ડિજિટલ દુનિયાના 'કિંગ' બન્યા PM મોદી, યુટ્યુબ પર 30 મિલિયન સબસ્ક્રાઇબર્સનો વર્લ્ડ રેકોર્ડ
ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કરી દીધું છે કે માત્ર જમીન પર જ નહીં, પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ પર પણ તેમની લોકપ્રિયતા અજોડ છે. તાજેતરમાં પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુટ્યુબ (YouTube) પર 30 મિલિયન (3 કરોડ) સબસ્ક્રાઇબર્સનો આંકડો વટાવીને એક નવો વિશ્વ વિક્રમ સ્થાપિત કર્યો છે. આ સિદ્ધિ સાથે તેઓ વિશ્વના કોઈપણ અન્ય રાજકીય નેતા કરતા સબસ્ક્રાઇબર્સની બાબતમાં માઈલો આગળ નીકળી ગયા છે.વૈશ્વિક સ્તરે અભૂતપૂર્વ પ્રભુત્વ ધરાવતા નેતા નરેન્દ્ર મોદીની ડિજિટલ સફર અને તેમની પહોંચ હવે વૈશ્વિક પાવરહાઉસ બની ગઈ છે. ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર (X) અને હવે યુટ્યુબ પર તેમનો વધતો જતો પ્રભાવ દર્શાવે છે કે તેઓ લોકો સાથે સીધો સંવાદ કરવામાં કેટલા સફળ રહ્યા છે. યુટ્યુબ પર 30 મિલિયન સબસ્ક્રાઇબર્સ હોવા એ માત્ર એક આંકડો નથી, પરંતુ તેમની લોકપ્રિયતા અને તેમના સંદેશાની વૈશ્વિક સ્વીકૃતિનું પ્રતીક છે. અન્ય વિશ્વ નેતાઓ સાથે સરખામણી જો આપણે પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સની સંખ્યાની સરખામણી અન્ય શક્તિશાળી દેશોના નેતાઓ સાથે કરીએ, તો તફાવત ચોંકાવનારો છે. બ્રાઝિલના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ જેયર બોલ્સોનારો આ યાદીમાં બીજા ક્રમે હોવા છતાં, પીએમ મોદીના સબસ્ક્રાઇબર્સની સંખ્યા તેમની સરખામણીએ ચાર ગણી વધારે છે. વળી, અમેરિકાના પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરખામણીમાં પીએમ મોદીની ચેનલ પર વ્યુઅરશીપ સાત ગણી વધુ છે. વિશ્વના અગ્રણી નેતાઓના યુટ્યુબ સબસ્ક્રાઇબર્સની સ્થિતિ:નેતાનું નામ દેશસબસ્ક્રાઇબર્સ (અંદાજિત)નરેન્દ્ર મોદીભારત 30 મિલિયન+ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા 4 મિલિયનલુઇઝ ઇનાસિયો લુલા દા સિલ્વા બ્રાઝિલ1.6 મિલિયનઝેલેન્સકી યુક્રેન 1.4 મિલિયનનાયબ બુકેલે અલ સાલ્વાડોર 5,79,000એમેન્યુઅલ મેક્રોન ફ્રાન્સ 3,91,000જ્યોર્જિયા મેલોની ઇટાલી 1,58,000આ પણ વાંચોઃ Afghanistan Pakistan War: અફઘાન સેનાએ પાકિસ્તાની 25 ચોકીઓ પર કર્યો કબજો!
Read Full Story arrow_forward