Bhavnagar News : જૈનો માટે આજે સૌથી મોટો દિવસ, જય આદિનાથના જયઘોષ સાથે પાલીતાણામાં છ ગાઉની યાત્રાનો પ્રારંભ
પાલીતાણાના પવિત્ર તીર્થ નગરી પાલીતાણા ખાતે વહેલી સવારથી છ ગાઉની યાત્રાનો પ્રારંભ થયો છે અને શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસની યાત્રાનો પ્રારંભ થયો છે, કરોડો મુનીઓ સાથે આજના દિવસે અહી મોક્ષને પામ્યા હતા જેને લઇને થાય છે યાત્રા અને જૈન પેઢી દ્વારા યાત્રિકો માટે આદપુર ખાતે 50થી વધુ પાલ પણ ઊભા કરાયા છે.શેત્રુંજય ડુંગર થી ભાડવા ડુંગર, ચંદન તલાવડી થઈ સિદ્ધવડ આદપુર ખાતે યાત્રા થશે પૂર્ણ પાલીતાણામાં શેત્રુંજય ગિરિરાજની ૬ ગાઉની યાત્રા (પ્રદક્ષિણા) ફાગણ સુદ તેરસના દિવસે યોજાય છેજેને "ઢેબરીયા મેળા" તરીકે પણ ઓળખવામાં આવે છે. આ વિશેષ પ્રદક્ષિણામાં શાંબ અને પ્રદ્યુમન સહિતના મુનિઓ સાથે 8.50 કરોડ મુનિઓ મોક્ષ પામ્યા હતાતેથી આ દિવસે આખાય પર્વતની પરિક્રમા કરવાથી અખૂટ પુણ્ય મળે છે. આ યાત્રાનું આધ્યાત્મિક મહત્વ ખૂબ જ ઊંચું માનવામાં આવે છે પ્રતિ વર્ષ ફાગણ સુદ તેરસના દિવસે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે, આ પવિત્ર દિવસે યાત્રિકો શેત્રુંજય પર્વતની ફરતે ૬ ગાઉ (આશરે ૧૮-૨૦ કિમી) ચાલીને પ્રદક્ષિણા પૂર્ણ કરે છે. યાત્રા દરમિયાન ભાડવાના ડુંગર પર આવેલા શાંબ અને પ્રદ્યુમન મુનિઓના પગલાંની વંદના કરવામાં આવે છે, આ દિવસે હજારો શ્રદ્ધાળુઓ યાત્રામાં જોડાય છે. આ પણ વાંચો : Railway News : કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશન પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ
Read Full Story arrow_forward