android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Weather News: રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે, ઉકળાટ વધવાની શક્યતા
calendar_today March 3, 2026

Gujarat Weather News: રાજ્યમાં આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે, ઉકળાટ વધવાની શક્યતા

ગુજરાતમાં શિયાળાની વિદાય બાદ અંગ દઝાડતી ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ધોમધખતો તડકો લાગતાં લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. હજી શરૂઆતમાં જ આટલી ગરમી છે તો આગામી દિવસોમાં કેટલી ગરમીનો અનુભવ થશે એ આગામી દિવસોમાં અહેસાસ થશે. હવામાન વિભાગે રાજ્યમાં ગરમીમાં વધારો થવાની આગાહી કરી છે. પવનની દિશા બદલાતા રાજ્યમાં ગરમીમાં વધારો થશે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ સુધી વાતાવરણ સુકૂ રહેશે. ગરમીનો પારો વધવાની શક્યતાઓ હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં અપર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આગામી સાત દિવસ વાતાવરણ સૂકુ રહેશે. રાજ્યમાં ઉરળાટનું પ્રમાણ વધશે. રાજ્યમાં 4થી6 માર્ચે ગરમ પવન ફૂંકાશે.પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 36.05, ડીસા અને ગાંધીનગરમાં 36.05, વડોદરામાં 35.02, સુરતમાં 34 ડિગ્રી, ભુજમાં 35 ડિગ્રી, કંડલામાં 35 ડિગ્રી, ભાવનગરમાં 33.02 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 35.08 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આગામી સમયમાં કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં ગરમીનો પારો વધવાની શક્યતાઓ સેવાઈ રહી છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેશે હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં આ વર્ષે વરસાદ સારા પ્રમાણમાં થશે. માર્ચ મહિનામાં ગરમી વધતાં સારો વરસાદ આવશે. રાજ્યમાં મહત્તમ તાપમાન સામાન્યથી વધુ રહેશે. માર્ચમાં કચ્છ અને દ્વારકામાં અસહ્ય ઉકળાટનો અનુભવ થશે. ઉત્તર ગુજરાતમાં 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. મધ્ય ગુજરાતમાં પણ 40 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાશે. જ્યારે માર્ચ મહિનામાં જ પ્રિમોન્સૂન એક્ટિવિટીની શક્યતાઓ છે.બીજી તરફ હાલમાં પવનની દિશા બદલાતા ગરમીમાં વધારો થશે. આ પણ વાંચોઃ Oil Crisis: તેલની અછતને પહોંચી વળવા માટે ભારતનો શું છે માસ્ટર પ્લાન?, જાણો

Read Full Story arrow_forward
US Israel war on Iran Live : ઈરાનમાં યુદ્ધની વચ્ચે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, બોમ્બમારા વચ્ચે લોકો ડરીને ઘરની બહાર ભાગ્યા
calendar_today March 3, 2026

US Israel war on Iran Live : ઈરાનમાં યુદ્ધની વચ્ચે 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો, બોમ્બમારા વચ્ચે લોકો ડરીને ઘરની બહાર ભાગ્યા

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 03 માર્ચના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Oil Crisis: તેલની અછતને પહોંચી વળવા માટે ભારતનો શું છે માસ્ટર પ્લાન?, જાણો
calendar_today March 3, 2026

Oil Crisis: તેલની અછતને પહોંચી વળવા માટે ભારતનો શું છે માસ્ટર પ્લાન?, જાણો

જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો દેશોના તેલ ભંડાર ખાલી થઈ જશે. ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો મધ્ય પૂર્વમાં યુદ્ધ હવે એક અલગ વળાંક પર આવ્યુ છે. ઈરાને સાઉદી અરેબિયાની તેલ રિફાઇનરીઓ પર ગોળીબાર કર્યો છે અને એવી પણ જાહેરાત કરી છે કે હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા કોઈપણ તેલ ટેન્કર અથવા જહાજ પર હુમલો કરવામાં આવશે. આ એ જ કોરિડોર છે જેના દ્વારા વિશ્વની 20% ઉર્જા આયાત અને ભારતની 50% ક્રૂડ ઓઇલ આયાત થાય છે. પરિણામે, વૈશ્વિક તેલ કટોકટી વધુ ઘેરી બનતી દેખાય છે. જેના કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ભારતની શું છે યોજના ? ભારત હોર્મુઝ સ્ટ્રેટના અવરોધને કારણે થતી કટોકટીની તેલની અછતને પહોંચી વળવા માટે પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવા વિચાર કરી રહ્યુ છે. રશિયાથી ક્રૂડ ઓઇલની આયાત વધારવા અને LPG રેશનિંગ જેવા માંગ-વ્યવસ્થાપન પગલાં લાગુ કરવા સહિત અનેક કટોકટી વિકલ્પો પર તર્ક-વિતર્ક કરાઇ રહ્યા છે. તેલ નિકાસ પર પ્રતિબંધ સરકાર પહેલા પેટ્રોલ અને ડીઝલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી છે. કારણ કે ભારત તેના લગભગ એક તૃતીયાંશ પેટ્રોલ, એક ચતુર્થાંશ ડીઝલ અને લગભગ અડધા ઉડ્ડયન ઇંધણની નિકાસ કરે છે. સૌથી મોટી સમસ્યા LPG છે. ભારત તેના વપરાશના લગભગ બે તૃતીયાંશ માટે આયાત પર આધાર રાખે છે અને તેની પાસે મર્યાદિત ઇન્વેન્ટરી છે. ભારત તેના LPGના 85 થી 90 ટકા આયાત કરે છે. આ યુદ્ધ કેટલો સમય ચાલશે? ઈરાનની સૈન્ય અને ટેકનોલોજી અમેરિકા અને ઇઝરાયલ કરતા ઘણી હલકી ગુણવત્તાવાળા છે. પરિણામે, આ સંઘર્ષ લાંબો સમય ચાલવાની શક્યતા નથી. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે, યુદ્ધ ચાર અઠવાડિયા સુધી ચાલી શકે છે. આ દરમિયાન તેલ મંત્રી હરદીપ પુરી દ્વારા એક્સ-રે સિસ્ટમની સમીક્ષા બાદ, તેલ મંત્રાલયે જણાવ્યું હતું કે તે સતત બદલાતી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને દેશમાં મુખ્ય પેટ્રોલિયમ ઉત્પાદનોની ઉપલબ્ધતા અને પોષણક્ષમતા સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેશે. આ પણ વાંચોઃ ઇરાનના ગેરાસમાં 4.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

Read Full Story arrow_forward