android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surendranagar News : આવતીકાલે ધ્રાંગધ્રા ખાતે અંદાજે રૂ.10.35 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે
calendar_today March 4, 2026

Surendranagar News : આવતીકાલે ધ્રાંગધ્રા ખાતે અંદાજે રૂ.10.35 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે

આ પ્રવાસ દરમિયાન તેઓ સાયલા અને ધ્રાંગધ્રા ખાતે વિવિધ વિકાસલક્ષી સમીક્ષા બેઠકો યોજશે તેમજ કરોડો રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મંત્રીના નિર્ધારિત કાર્યક્રમ મુજબ, સાયલા મામલતદાર કચેરીના સભાખંડ ખાતે મંત્રીશ્રીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાશે. આ બેઠકમાં વિકાસશીલ તાલુકા એવા ચોટીલા, સાયલા અને થાનગઢના વર્ષ ૨૦૨૫-૨૬ અને ૨૦૨૬-૨૭ ના આયોજન અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવશે. ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ત્યારબાદ, મંત્રી ધ્રાંગધ્રા નગરપાલિકાની મુલાકાત લેશે, જ્યાં ચીફ ઓફિસર અને પદાધિકારીઓ સાથે બેઠક યોજી શહેરના વિકાસ કામોની પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન જોગાસર તળાવ ખાતે વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમૃત ૨.૦ યોજના અંતર્ગત અંદાજે રૂ. ૪.૦૦ કરોડના ખર્ચે થયેલ જોગાસર તળાવ અને ગાર્ડન ડેવલપમેન્ટના કામોનું મંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે આ ઉપરાંત, મંત્રી દ્વારા ધ્રાંગધ્રા શહેર માટે સ્વચ્છ ભારત મિશન અને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ અંદાજે રૂ. ૬.૩૫ કરોડના વિવિધ પ્રકલ્પોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. આમ, પ્રભારી મંત્રીના આ પ્રવાસથી જિલ્લામાં અંદાજે રૂ. ૧૦.૩૫ કરોડથી વધુના વિકાસલક્ષી કાર્યોને વેગ મળશે. આ પણ વાંચો : Mehsana News : અમદાવાદ-મહેસાણા હાઇવે પર કાર પલટી મારી ગઈ પણ, Anti Narcotics Task Forceસે ડ્રગ્સ તો ઝડપી જ પાડયું 

Read Full Story arrow_forward
Botad News: સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીનો મંત્રી હનીફ કુરેશી સભાસદોના 25 લાખ લઈ ફરાર
calendar_today March 4, 2026

Botad News: સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટીનો મંત્રી હનીફ કુરેશી સભાસદોના 25 લાખ લઈ ફરાર

બોટાદમાં ક્રેડિટ સોસાયટીમાં ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. મંત્રી હનિફ કુરેશી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સભાસદોના 25 લાખ રૂપિયા લઈ મંત્રી ફરાર થયો છે. હનીફ સોસાયટીની ઓફિસે તાળા મારી ગાયબ થયો છે. પોલીસે વિવિધ કલમો હેઠળ હનીફ કુરેશી વિરુધ ગુનો દાખલ કર્યો છે.હનીફ સોસાયટીની ઓફિસે તાળા મારી થયો ગાયબ બોટાદ સૌરાષ્ટ્ર ક્રેડિટ કો.ઓ.સોસાયટીના મંત્રી હનીફ કુરેશીએ સભાસદોના ખાતામાંથી ઉચાપત કરી હોવાની ફરીયાદ નોંધાઈ છે. હનીફ હમીર કુરેશીએ સોસાયટીના પ્રમુખ સહિત 11 જેટલા સભાસદો સાથે ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. સોસાયટીના મંત્રી હનીફ કુરેશીએ સભાસદોએ આપેલ થાપણની રકમ ખાતામાં ઓછી દેખાડી ખાતામાંથી 25.80 લાખ રૂપિયાની ઉચાપત કરી છે. હનીફ કુરેશી ઉચાપત કરી સોસાયટીની ઓફિસને તાળા મારી ફરાર થયો છે.સોસાયટીના પ્રમુખ કિશોરભાઈ કાપડીયાએ હનીફ કુરેશી વિરુદ્ધ પોલીસ ફરીયાદ નોધાવી અને કડક કાર્યવાહી કરવા માગ કરી છે.આ પણ વાંચોઃ Gir Somnath News: પોલીસે દરોડા પાડીને બે વર્ષ જૂનો 16 હજાર લીટર ભેળસેળયુક્ત કેરીના રસનો જથ્થો ઝડપ્યો

Read Full Story arrow_forward
Gujarat Latest News Live : ધૂળેટીના દિવસે દારૂના મુદ્દામાલ સાથે પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લોકોનો હોબાળો, ધારાસભ્ય કિરિટ પટેલે પોલીસ કર્મીને ખખડાવ્યા
calendar_today March 4, 2026

Gujarat Latest News Live : ધૂળેટીના દિવસે દારૂના મુદ્દામાલ સાથે પાટણના સરસ્વતી પોલીસ સ્ટેશનમાં લોકોનો હોબાળો, ધારાસભ્ય કિરિટ પટેલે પોલીસ કર્મીને ખખડાવ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 04 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward