android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Dahod News: દેવગઢબારિયાના ભથવાડા ટોલનાકા પર પોલીસનો મેગા દરોડો, ટ્રકમાંથી રૂ.1.11 કરોડનો દારૂ ઝડપ્યો
calendar_today February 28, 2026

Dahod News: દેવગઢબારિયાના ભથવાડા ટોલનાકા પર પોલીસનો મેગા દરોડો, ટ્રકમાંથી રૂ.1.11 કરોડનો દારૂ ઝડપ્યો

દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના ભથવાડા ટોલનાકા પર પીપલોદ પોલીસે બાતમીના આધારે વાહન ચેકિંગ દરમિયાન એક મોટી સફળતા મેળવી છે. મધ્યપ્રદેશથી ગુજરાત તરફ આવી રહેલી એક શંકાસ્પદ ટ્રકને અટકાવી તેની તલાશી લેતા તેમાંથી કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. બુટલેગરોએ પોલીસની નજર ચૂકવવા માટે પ્લાસ્ટિકના વેસ્ટેજ ભુસાના થેલાની આડમાં દારૂ છુપાવ્યો હતો, પરંતુ પોલીસની સતર્કતાને કારણે આ આખું કૌભાંડ ખુલ્લું પડી ગયું છે.ભથવાડા ટોલનાકા પર પોલીસની કાર્યવાહી પોલીસે MP-09-HG-2551 નંબરની ટાટા ટ્રકમાંથી વિદેશી દારૂની કુલ 37,440 નંગ નાની બોટલો જપ્ત કરી છે. આ દારૂના જથ્થાની બજાર કિંમત અંદાજે ₹1,01,08,800 આંકવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસે ટ્રક સહિત અન્ય ચીજવસ્તુઓ મળીને કુલ ₹1,11,09,300 નો મસમોટો મુદ્દામાલ કબજે કર્યો છે. આ કાર્યવાહી દાહોદ જિલ્લાની તાજેતરની સૌથી મોટી પ્રોહિબિશન કામગીરીમાંની એક માનવામાં આવે છે. પોલીસે ટ્રક ચાલક મહમદઇર્ષાદને ઝડપી પાડ્યો આ મામલે પોલીસે ટ્રક ચાલક મહમદ ઇર્ષાદ મહમદ ફજલ (રહે. ઇન્દોર, મધ્યપ્રદેશ) ની સ્થળ પરથી જ ધરપકડ કરી લીધી છે. પીપલોદ પોલીસે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને આગળની તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, આટલી મોટી માત્રામાં દારૂનો જથ્થો ઇન્દોરથી કોણે મોકલ્યો હતો અને ગુજરાતમાં તે કયા મુખ્ય બુટલેગરને સપ્લાય કરવાનો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot-જેતપુર હાઈવે પર અઢી વર્ષથી ચાલતું કામ અને ખામીયુક્ત ડાયવર્ઝન બન્યા માથાનો દુખાવો
calendar_today February 28, 2026

Rajkot-જેતપુર હાઈવે પર અઢી વર્ષથી ચાલતું કામ અને ખામીયુક્ત ડાયવર્ઝન બન્યા માથાનો દુખાવો

