android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Porbandar News: ઘોડાદરના ગંજપીર ધામે 5000 કિલો ખજૂરનો પ્રસાદ ચડાવાયો, એકતા અને આસ્થાનો અનોખો સંગમ
calendar_today March 4, 2026

Porbandar News: ઘોડાદરના ગંજપીર ધામે 5000 કિલો ખજૂરનો પ્રસાદ ચડાવાયો, એકતા અને આસ્થાનો અનોખો સંગમ

પોરબંદર જિલ્લાના માધવપુર નજીક આવેલા ઘોડાદર ગામ આજે આસ્થા અને કોમી એકતાના રંગે રંગાયું હતું. અહીં ગંજપીર ધામ તરીકે ઓળખાતી પવિત્ર જગ્યા પર હજારો વર્ષ જૂની પરંપરા મુજબ ભવ્ય મેળો અને પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ધામની વિશેષતા એ છે કે, અહીં શ્રદ્ધાળુઓ ખજૂર અર્પણ કરીને પોતાની માનતા પૂરી કરે છે.5000 કિલો ખજૂરનો પ્રસાદ અને અનોખો નિયમ ગંજપીર દાદાના દરબારમાં દર વર્ષે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ અંદાજે 5000 કિલો જેટલો ખજૂરનો પ્રસાદ એકઠો થયો હતો. જોકે, આ સ્થળની એક અત્યંત રોચક અને વર્ષો જૂની પરંપરા છે. પ્રસાદીમાં આવેલી ખજૂર કોઈ પણ વ્યક્તિ ગામની બહાર લઈ જઈ શકતું નથી. શ્રદ્ધાળુઓ ગંજપીર ધામના પટાંગણમાં બેસીને ગમે તેટલો પ્રસાદ ગ્રહણ કરી શકે છે, પરંતુ તેને ગામની સીમા ઓળંગાવી શકાતી નથી. હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગંજપીર ધામ માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે હિન્દુ અને મુસ્લિમ સમાજની એકતાનું અજોડ પ્રતીક છે. બંને ધર્મના લોકો અહીં શિશ નમાવે છે અને ગંજપીર દાદાની મનોકામના પૂર્ણ કરવા માટે ખજૂરની માનતા માને છે. મેળાના પટાંગણમાં હજારો લોકોએ પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. આ અનોખી પરંપરાને કારણે ઘોડાદર ગામનું ગંજપીર ધામ સમગ્ર સૌરાષ્ટ્રમાં આસ્થાનું કેન્દ્ર બન્યું છે. આ પણ વાંચો - Porbandar News : પોરબંદરમાં હોળી બાદ મહેર સમાજની અનોખી ઐતિહાસિક પંરપરા, મણિયારો રાસ ફરીથી એક વાર ભવ્ય રીતે રમાયો

Read Full Story arrow_forward
Amreli : ખાંભા તાલુકાના નાના બારમણ ગામે યુવાને આપઘાત કર્યો, પોલીસ તપાસ શરુ
calendar_today March 4, 2026

Amreli : ખાંભા તાલુકાના નાના બારમણ ગામે યુવાને આપઘાત કર્યો, પોલીસ તપાસ શરુ

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના નાના બારમણ ગામમાં એક દુઃખદ ઘટના ઘટી છે, જ્યાં એક યુવાને આપઘાત કરી લીધી છે જેથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું ગામના અજય અર્જુન પરમાર (ઉ.વ. 28) નામના યુવાને પોતાના ઘરે જ્યારે કુટુંબના કોઈપણ સભ્ય હાજર ન હતા, ગળે ફાંસો ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યું હતું પોલીસ તપાસ શરુ ઘટના અંગેની જાણ કરતાં, ખાંભા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે રાજુલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. પોલીસ સમગ્ર બનાવની તપાસ શરુ કરી હતી..આ પણ વાંચો---    Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

Read Full Story arrow_forward
CM Nitish Kumar હવે રાષ્ટ્રીય રાજકારણમાં કરી શકે છે પ્રવેશ, રાજ્યસભા ચૂંટણી અંગે શરુ થઇ અટકળો
calendar_today March 4, 2026

CM Nitish Kumar હવે રાષ્ટ્રીય રાજકારણમાં કરી શકે છે પ્રવેશ, રાજ્યસભા ચૂંટણી અંગે શરુ થઇ અટકળો

નિશાંત કુમારને બિહારના ડેપ્યુટી સીએમ નિયુક્ત કરવામાં આવી શકે છે. NDA વિધાનસભા પક્ષની બેઠક બિહારમાં રાજકીય ભૂકંપ સર્જાઇ શકે છે. પટનામાં NDA વિધાનસભા પક્ષની બેઠકમાં આ ઘટનાક્રમને અંતિમ સ્વરૂપ આપવામાં આવી શકે છે. JDUના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સંજય ઝા દિલ્હીથી પટના પહોંચ્યા અને મુખ્યમંત્રી નીતીશ કુમાર સાથે વાતચીત કરી હતી. કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ, જેને લલ્લન સિંહ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પણ દિલ્હીથી પટના પહોંચશે. સત્તા પરિવર્તન માટે સંભવિત મોડેલ દશકોથી બિહારના રાજકારણમાં ચાણક્યની ભૂમિકા ભજવનારા નીતીશ કુમાર હવે પોતાનો વારસો આગામી પેઢીને સોંપવાની તૈયારી કરી રહ્યા છે. તાજેતરના વિકાસ અને NDAમાં ચર્ચાઓના આધારે, બિહારમાં સત્તાના હસ્તાંતરણ માટે એક વ્યાપક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. સૂત્રો અને રાજકીય વિશ્લેષકો સૂચવે છે કે પટનામાં યોજાનારી NDA વિધાનસભા પક્ષની બેઠકમાં નીચેના મુખ્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની સંભાવના છે. નિશાંતનો રાજકારણમાં પ્રેવશ નીતીશ કુમાર મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી શકે છે અને દિલ્હીના રાજકારણમાં સક્રિય થઈ શકે છે. તેઓ JDU ક્વોટામાંથી રાજ્યસભામાં ચૂંટાઈ શકે છે, જે કેન્દ્રમાં તેમની ભૂમિકાને વધુ વધારશે. નીતીશ કુમારના પુત્ર, નિશાંત કુમાર, બિહારના નાયબ મુખ્યમંત્રી તરીકે સક્રિય રાજકારણમાં સામેલ થઈ શકે છે. JDUના ઘણા વરિષ્ઠ મંત્રીઓ અને નેતાઓએ નિશાંતના રાજકારણમાં પ્રવેશનું જાહેરમાં સ્વાગત કર્યું છે. આ પણ વાંચોઃ સપ્ટેમ્બરમાં નક્કી કરાયો હતો ઈરાન પરનો હુમલો, પેન્ટાગોને બનાવી હતી આ મિશન માટે ખાસ ટીમ

Read Full Story arrow_forward