android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat News: PM મોદી યુદ્ધ રોકાવીને પણ લોકોને પાછા લાવ્યા છે, હવે ફ્લાઈટ શરૂ થતાં લોકો પરત આવી રહ્યાં છે: હર્ષ સંઘવી
calendar_today March 4, 2026

Surat News: PM મોદી યુદ્ધ રોકાવીને પણ લોકોને પાછા લાવ્યા છે, હવે ફ્લાઈટ શરૂ થતાં લોકો પરત આવી રહ્યાં છે: હર્ષ સંઘવી

આજે ધુળેટીના પર્વ નિમિત્તે દેશ ભરમા રંગોત્સવની ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીપલોદમાં ભારતી મેયા આનંદ ધામની મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભગવાનના દર્શન કરીને વૃદ્ધો સાથે ધુળેટીનો તહેવાર ઉજવ્યો હતો. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને લોકોને પરત લાવ્યા હતાં આ દરમિયાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે થઈ રહેલા યુદ્ધમાં વિવિધ દેશોમાં ફસાયેલા લોકોને પાછા લાવવાની વ્યવસ્થા કરાશે. ભારત પ્રથમ દેશ છે જે વિકટ સ્થિતિમાં લોકોને પરત લાવવામાં સફળ થયો છે. વડાપ્રધાન મોદીએ યુદ્ધ રોકાવીને ભારતીયોને વતનમાં પરત લાવ્યા હતાં. તેઓ વિકટ સ્થિતિમાં પણ લોકોનો સાથ નથી છોડતા. હવે આ સ્થિતિમાં પણ ફ્લાઈટ શરૂ થઈ ગઈ છે અને લોકો પરત ફરી રહ્યાં છે. વડીલોની જવાબદારી આપણા સૌની છે તેમણે ઉમેર્યું હતું કે, પોતાનું આખુ જીવન ચંપલ ઘસીને દીકરા દીકરીના ચહેરા પર હાસ્ય લાવવાનું કામ કર્યું તેમને આખું જીવન આપનારની હાલત કેવી છે એ જોઈને ખૂબજ દુઃખ થાય છે. નાયબ મુખ્યમંત્રીએ આ વેળાએ એક બીજાને રંગીને માતા પિતાને ખુશ રાખવા માટે યુવાનોને માર્ગદર્શન આપ્યું હતું. તેમણ કહ્યું હતું કે, વડીલોની જવાબદારી આપણા સૌની છે. વૃદ્ધજનોના જીવનમાં પણ ખુશીઓ આવે અને તેમની દરેક સમસ્યાઓનો નિકાલ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. આ પણ વાંચોઃ Vadodara News: શિનોરમાં ધૂળેટીના પર્વને લઈ નર્મદા નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ

Read Full Story arrow_forward
યુદ્ધ વચ્ચે ઇરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ભારત સરકારને ગુહાર, કહ્યું અમે સેફ નથી અમને બચાવી લો
calendar_today March 4, 2026

યુદ્ધ વચ્ચે ઇરાનમાં ફસાયેલા વિદ્યાર્થીઓની ભારત સરકારને ગુહાર, કહ્યું અમે સેફ નથી અમને બચાવી લો

ઈરાન-ઈઝરાયલ યુદ્ધે ઈરાનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે ગંભીર પડકાર ઉભો કર્યો છે. આશરે 10,000 થી 15,000 ભારતીય વિદ્યાર્થીઓ ઈરાનમાં છે, જેમના પરિવારો ભારતમાં રહે છે. તેઓ ત્યાં તબીબી અભ્યાસ કરે છે. મોટાભાગના વિદ્યાર્થીઓ તેહરાન, શિરાઝ અને અન્ય ઈરાની શહેરોમાં અભ્યાસ કરે છે. ભારતીય દૂતાવાસ આ વિદ્યાર્થીઓને કોમ શહેરમાં ખસેડવાનું કામ કરી રહ્યું છે, જ્યારે આશરે 110 વિદ્યાર્થીઓ હજુ પણ ઈરાનના ઉર્મિયામાં ફસાયેલા છે. વિદ્યાર્થીઓના જણાવ્યા મુજબ, દૂતાવાસે તેમને ત્યાં જ રહેવા કહ્યું છે. વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ પરંતુ હવે, આ વિદ્યાર્થીઓ માટે જીવન મૃત્યુનો સામનો કરવા જેવું બની ગયું છે.વિદ્યાર્થીઓએ પોતાની આપવીતી શેર કરી હતી, તેમના રહેણાંકમાં જ 100 મીટરની અંદર પણ બોમ્બ ફેંકવામાં આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર એક વિડિઓ શેર કરતા, વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમના રૂમની બહારથી ધુમાડો અને વિસ્ફોટ કેવી રીતે સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. ઇઝરાયલી હુમલો પહેલા 50 કિમી દૂર થયો હતો, પછી 5 કિમી દૂર, બાદમાં 1 કિમી દૂર બોમ્બ પડ્યા હતા, અને હવે 100 મીટર પર પડી રહ્યા છે. હાલમાં, બધા વિદ્યાર્થીઓ ડરી ગયા છે અને પોતાના વતન ભારત પાછા ફરવા માંગે છે. વિદ્યાર્થીઓ કહે છે કે તેમના પરિવારો પણ ખૂબ ચિંતિત છે, અને ઘરે શોક છે. "અમે સુરક્ષિત નથી, કૃપા કરીને અમને બચાવો, ભારત સરકાર" વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ દૂતાવાસના સંપર્કમાં છે, પરંતુ તેમણે તેમને પોતાનું ધ્યાન રાખવા કહ્યું. અમે ટૂંક સમયમાં તમારો સંપર્ક કરીશું. હાલમાં તેહરાન, શિરાઝના વિદ્યાર્થીઓને સલામત સ્થળે લઈ જવાનું કામ ચાલી રહ્યું છે, જ્યારે અમે 110 વિદ્યાર્થીઓ છીએ જે સરહદ નજીક છે, અમે બધા યુપી, બિહાર, કેરળ, મુંબઈ, પુણે, કાશ્મીર વગેરેના વિદ્યાર્થીઓ છીએ. સરકાર, કૃપા કરીને અમને બચાવો, જેમ તમે પહેલા અમને બચાવ્યા હતા, અમને આશા છે કે સરકાર અમારી મદદ કરશે. ભારતીય દૂતાવાસે આપી સલાહ જોકે ભારતીય દૂતાવાસે પહેલાથી જ બે સલાહ આપી છે કે ઈરાન શક્ય તેટલું જલ્દી ખાલી કરી દો, પરંતુ અમારી અંતિમ વર્ષની પરીક્ષાઓ હતી જેના કારણે અમે અહીં રોકાયા હતા અને તે સમયે ટિકિટો પણ મોંઘી હતી. અમે વિદેશ મંત્રીને અપીલ કરીએ છીએ કે અમને શક્ય તેટલી વહેલી તકે અહીંથી બહાર કાઢો. આ પણ વાંચોઃ રાષ્ટ્રપતિ મુર્મુ અને PM મોદીએ દેશવાસીઓને અનોખી રીતે પાઠવી હોળીની શુભેચ્છાઓ, જાણો શું થાય છે શ્લોકનો અર્થ ?