સૌરાષ્ટ્રની જીવાદોરી સમાન રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે હાલ વાહનચાલકો માટે આફત સમાન બની રહ્યો છે. રાજકોટથી ગોંડલ વચ્ચે આવેલા પારડી અને કોઠારીયા ગામ પાસે કલાકો સુધી ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા અઢી વર્ષથી ચાલી રહેલા સિક્સ લેનના કામની ધીમી ગતિ અને કોન્ટ્રાક્ટરોની ગંભીર બેદરકારીને કારણે હજારો વાહનચાલકો સવાર-સાંજ અટવાઈ રહ્યા છે. રાજકોટથી જેતપુર સુધીના આ માર્ગ પર સિક્સ લેન પ્રોજેક્ટ અંતર્ગત હજુ પણ મોટાભાગનું કામ બાકી છે.છેલ્લા અઢી વર્ષથી સિક્સ લાઇનનું કામ ચાલે છેઅત્યાર સુધીમાં માત્ર 8 બ્રિજ કાર્યરત થયા છે. હજુ પણ 15 જેટલા બ્રિજ અંડર કન્સ્ટ્રક્શન (નિર્માણ હેઠળ) છે. જે ગતિએ કામ ચાલી રહ્યું છે તે જોતા હજુ પણ દોઢથી બે વર્ષ સુધી આ કામગીરી ચાલવાની શક્યતા છે, જે વાહનચાલકો માટે લાંબા સમયની હેરાનગતિના સંકેત આપે છે. ટ્રાફિક જામનું મુખ્ય કારણ હાઈવે પર આપવામાં આવેલા ખામીયુક્ત ડાયવર્ઝન છે. કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય આયોજન વગર ડાયવર્ઝન આપી દેવામાં આવ્યા છે, જ્યાં રસ્તાની સપાટી અત્યંત ખરાબ છે અથવા સાંકડી છે. ધીમી ગતિએ ચાલતા કામથી ટ્રાફિકજામ સવાર અને સાંજના પીક અવર્સમાં જ્યારે વાહનોની સંખ્યા વધે છે, ત્યારે આ ડાયવર્ઝન પાસે વાહનોની લાંબી કતારો લાગે છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને વહીવટી તંત્રની નબળી દેખરેખને કારણે જનતાને આ ભોગવવું પડી રહ્યું છે. રાજકોટ અને જેતપુર વચ્ચે દરરોજ હજારોની સંખ્યામાં નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને માલવાહક વાહનોની અવરજવર રહે છે. ટ્રાફિકને કારણે ઇંધણનો વ્યય અને સમયનો બગાડ તો થાય જ છે, પરંતુ ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ આ જામમાં અટવાઈ જતી હોવાની ઘટનાઓ બને છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Surendranagarના ચોટીલામાં તંત્રની લાલ આંખ: સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી લાયસન્સ કાયમી રદ
calendar_today February 28, 2026

Surendranagarના ચોટીલામાં તંત્રની લાલ આંખ: સત્યજીવન હોસ્પિટલનું સોનોગ્રાફી લાયસન્સ કાયમી રદ

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં કાર્યરત 'સત્યજીવન સાર્વજનિક હોસ્પિટલ'માં સોનોગ્રાફીના નિયમોના ગંભીર ઉલ્લંઘન બદલ નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ.ટી. મકવાણાએ એક ક્રાંતિકારી અને કડક નિર્ણય લીધો છે. હોસ્પિટલ દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા માટેના કડક કાયદા PCPNDT Act 1994 ની જોગવાઈઓનું પાલન ન કરાતું હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. જેના પરિણામે, હોસ્પિટલનું સોનોગ્રાફી રજીસ્ટ્રેશન (નંબર GJ-13/SNR/PCPNDT/100/2021) કાયમી ધોરણે રદ કરી દેવામાં આવ્યું છે.PCPNDT એક્ટ હેઠળ મશીન સીલ કરાયું ઉલ્લેખનીય છે કે, અગાઉ શંકાસ્પદ ગેરરીતિઓને પગલે તંત્ર દ્વારા આ હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યું હતું. નાયબ કલેક્ટરે આ મામલે માત્ર વહીવટી કાર્યવાહી જ નહીં, પરંતુ જવાબદાર વ્યક્તિઓ સામે કાયદાકીય સકંજો પણ કસ્યો છે. હોસ્પિટલના સંચાલકો રાજેશભાઈ ગગાભાઈ ગોજીયા અને વૈશાલીબેન જાડેજા સહિત ગાયનોલોજિસ્ટ ડો. ભવદીપ ગંભીરદાન ગઢવી અને ડો. ગૌતમ ચંદુભાઈ ગવાણીયા સામે JMFC ચોટીલા કોર્ટમાં કમ્પ્લેન કેસ દાખલ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. ચોટીલા કોર્ટમાં ફરિયાદ દાખલ કરવા આદેશ આ સમગ્ર કોર્ટ કાર્યવાહી માટે ચોટીલા મામલતદારને અધિકૃત કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે હોસ્પિટલના સંચાલકો અને તબીબો દ્વારા સોનોગ્રાફીના રેકોર્ડ જાળવવામાં અને નિયત ફોર્મ ભરવામાં ગંભીર બેદરકારી દાખવવામાં આવતી હતી. વહીવટી તંત્રના આ કડક વલણને કારણે સમગ્ર પંથકની ખાનગી હોસ્પિટલોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ નિર્ણય દ્વારા તંત્રએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે આરોગ્ય ક્ષેત્રે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે કાયદાનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward