Vadodara News: વાહન ચોરીના ગુનામાં બે આરોપીઓ જેલના સળિયા પાછળ, 3 વાહનો જપ્ત
વડોદરા શહેર પોલીસ દ્વારા મિલકત વિરોધી ગુનાઓ ડામવા માટે ચલાવવામાં આવી રહેલી ઝુંબેશ અંતર્ગત બે અલગ-અલગ વાહન ચોરીના ભેદ ઉકેલાયા છે. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી બે શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોતાના જ એપાર્ટમેન્ટમાંથી મોપેડ ચોરનાર ઝડપાયો વડોદરાના અકોટા વિસ્તારમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો, જ્યાં આરોપીએ પોતાના જ રહેણાંક એપાર્ટમેન્ટમાંથી વાહનની ચોરી કરી હતી. આરોપીનું નામ તરૂણ ઉપેન્દ્રભાઈ શુક્લા છે. જેણે હીરો ડેસ્ટીની સ્કૂટરની ચોરી કરી હતી. પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી આરોપી તરૂણ શુક્લાની ધરપકડ કરી છે અને ચોરીનું મોપેડ કબજે કર્યું છે. ફતેગંજ અને છાણી વિસ્તારનો વાહન ચોર દબોચાયો બીજા કિસ્સામાં પોલીસે વડોદરાના ફતેગંજ અને છાણી જકાત નાકા વિસ્તારમાં સક્રિય વાહન ચોરને ઝડપી પાડ્યો છે. આરોપીનું નામ હિતેશભાઈ પ્રતાપભાઈ પરમાર છે. આ આરોપીએ કુલ 02 મોટર સાયકલની ચોરી કરી હતી. હિતેશ પરમારની પૂછપરછમાં ફતેગંજ અને છાણી જકાત નાકા પાસેથી ચોરી કરેલી બે મોટરસાયકલોના ગુનાનો ભેદ ઉકેલાયો છે. પોલીસે બંને વાહનો જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી છે. આ પણ વાંચો - Vadodara News: સમા કેનાલમાં ન્હાવા પડેલા બે યુવકો પૈકી એક તણાયો
Read Full Story arrow_forward