android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ
calendar_today February 28, 2026

Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ

વાવ-થરાદ SOGએ મહેન્દ્ર રાજપૂતની ધરપકડ કરી છે અને માદક પદાર્થોના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે, હેરોઇન આપનાર ત્રણ લોકો સામે કાર્યવાહી કરાઈ છે, આ હેરોઈન કયાંથી લાવ્યા તે દિશામાં પોલીસની તપાસ ચાલુ છે. થરાદ પોલીસ મથકે NDPS એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે સંઘવીએ ઉમેર્યું હતું કે, ડ્રગ્સના દુષણ સામે લડવા માટે સરકારે માત્ર કાયદાકીય કાર્યવાહી જ નહીં, પણ માનવીય અભિગમ પણ અપનાવ્યો છે. ડ્રગ્સની આદતનો ભોગ બનેલા યુવાનોને જેલમાં મોકલવાને બદલે, સુરત અને અમદાવાદ જેવા શહેરોમાં પોલીસ કમિશનરશ્રીના અધ્યક્ષ સ્થાને તેમના પરિવાર સાથે મળીને કાઉન્સેલિંગ દ્વારા તેમને ફરી મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કરવામાં આવે છે. અસરગ્રસ્તોને સ્થાનિક સ્તરે જ મદદ મળી રહે તે માટે આ વર્ષના બજેટમાં દરેક જિલ્લામાં ડ્રગ્સ મુક્તિ માટે નવા સેન્ટર ખોલવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે આ બાબતે વિગતે માહિતી આપતા મંત્ર કૌશિક વેકરીયાએ જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં સમગ્ર રાજ્યમાં ૧,૬૪૭ ગુનાઓ નોંધાયા છે, જેમાં આશરે ૪૧,૦૦૦ કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે રૂ. ૩,૭૨૭ કરોડ થાય છે. છેલ્લા બે વર્ષમાં જામનગર અને કચ્છ જિલ્લામાં ૧૩૫ ગુનાઓ હેઠળ ૩૦૬ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને રૂ. ૨૪૪.૫૯ કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. મંત્રી વેકરિયાએ ઉમેર્યું હતું કે, દરિયાઈ માર્ગે થતી ડ્રગ્સની હેરાફેરી અટકાવવા માટે ATS અને અન્ય એજન્સીઓ સતત સતર્ક છે. 'ડ્રગ્સને ઉગામો અને પકડનારને પ્રોત્સાહન' ના સૂત્ર સાથે ગુજરાત સરકાર યુવા પેઢીને બચાવવા કટિબદ્ધ છે. આ પણ વાંચો : Gandhinagar News : 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ

Read Full Story arrow_forward
Railway News : લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ
calendar_today February 28, 2026

Railway News : લાખાબાવળ સ્ટેશન પર રદ કરાયેલા તમામ સ્ટોપેજ તાત્કાલિક અસરથી પુનઃ શરૂ

​એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ​અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે. પુનઃ શરૂ કરાયેલા સ્ટોપેજની વિગત: ​૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ ૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ: ૦૧.૦૩.૨૦૨૬ થી શરૂ ૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા–રાજકોટ લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ ૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ–ઓખા લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ ​હવે ઉપરોક્ત ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે ​રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેનોના પરિચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય. આ પણ વાંચો : Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ 

Read Full Story arrow_forward
Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક નથી? નો ટેન્શન! એક જ નંબરથી ઘરે બેઠા મંગાવો આખા પરિવારનું PVC આધાર કાર્ડ
calendar_today February 28, 2026

Aadhar Card સાથે મોબાઈલ નંબર લિંક નથી? નો ટેન્શન! એક જ નંબરથી ઘરે બેઠા મંગાવો આખા પરિવારનું PVC આધાર કાર્ડ

ઘણા લોકોને એવું લાગે છે કે PVC કાર્ડ ઓર્ડર કરવા માટે તે જ મોબાઈલ નંબર હોવો જરૂરી છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય. બાળકો પાસે પોતાનો નંબર હોતો નથી અથવા વૃદ્ધ માતા-પિતાનો જૂનો નંબર બંધ થઈ ગયો હોય છે. આવી સ્થિતિમાં લોકો કાર્ડ મંગાવવાનું ટાળે છે. પરંતુ, વાસ્તવિકતા કંઈક અલગ અને ખૂબ જ સરળ છે. કોઈપણ ચાલુ મોબાઈલ નંબરથી થશે કામ UIDAI ની સિસ્ટમ મુજબ, તમે PVC આધાર કાર્ડ ઓર્ડર કરવા માટે કોઈપણ ચાલુ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી શકો છો. તમે જે મોબાઈલ નંબર આપો છો, તેનો ઉપયોગ માત્ર સિસ્ટમમાં OTP મોકલવા અને પેમેન્ટ કન્ફર્મ કરવા માટે થાય છે. તેનો અર્થ એ છે કે ઘરનો કોઈ એક વ્યક્તિ પોતાના સ્માર્ટફોન અને પોતાના જ મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને પત્ની, બાળકો અને માતા-પિતા માટે અલગ-અલગ PVC કાર્ડ મંગાવી શકે છે. PVC આધાર કાર્ડ કેવી રીતે મંગાવવું? સૌથી પહેલા UIDAI ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ. ત્યાં 'Order Aadhaar PVC Card' ના વિકલ્પ પર ક્લિક કરો. જે વ્યક્તિનું કાર્ડ મંગાવવું હોય તેનો આધાર નંબર અથવા વર્ચ્યુઅલ ID દાખલ કરો. અહીં સૌથી મહત્વનું સ્ટેપ છે: "My Mobile number is not registered" (મારો મોબાઈલ નંબર નોંધાયેલ નથી) વિકલ્પ પર ટિક કરો. હવે તમારી પાસે જે ચાલુ મોબાઈલ નંબર હોય તે દાખલ કરો અને 'Send OTP' પર ક્લિક કરો. OTP દાખલ કરી વેરિફિકેશન પૂર્ણ કરો. અંતે, તમારે 75 રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. (આ ફીમાં GST અને સ્પીડ પોસ્ટનો ચાર્જ શામેલ છે). આ બાબતોનું ખાસ ધ્યાન રાખો અલગ-અલગ ઓર્ડર: તમે એકસાથે આખા પરિવારનું કાર્ડ ઓર્ડર નથી કરી શકતા. તમારે દરેક સભ્ય માટે અલગથી પ્રોસેસ કરી, દર વખતે 75 રૂપિયા ચૂકવવા પડશે. ડિટેલ્સ અપડેટ: PVC કાર્ડ મંગાવવાથી આધારની માહિતી અપડેટ થતી નથી. જો નામ કે સરનામામાં કોઈ ભૂલ હોય, તો પહેલા તેને ઓનલાઈન અથવા આધાર સેન્ટર જઈને સુધારી લો, અને નવું સરનામું અપડેટ થયા પછી જ PVC કાર્ડનો ઓર્ડર આપો. ટ્રેકિંગ: દરેક ઓર્ડર પછી તમને એક સર્વિસ રિક્વેસ્ટ નંબર (SRN) મળશે, તેને સાચવી રાખો. આનાથી તમે ચેક કરી શકશો કે તમારું કાર્ડ ક્યારે પહોંચશે. સામાન્ય રીતે સ્પીડ પોસ્ટ દ્વારા એક અઠવાડિયામાં કાર્ડ ઘરે પહોંચી જાય છે. આ સરળ પ્રક્રિયાથી હવે સ્માર્ટ આધાર કાર્ડ મેળવવું એકદમ સરળ બની ગયું છે.

Read Full Story arrow_forward