાજેતરમાં જ PSI (પોલીસ સબ ઇન્સ્પેક્ટર)ની પરીક્ષા પાસ કરી હતી. ઉચ્ચ અધિકારી બનવાનું સપનું સાકાર થવાના આરે હતું, ત્યારે જ તેમણે આવું અંતિમ પગલું ભરતા અનેક સવાલો ઊભા થયા છે. સફળતાના શિખરે હોવા છતાં તેમણે શા માટે આત્મહત્યા કરી તે બાબત ચર્ચાનો વિષય બની છે. આત્મહત્યાનું કારણ અકબંધ ઘટનાની મળતી માહિતી અનુસાર, પ્રિયંકાએ પોતાના નિવાસસ્થાને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. જોકે, ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ મળી આવી છે કે, કેમ અને આત્મહત્યા પાછળ અંગત કારણ જવાબદાર છે કે કામનું ભારણ, તે હજુ સુધી જાણી શકાયું નથી. બાપોદ પોલીસે તપાસ હાથ ધરી આ મામલે બાપોદ પોલીસ મથકમાં અકસ્માતે મોતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસે મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે ખસેડીને આગળની તપાસ શરૂ કરી છે. પ્રિયંકાના સાથી કર્મચારીઓ અને પરિવારજનોની પૂછપરછ બાદ જ આત્મહત્યાનું સાચું કારણ બહાર આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. આ પણ વાંચો - Vadodara News: શિનોરમાં ધૂળેટીના પર્વને લઈ નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ

Read Full Story arrow_forward
Gandhinagar News: સચિવાલયમાં બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ
calendar_today March 5, 2026

Gandhinagar News: સચિવાલયમાં બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ

ગુજરાતમાં એપાર્ટમેન્ટ અને ફ્લેટમાં લિફ્ટ ખોટકાઈ જવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. લિફ્ટનું મેન્ટેનેન્સ નહીં હોવાને કારણે લોકોના જીવ જોખમમાં મુકાતા હોય છે. ત્યારે હવે ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઈ હોવાનો મામલો સામે આવ્યો છે. સચિવાલયના બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ હોવાની વિગતો સામે આવી છે. ખોટકાયેલી લિફ્ટને તાત્કાલિક શરૂ કરવા કવાયત હાથ ધરાઈ છે. ગાંધીનગરના સચિવાલયમાં લિફ્ટ ખોટકાઇ ગાંધીનગર સચિવાલયમાં સમગ્ર રાજ્યમાંથી લોકો સરકારી કામ માટે આવતા હોય છે. રોજેરોજ હજારો લોકો પોતાની કામગીરી માટે આવતા હોય છે. ત્યારે સરકારી વિભાગોમાં પણ લોકોની અવરજવર વધુ રહેતી હોય છે. આ દરમિયાન સચિવાલયના બ્લોક નંબર 14માં 9મા માળે બે લિફ્ટ ખોટકાઈ હતી. આ બ્લોકમાં રાજ્યમાં સૌથી વધુ કામગીરી ધરાવતા માર્ગ મકાન અને શહેરી વિકાસ વિભાગ છે. આ વિભાગમાં કામ અર્થે આવનારા લોકોને બીજા વિભાગમાં જઈને લિફ્ટમાં આવવાની ફરજ પડી હતી. બે લિફ્ટ હોવા છતાં એક સાથે બંને લિફ્ટ ખોટકાઈ હતી. સદનસીબે લિફ્ટમાં કોઈ નહીં હોવાથી જાનહાની ટળી હતી.આ પણ વાંચોઃ Surat: મોટા વરાછામાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, હવામાં ફંગોળાયેલા યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward
Gujarat Weather News: રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે, દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ વધશે
calendar_today March 5, 2026

Gujarat Weather News: રાજ્યમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે, દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ વધશે

રાજ્યમાં ગરમીનું જોર વધશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે, ગરમ પવન ફૂંકાતા વધશે ગરમી અને સૌથી વધુ તાપમાન રાજકોટમાં 39.2 ડિગ્રી નોંધાયું છે.5 જિલ્લાઓમાં 38 ડિગ્રીને પાર તાપમાન પહોંચી ગયું છે, અમદાવાદ, ડીસા, ગાંધીનગરમાં 38 ડિગ્રી, અમરેલી, વડોદરામાં 38 ડિગ્રી તાપમાન સુરત, સુરેન્દ્રનગર, મહુવા, કેશોદમાં 37 ડિગ્રી તો ભુજ, ભાવનગર, વેરાવળમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું રાજ્યના હવામાન વિભાગે ગરમીનું જોર વધવાની આગાહી કરી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદિપ શર્માએ કહ્યું હતું કે, રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે. એક બે દિવસમાં ગરમીના પ્રમાણમાં એકથી બે ડિગ્રીનો વધારો થશે. રાજ્યમાં હાલમાં ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યાં છે. દરિયાઈ વિસ્તારોમાં ઉકળાટ અને ગરમીનો અનુભવ થશે. રાજ્યમાં આજે અને આવતીકાલે ઉકળાટ ભર્યું વાતાવરણ રહેશે. છેલ્લા 24 કલાકમાં રાજકોટમાં સૌથી વધુ 39 ડિગ્રી તાપમાન નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમી વધશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે.રાજ્યમાં ઉરળાટનું પ્રમાણ વધશે. રાજ્યમાં 6 માર્ચે ગરમ પવન ફૂંકાશે.પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે.આગામી સમયમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. આ પણ વાંચોઃ Surat: મોટા વરાછામાં બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત, હવામાં ફંગોળાયેલા યુવકનું મોત, સમગ્ર ઘટના CCTVમાં કેદ

Read Full Story arrow_forward