Read Full Story arrow_forward
Iran Crisis: PM મોદીની તેલ અવીવ મુલાકાત બાદ લેવાયો હુમલાનો નિર્ણય, ઇઝરાયલી રાજદૂતનો મોટો ખુલાસો
calendar_today March 4, 2026

Iran Crisis: PM મોદીની તેલ અવીવ મુલાકાત બાદ લેવાયો હુમલાનો નિર્ણય, ઇઝરાયલી રાજદૂતનો મોટો ખુલાસો

ભારતમાં ઈઝરાયલના રાજદૂત રુવેન અઝારે તાજેતરમાં પ્રતિષ્ઠિત મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં એક ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે ઈરાન પર ઈઝરાયલ અને અમેરિકાની સંયુક્ત લશ્કરી કાર્યવાહી માટેનો "યોગ્ય સમય" ત્યારે જ મળ્યો જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઈઝરાયલની તેમની સત્તાવાર મુલાકાત પૂર્ણ કરીને સ્વદેશ પરત ફર્યા હતા.મુલાકાત દરમિયાન કોઈ નિર્ણય લેવાયો નહોતો રાજદૂત અઝારે સ્પષ્ટતા કરી હતી કે પીએમ મોદી જ્યારે 25 અને 26 ફેબ્રુઆરીએ તેલ અવીવમાં હતા, ત્યારે ઈરાન પર હુમલો કરવાનો કોઈ અંતિમ નિર્ણય લેવામાં આવ્યો નહોતો. મુલાકાત દરમિયાન પ્રાદેશિક સ્થિતિ અને ભારત-ઈઝરાયલ વચ્ચેની "ખાસ વ્યૂહાત્મક ભાગીદારી" પર ચર્ચા થઈ હતી, પરંતુ સુરક્ષાના કારણોસર કોઈપણ સંભવિત લશ્કરી હુમલાની માહિતી શેર કરવામાં આવી નહોતી. ઓપરેશન એપિક ફ્યુરી વડાપ્રધાન મોદીના પરત ફર્યાના બે દિવસ બાદ પરિસ્થિતિનું ગંભીર વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. શનિવારે સવારે ઈઝરાયલના સુરક્ષા મંત્રીમંડળે હુમલાને મંજૂરી આપી અને 28 ફેબ્રુઆરીના રોજ અમેરિકા સાથે મળીને ઈરાન પર હુમલો કરવામાં આવ્યો. આ લશ્કરી ઓપરેશનને "ઓપરેશન એપિક ફ્યુરી" નામ આપવામાં આવ્યું હતું. ભારે જાનહાનિ અને અલી ખામેનેઇનું મૃત્યુ આ સંયુક્ત હુમલામાં ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક વ્યૂહાત્મક સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા. અહેવાલો મુજબ, આ હુમલામાં 1000થી વધુ લોકોના મોત થયા છે. સૌથી મહત્વની વાત એ છે કે ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેની અને તેમના પરિવારના સભ્યોનું પણ આ હુમલામાં મૃત્યુ થયું હોવાનું કહેવાય છે. ભારત અને ઈઝરાયલ વચ્ચે આ મુલાકાત દરમિયાન 17 મહત્વના કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જે બંને દેશોના મજબૂત થતા સંબંધોનું પ્રતીક છે. આ પણ વાંચોઃ યુદ્ધ વચ્ચે Iran માં ફસાયેલા વિદ્યાર્થીઓની ભારત સરકારને ગુહાર, કહ્યું અમે સેફ નથી અમને બચાવી લોs

Read Full Story arrow_forward