android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું વિમોચન, કોર્ટ બહાર વિવાદોનું થશે ઝડપી સમાધાન
calendar_today February 28, 2026

Ahmedabad: આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું વિમોચન, કોર્ટ બહાર વિવાદોનું થશે ઝડપી સમાધાન

ગુજરાત હાઈકોર્ટના પટાંગણમાં ન્યાયિક પ્રક્રિયાને વધુ વેગવંતી અને પારદર્શક બનાવવાના હેતુથી નવા આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ભવ્ય ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આ પ્રસંગે સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓ સહિત રાજ્યના ઉચ્ચ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આર્બિટ્રેશન સેન્ટરના ભવનનું ભવ્ય ખાતમુહૂર્તસુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિ જસ્ટિસ સૂર્યકાંતના વરદ હસ્તે આ આર્બિટ્રેશન સેન્ટરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ તેમજ અન્ય ન્યાયમૂર્તિઓ ખાસ હાજર રહ્યા હતા. ન્યાયિક માળખાને આધુનિક બનાવવાના આ પ્રયાસને સૌએ બિરદાવ્યો હતો.કોન્ફરન્સ અને ડિજિટલ વિમોચનખાતમુહૂર્તની સાથે જ ગુજરાત હાઈકોર્ટ ખાતે "સંસ્થાકીય આર્બિટ્રેશનના પડકારો અને ભાવિ દિશા" વિષય પર બે દિવસીય કોન્ફરન્સનો પ્રારંભ થયો છે. આ પ્રસંગે આર્બિટ્રેશન સેન્ટરની નવી વેબસાઈટ અને ન્યૂઝલેટરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું, જે પક્ષકારોને આધુનિક ટેકનોલોજી દ્વારા ન્યાયિક માર્ગદર્શન પૂરું પાડશે.ઝડપી ન્યાયનો નવો માર્ગઆ સેન્ટર કાર્યરત થવાથી રાજ્યના કાયદાકીય ક્ષેત્રમાં મોટા ફેરફારો આવશે,સિવિલ અને કોમર્શિયલ વિવાદોનું હવે કોર્ટની બહાર ઝડપી અને કાયદેસર રીતે સમાધાન લાવી શકાશે. વર્ષો સુધી ચાલતી કાનૂની પ્રક્રિયામાંથી છુટકારો મળશે, જેનાથી વકીલો અને પક્ષકારો બંનેનો સમય બચશે. આર્બિટ્રેશન પ્રક્રિયા વધુ વ્યવસ્થિત અને પારદર્શક બનશે, જે વેપાર-ઉદ્યોગ જગત માટે પણ આશીર્વાદરૂપ સાબિત થશે.આ પણ વાંચો: Dakor: જય રણછોડ માખણ ચોરના નાદ સાથે ડાકોર માર્ગ પર ભક્તોનું ઘોડાપૂર, ફાગણી પૂનમના મેળાનો ભવ્ય પ્રારંભ

Read Full Story arrow_forward
Gandhinagar News : 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ
calendar_today February 28, 2026

Gandhinagar News : 14 થી 15 વર્ષની દીકરીઓને સર્વાઈકલ કેન્સરથી બચાવવા માટે વિનામૂલ્યે રસી આપવાનો રાષ્ટ્ર વ્યાપી પ્રારંભ

રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને ઘર આંગણે જ આધુનિક સારવાર મળી રહે એ માટે હયાત ૨૭ ના મહેકમ માથી કુલ ૪૦ના મહેકમ પ્રમાણે નવીન મહેકમ મુજબ સામૂહિક કેન્દ્રોને અપગ્રેડ કરવાનો રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબદ્ધ આયોજન કર્યું છે. સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નવીન મહેકમ પેટર્ન જેના ભાગરૂપે ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન મહેકમ મુજબ વધારાના ૫ (પાંચ) તજજ્ઞો જેવા કે, બાળરોગ નિષ્ણાંત, સ્ત્રી-રોગ નિષ્ણાંત, ફિઝિશિયન, જનરલ સર્જન, એનેસ્થેશિઓલૉજીસ્ટ અને પેરામેડિકલ સ્ટાફ જેવા કે, એકસ-રે ટેકનીશીયન, લેબોરેટરી ટેકનીશીયન, સ્ટાફ નર્સ તેમજ અન્ય વર્ગ-૩ અને વર્ગ-૪ની વધારાની જગ્યાઓ મંજુર કરવાની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અન્વયે આગામી વર્ષોમાં તબક્કાવાર તમામ સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં નવીન મહેકમ પેટર્ન મુજબ વધારાની જગ્યાઓ મંજૂર કરવા અને તે મુજબ જરૂરીયાત પ્રમાણે આનુંષાઞિક કાર્યવાહી કરવામાં આવશે. સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે દર્દીઓને ખસેડાય છે આજે વિધાનસભા ખાતે ધાનેરા ખાતેના સામૂહિક આરોગ્ય કેન્દ્રની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં અપગ્રેડ કરવાના પ્રશ્નોના પ્રત્યુતરમાં મંત્રીશ્રી ઉમેર્યું કે, સામૂહિક આરોગ્ય કેન્દ્રને ઉકત તજજ્ઞોથી સજ્જ કરી નિર્ધારિત માપદંડોને વિચારણામાં લઈને આ કામગીરી હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, ધાનેરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે હાલ અંદર તથા બહારના દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેમાં પ્રસુતિની સુવિધા, લેબ ટેસ્ટની સુવિધા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ છે. બનાસકાંઠા જિલ્લામાં કેન્સરના રોગોના દર્દીઓને સારવાર માટે અન્ય એક પ્રશ્નના પ્રત્યુતરમાં તેમણે ઉમેર્યું કે, ગંભીર પ્રકારના રોગોની સારવાર માટે આવા દર્દીઓને સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર માટે અમદાવાદ રિફર કરવામાં આવે છે અને સારવાર પૂરી પાડવામાં આવે છે.સર્વાઇકલ કેન્સર ન થાય તે માટેની રસી વિનામૂલ્યે આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ તેમણે ઉમેર્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે દેશભરની ૧૪ થી ૧૫ વર્ષની દીકરીઓને સર્વાઇકલ કેન્સર ન થાય તે માટેની રસી વિનામૂલ્યે આપવાનો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવી રહ્યો છે. જે અંતર્ગત ગુજરાતમાં પણ આ રસીકરણ અભિયાનનો શુભારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અમદાવાદ ખાતેથી થઈ રહ્યો છે. જે અભિયાન હેઠળ રાજ્યની ૧૪ થી ૧૫ વર્ષની દીકરીઓને આવરી લેવાનું આયોજન છે તેમ તેમણે ઉમેર્યું હતું. આ પણ વાંચો : Gandhinagar News : ગુજરાતની આઠ સરકારી હોસ્પિટલોમાં કોંકલીયર ઈમ્પ્લાન્ટની સારવાર ઉપલબ્ધ

Read Full Story arrow_forward
Mahesana News: કડીમાં રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો, ગલ્લામાંથી રોકડ લૂંટી 4 શખ્સો ફરાર
calendar_today February 28, 2026

Mahesana News: કડીમાં રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો, ગલ્લામાંથી રોકડ લૂંટી 4 શખ્સો ફરાર

મહેસાણા જિલ્લાના કડીમાં આવેલી સહારા ચોક વિસ્તારમાં ધોળે દિવસે ભારે સનસનાટી મચી ગઈ છે. જૂની અદાવતને રાખીને ચાર શખ્સોએ એક રેસ્ટોરન્ટ માલિક પર જીવલેણ હુમલો કર્યો હતો. હુમલાખોરો વેપારીને ગંભીર ઇજાઓ પહોંચાડી ગલ્લામાંથી રોકડ રકમની લૂંટ ચલાવી નાસી છૂટ્યા હતા.ગળા પર છરી મૂકી જાનથી મારી નાખવાની કોશિશ ઘટનાની મળતી માહિતી અનુસાર, કડીના સહારા ચોક વિસ્તારમાં રેસ્ટોરન્ટ ધરાવતા વેપારી પર ચાર શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અત્યંત ક્રૂરતા દાખવતા વેપારીના ગળા પર છરી મૂકી દીધી હતી અને પીઠના ભાગે છરીના ઉપરાછાપરી ઘા ઝીંક્યા હતા. આટલું જ નહીં, વેપારીને ધોકા વડે પણ બેફામ માર મારવામાં આવ્યો હતો. જીવ બચાવવા ભાગ્યા તો ગલ્લામાંથી કરી લૂંટ જ્યારે લોહીલુહાણ હાલતમાં વેપારી પોતાનો જીવ બચાવવા માટે ત્યાંથી ભાગ્યા, ત્યારે આ તકનો લાભ ઉઠાવી હુમલાખોરોએ રેસ્ટોરન્ટના ગલ્લામાં રાખેલા અંદાજે 7 થી 10 હજાર રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત વેપારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે. કડી પોલીસે 4 સામે ગુનો નોંધ્યો આ હિંસક ઘટનાને પગલે કડી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ભોગ બનનાર વેપારીની ફરિયાદના આધારે ચાર શખ્સો સામે જીવલેણ હુમલો અને લૂંટનો ગુનો નોંધી તેમની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા છે. જૂની અદાવતમાં થયેલા આ હુમલાએ સ્થાનિક વેપારીઓમાં ફફડાટ ફેલાવી દીધો છે. આ પણ વાંચો - Mahesana News: બેફામ દોડતા ડમ્પરે સ્કૂલ બસને મારી ટક્કર, બે બાળકો ઈજાગ્રસ્ત

Read Full Story arrow_forward