android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Nishant Kumar પાંચ માર્ચના રોજ JDUમાં જોડાશે, Nitish Kumarના મંત્રીએ કર્યો દાવો
calendar_today March 4, 2026

Nishant Kumar પાંચ માર્ચના રોજ JDUમાં જોડાશે, Nitish Kumarના મંત્રીએ કર્યો દાવો

મુખ્યમંત્રી નીતિશ કુમારની રાજ્યસભા બેઠકની જાહેરાત થવાની ચર્ચાએ જોર પકડ્યુ છે. સત્તા સંભાળવાની હાકલ નીતીશ કુમારના પુત્ર નિશાંત 5 માર્ચે JDUમાં જોડાશે. JDUના ઘણા વરિષ્ઠ નેતાઓ અને મંત્રીઓ રાજ્યસભાને બદલે નીતીશ કુમારને રાજ્યની સત્તા સંભાળવાની હાકલ કરી છે. ત્યારે જામા ખાને કહ્યું છે કે, તેમની રાજ્યસભા બેઠક અને નિશાંતના JDUમાં જોડાવાથી પક્ષ મજબૂત થશે. અને યુવા વિચાર પર અમલ કરવામાં આવશે. સાથે જ પક્ષને નવી ઉર્જા મળશે. રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ બિહારના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. નીતીશ કુમારની રાજ્યસભા બેઠકના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. ત્યારે JDU ક્વોટામાંથી મંત્રી જામા ખાને દાવો કર્યો છે કે નિશાંતના JDUમાં જોડાવાથી પાર્ટી અને સંગઠન મજબૂત થશે. તેમણે એમ પણ કહ્યું કે તેઓ ઈચ્છે છે કે નીતીશ કુમાર રાજ્યસભામાં જાય. અને રાષ્ટ્રીય રાજકારણમાં પોતાનો દબોદબો બનાવે.સત્તા પરિવર્તન માટે સંભવિત મોડેલ દશકોથી બિહારના રાજકારણમાં ચાણક્યની ભૂમિકા ભજવનારા નીતીશ કુમાર હવે પોતાનો વારસો આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરના વિકાસ અને NDAમાં ચર્ચાઓના આધારે, બિહારમાં સત્તાના હસ્તાંતરણ માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો અને રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે પટનામાં યોજાનારી NDA વિધાનસભા પક્ષની બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. આ પણ વાંચોઃ Ali Khameneiની દફનવિધી મુલતવી રખાઇ, Iran ટૂંક સમયમાં જાહેર કરશે નવી તારીખ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : રાજ્યમાં ધૂળેટી પર્વે માતમ છવાયું, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા
calendar_today March 4, 2026

Gujarat Latest News Live : રાજ્યમાં ધૂળેટી પર્વે માતમ છવાયું, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા
calendar_today March 4, 2026

Ahmedabad : રાજ્યભરમાં ધૂળેટી પર્વે માતમ, ડૂબી જવાથી 18થી વધુના મોત, 3796 ઇમરજન્સીના કેસ નોંધાયા

રાજ્યભરમાં આ લખાય છે ત્યાં સુધી ધૂળેટીના તહેવારમાં નદી કે તળાવમાં ડૂબી જવાના કારણે વિવિધ સ્થળો પર 18થી વધુ વ્યક્તિના મોત થયા હોવાનું બહાર આવી રહ્યું છે. 108 ઇમરજન્સી દ્વારા મળેલા આંકડા મુજબ સાંજે 6 વાગ્યા સુધી રાજ્યમાં 3796 ઇમરજન્સી કેસ નોંદાયા હતા જ્યારે ગયા વર્ષે 3266 ઇમરજન્સી કેસ નોંધાયા હતા જેથી આ વર્ષે ઇમરજન્સી કેસોમાં 530 કેસનો વધારો જોવા મળ્યો છેસાબરમતીમાં ડૂબી જવાથી ચાર ના મોત અમદાવાદની સાબરમતી નદીમાં પણ ડૂબી જવાના કારણે 3 યુવકના સ્થળ પર જ મોત થયા હતા જ્યારે એક યુવકનું સારવાર દરમિયાન મોત થયું હતું. યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું મૃતક યુવકો કુબેરનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે અને આજે ધૂળેટીના દિવસે રિવરફ્રન્ટ પર યુવકો નાહવા પડ્યા હતા. મૃતક યુવકોના નામ દુર્ગેશ કોળી, સાહિલ કોળી, સની યાદવ અને પિયુષ હોવાનું સામે આવ્યું છે. ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું હતું અને ચારેય યુવકને બહાર કાઢ્યા હતા જે પૈકી ત્રણનું મોત થઇ ચુક્યું હતું જ્યારે એક યુવકે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. તમામના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે.આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

Read Full Story arrow_forward