android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Surat: રાત્રિના સમયે બે કારખાનામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી
calendar_today March 3, 2026

Surat: રાત્રિના સમયે બે કારખાનામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી

સુરત શહેરમાં ગત રાત્રિના સમયે આગની બે અલગ-અલગ ઘટનાઓ સામે આવી છે. શહેરના ભટાર રોડ અને વેડરોડ વિસ્તારમાં આવેલા બે કારખાનાઓમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ દુર્ઘટનામાં મશીનરી અને કાપડનો મોટો જથ્થો બળીને ખાખ થઈ ગયો છે.ભટાર અને વેડરોડ પર આગની જ્વાળાઓપ્રથમ ઘટના ભટાર રોડ પર બની હતી, જ્યાં એક એમ્બ્રોઈડરીના કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જ્યારે બીજી ઘટના વેડરોડ વિસ્તારમાં બની હતી, જ્યાં લુમ્સના કારખાનામાં ભીષણ આગ લાગી હતી. રાત્રિના સમયે આગ લાગતા આસપાસના રહિવાસોમાં ગભરાટ ફેલાયો હતો અને લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.ફાયર બ્રિગેડની કામગીરીઘટનાની જાણ થતા જ સુરત ફાયર વિભાગનો મોટો કાફલો અલગ-અલગ ફાયર સ્ટેશનોથી ઘટનાસ્થળે દોડી ગયો હતો. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મેળવી હતી. જોકે, કાપડ અને કેમિકલ જેવી જ્વલનશીલ વસ્તુઓને કારણે આગ ઝડપથી પ્રસરી હતી.ભારે નુકસાન, જાનહાનિ ટળીઆ ભીષણ આગમાં કારખાનામાં રહેલી મોંઘીદાટ એમ્બ્રોઈડરી અને લુમ્સની મશીનરીઓ તેમજ તૈયાર અને કાચું કાપડ બળીને રાખ થઈ ગયું છે. પ્રાથમિક અંદાજ મુજબ લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાની આશંકા છે. સદનસીબે, રાત્રિના સમયે કારખાનામાં કોઈ શ્રમિક હાજર ન હોવાથી મોટી જાનહાનિ ટળી છે.આ પણ વાંચો: Ahmedabad: નશાના કાળા કારોબારનો પર્દાફાશ, ANTF એ રિક્ષામાંથી 3000 નશાકારક ગોળીઓ ઝડપી પાડી

Read Full Story arrow_forward
Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે વટવા GIDCમાંથી 1.81 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપ્યો, એક આરોપીની ધરપકડ
calendar_today March 3, 2026

Ahmedabad News: ક્રાઈમ બ્રાંચે વટવા GIDCમાંથી 1.81 લાખની કિંમતનો બિયરનો જથ્થો ઝડપ્યો, એક આરોપીની ધરપકડ

અમદાવાદમાં દારૂની હેરાફેરીના બનાવો સતત સામે આવી રહ્યાં છે. હોળી ધૂળેટીનો તહેવાર હોવાથી દારૂના કટિંગની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે શહેરમાં ક્રાઈમ બ્રાંચ દ્વારા બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. વટવા જીઆઈડીસીમાંથી બિયરના એક હજાર કરતા વધુ ટીન ઝડપાયા છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે બિયરનો જથ્થો ઝડપ્યો અમદાવાદ ક્રાઈમ બ્રાંચ દ્વારા વટવા GIDCમાંથી બિયરના 1.81 લાખની કિંમતના એક હજારથી વધુ ટીન ઝડપી લેવામાં આવ્યા છે. મોટેરાના હિતેશ લખવારા નામના શખ્સ પાસેથી આ જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં સામે આવ્યું હતું કે, ટ્રાન્સપોર્ટ પાર્સલના ખોટા બિલો બનાવી આરોપી હિતેષ બિયરના જથ્થાની હેરાફેરી કરતો હતો. ક્રાઈમ બ્રાંચે ગુનો દાખલ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ પણ વાંચો: Vadodara News: ઈરાન ઈઝરાયેલ વચ્ચેના યુદ્ધથી વડોદરાના ઉદ્યોગોને 500 કરોડનું નુકસાન થઈ શકે

Read Full Story arrow_forward
Surendranagar: દુધરેજ ધામમાં હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રીએ ગૌરક્ષા અને સનાતન શક્તિને મજબૂત કરવા આહવાન કર્યું
calendar_today March 3, 2026

Surendranagar: દુધરેજ ધામમાં હોળી મહોત્સવની ભવ્ય ઉજવણી, નાયબ મુખ્યમંત્રીએ ગૌરક્ષા અને સનાતન શક્તિને મજબૂત કરવા આહવાન કર્યું

સુરેન્દ્રનગરના દુધરેજ ધામ ખાતે વડવાળા મંદિરના આંગણે ભવ્ય 'હોળી મહોત્સવ'નું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વિશેષ હાજરી આપી હતી. તેમણે હરિદ્વાર કુંભ મેળામાં મહામંડળેશ્વર અને તાજેતરમાં શંકરાચાર્યની પદવીથી વિભૂષિત થયેલા પૂજ્ય કનીરામ બાપુ તેમજ લઘુ મહંત નાગરદાસ બાપુના ચરણોમાં વંદન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.ગૌ-હત્યા સામે સરકારની કડક કાર્યવાહીઉપસ્થિત વિશાળ જનમેદનીને સંબોધતા હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પદભાર સંભાળ્યાના પ્રથમ દિવસથી જ ગૌમાતા અને ગૌભક્તોની રક્ષાનો સંકલ્પ કર્યો છે. તેમણે ગૌરવભેર ઉમેર્યું કે, "રાજ્ય સરકાર ગૌ-હત્યા કરનારા તત્વો માટે અત્યંત કઠોર છે. સરકારના મક્કમ નિર્ધારને કારણે છેલ્લા એક વર્ષમાં 18 થી વધુ ગૌ-હત્યારાઓને 7 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજા અપાવવામાં આવી છે." વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાતમાં ગૌ-હત્યા વિરોધી કડક કાયદો લાવી ગૌભક્તોની લાગણીનું સન્માન કરવામાં આવ્યું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.દુધરેજ ધામના વિકાસ માટે રૂ. 6.50 કરોડની ફાળવણીયાત્રાધામના વિકાસ અંગે મોટી જાહેરાત કરતા નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ દુધરેજ ધામના વિકાસ માટે અગાઉ મંજૂર થયેલા 4.50 કરોડ ઉપરાંત વધારાના 2 કરોડ મળી કુલ રૂ. 6.50 કરોડના વિકાસકામો હાથ ધરવામાં આવશે. આ જાહેરાતથી માલધારી સમાજ અને શ્રદ્ધાળુઓમાં હર્ષની લાગણી ફેલાઈ હતી.મહાનુભાવોની ઉપસ્થિતિઆ પ્રસંગે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા, સાંસદ બાબુભાઈ દેસાઈ, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત જિલ્લા કલેક્ટર કે.એસ.યાજ્ઞિક અને એસપી પ્રેમસુખ ડેલુ જેવા વહીવટી અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં સાધુ-સંતો અને ભક્તો હાજર રહ્યા હતા. અંતમાં તેમણે સૌને સાથે મળીને સનાતન શક્તિને વધુ મજબૂત કરવા અપીલ કરી હતી.આ પણ વાંચો: Surat: રાત્રિના સમયે બે કારખાનામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ બુઝાવી

Read Full Story arrow_forward