android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha: થરાદ APMCમાં હોળીના પર્વે મીની વેકેશન, આજથી 4 માર્ચ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ
calendar_today March 1, 2026

Banaskantha: થરાદ APMCમાં હોળીના પર્વે મીની વેકેશન, આજથી 4 માર્ચ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ

બનાસકાંઠા જિલ્લાના મહત્વના વેપારી મથક એવા થરાદ APMC (માર્કેટિંગ યાર્ડ) દ્વારા ખેડૂતો અને વેપારીઓ માટે એક મહત્વની સૂચના જાહેર કરવામાં આવી છે. હોળી અને ધુળેટીના પવિત્ર તહેવારોની ઉજવણીને ધ્યાનમાં રાખીને, આજ એટલે કે 1 માર્ચથી 4 માર્ચ સુધી માર્કેટિંગ યાર્ડમાં તમામ કામકાજ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.થરાદ APMC આજથી 4 માર્ચ સુધી બંધહોળીના તહેવારને પગલે સ્થાનિક વેપારીઓ દ્વારા રજા રાખવા માટે રજૂઆત કરવામાં આવી હતી. આ માંગણીને ગ્રાહ્ય રાખીને માર્કેટિંગ યાર્ડની સમિતિ દ્વારા સત્તાવાર રીતે ચાર દિવસના વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન હરાજી સહિતની તમામ વ્યાપારી પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે સ્થગિત રહેશે.ખેડૂતો માટે અગત્યની સૂચનાયાર્ડ વહીવટી તંત્ર દ્વારા ખેડૂત ભાઈઓને ખાસ વિનંતી કરવામાં આવી છે કે 1 માર્ચથી 4 માર્ચ દરમિયાન પોતાનો ખેતપેદાશનો માલ વેચાણ અર્થે યાર્ડમાં લાવવો નહીં.માલ લાવવાથી ખેડૂતોને ધક્કો ન થાય અને હાલાકી ન ભોગવવી પડે તે માટે અગાઉથી જાણ કરવામાં આવી છે.ફરી ક્યારે શરૂ થશે?ચાર દિવસના વિરામ બાદ, 5 માર્ચને ગુરૂવારના રોજ સવારથી જ થરાદ APMCમાં હરાજીનું કામકાજ રાબેતા મુજબ ફરી શરૂ કરી દેવામાં આવશે. ખેડૂતો 5 તારીખથી પોતાનો માલ વેચવા માટે લાવી શકશે.આ પણ વાંચો: Ahmedabad News: અશ્વિની વૈષ્ણવ દ્વારા અમદાવાદ રેલવે સ્ટેશનના પુનર્વિકાસ કાર્યોની સમીક્ષા

Read Full Story arrow_forward
Veraval: ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર સહિત બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત
calendar_today March 1, 2026

Veraval: ઉભેલા ટ્રક પાછળ બીજો ટ્રક ઘુસી જતા ગમખ્વાર અકસ્માત, ડ્રાઈવર સહિત બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત

વેરાવળ-સુત્રાપાડા હાઈવે પર એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કદવાર ગામ નજીક આવેલી દ્વારકેશ હોટલ પાસે બે ટ્રક વચ્ચે થયેલી આ અથડામણમાં ટ્રકચાલક સહિત બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત એટલો પ્રચંડ હતો કે પાછળના ટ્રકનો કચ્ચરઘાણ વળી ગયો હતો.વેરાવળ -સુત્રાપાડા રોડ પર અકસ્માત મળતી માહિતી મુજબ, વેરાવળ-સુત્રાપાડા રોડ પર એક ટ્રક રસ્તાની સાઈડમાં ઉભો હતો. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલા અન્ય એક ટ્રકના ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવતા ઉભેલા ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે પાછળના ટ્રકના કેબિનનો ભાગ સંપૂર્ણપણે દબાઈ ગયો હતો.બે ટ્રક વચ્ચે અકસ્માતઅકસ્માતનો અવાજ સાંભળતા જ આસપાસના સ્થાનિકો અને રસ્તે પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ ભારે જહેમત બાદ ટ્રકમાં ફસાયેલા ચાલક અને અન્ય એક વ્યક્તિને બહાર કાઢ્યા હતા. બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.પોલીસ કાર્યવાહીઘટનાની જાણ થતા જ સુત્રાપાડા પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે ટ્રાફિક વ્યવહાર હળવો કરી અકસ્માતે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ ઓવરસ્પીડ અથવા બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો: Banaskantha: થરાદ APMCમાં હોળીના પર્વે મીની વેકેશન, આજથી 4 માર્ચ સુધી હરાજીનું કામકાજ સંપૂર્ણ બંધ

Read Full Story arrow_forward
Rajkot News : રાજકોટમાં મહિલાએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા થઈ બબાલ, પોલીસના ઘર પર ટોળાએ કર્યો પથ્થરમારો
calendar_today March 1, 2026

Rajkot News : રાજકોટમાં મહિલાએ બાઈક ધીમું ચલાવવાનું કહેતા થઈ બબાલ, પોલીસના ઘર પર ટોળાએ કર્યો પથ્થરમારો

જીવ બચાવવા મહિલા પોલીસના ઘરમાં ઘૂસી અને 15થી વધુ લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો, પોલીસમેન પરેશ સોઢીયાના ઘરમાં પથ્થરમારો થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે પોલીસે તપાસ હાથધરી છે, જે પોલીસના ઘરે પથ્થરમારો કરવામાં આવ્યો છે તેને તો કોઈ વાંક જ નહી હોવાની વાત સૂત્રો તરફથી સામે આવી છે.જૂના મોરબી રોડ પરની ઘટના મહિલાએ શેરીમાં બાઈક ધીમું ચલાવવાનું કહેતા પથ્થરમારો થયો હતો અને જીવ બચાવવા મહિલા પોલીસ કર્મચારીના ઘરમાં ઘૂસી જતા ટોળાને એમ થયું કે આ મહિલાનું ઘર છે તો પોલીસના ઘર પર પથ્થરમારો કર્યો હતો અને જેના કારણે ઘરના લોકો પણ ગભરાઈ ગયા હતા, જો કે સમય પ્રમાણે પોલીસ ત્યાં પહોંચી હતી જેના કારણે મામલો શાંત થયો હતો, હાલમાં આ કેસમાં પોલીસે ગુનો નોંધીને અમુક શખ્સોની અટકાયત કરી છે. ટોળાએ પોલીસ કર્મચારીના ઘરમાં કર્યો પથ્થરમારો રાજકોટમાં તોફાની તત્વો અવારનવાર સ્પીડમાં બાઇક લઈને નીકળે છે જેના કારણે મહિલાએ ઠપકો આપ્યો હતો કે બાઈક ધીરૂ ચલાવો અને ટોળાનું મગજ જતા પથ્થરમારો થયો હતો, 15થી વધુ લોકોના ટોળાએ કર્યો પથ્થરમારો અને સમગ્ર મામલે પોલીસ તપાસ હાથધરી છે. આ પણ વાંચો : Ahmedabad News : ઈરાન-ઇઝરાયલ યુદ્ધથી વિમાન સેવા પર અસર, અમદાવાદથી ટેકઓફ કરતી 20થી વધુ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ રદ્દ

Read Full Story arrow_forward