android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
calendar_today September 10, 2026

Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બની ધમકી મળતા ઈન્ડિગોની ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. લખનૌથી દમામ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની અફવા મળતાં અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી. બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટલખનૌથી દમામ જઈ રહેલી ઈન્ડિગોની ફ્લાઈટને બોમ્બની ધમકી મળ્યા બાદ તેને અમદાવાદ એરપોર્ટ પર ઉતારવામાં આવી હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ થયા બાદ તમામ મુસાફરોને વિમાનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.BDDS, CISF અને પોલીસે શરૂ કર્યું સઘન ચેકિંગફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિમાનની સઘન તપાસ શરૂ કરી હતી. BDDS, CISF તેમજ સ્થાનિક પોલીસે મળીને ચેકિંગ હાથ ધર્યું હતું. વિમાનમાં કોઈ શંકાસ્પદ વસ્તુ કે બોમ્બ હોવાની શક્યતા અંગે તપાસ કરવામાં આવી રહી છે.તમામ મુસાફરોની પૂછપરછ, સુરક્ષા એજન્સીઓ એલર્ટતમામ મુસાફરોનું સુરક્ષિત રીતે ઉતરાણ કરાવ્યા બાદ સ્થાનિક પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે. ધમકી સાચી હતી કે માત્ર અફવા હતી તે અંગે સુરક્ષા એજન્સીઓ તપાસ કરી રહી છે. હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ચેકિંગ પૂર્ણ થયા બાદ જ ધમકી અંગેની હકીકત સ્પષ્ટ થશે.  આ પણ વાંચો :   Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર
calendar_today September 10, 2026

Vadodara Bullet Train Station: શિક્ષણ, રોજગારી અને ગતિશીલતાનું નવું કેન્દ્ર

વડોદરા વિદ્યાર્થીઓ, યુવા વ્યાવસાયિકો અને નવી તકોનું શહેર છે. મજબૂત શૈક્ષણિક માળખા અને વિકસતી આર્થિક તકો સાથે આ શહેર ગુજરાત તેમજ દેશના વિવિધ ભાગોમાંથી વિદ્યાર્થીઓ અને યુવા પ્રતિભાઓને આકર્ષે છે. બુલેટ ટ્રેન વડોદરાની આવનારી પેઢીના યુવાનોને પ્રાદેશિક સ્તરે ઉપલબ્ધ તકો સુધી ઝડપી અને સુગમ પહોંચ માટેનું નવું માધ્યમ પૂરું પાડવા જઈ રહી છે.એક મહત્વપૂર્ણ શૈક્ષણિક અને જ્ઞાન કેન્દ્ર તરીકે વડોદરામાં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU), ગતિ શક્તિ યુનિવર્સિટી (GSV), ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (IIIT) જેવી અગ્રણી સંસ્થાઓ આવેલી છે. આ ઉપરાંત નવરચના યુનિવર્સિટી, પારુલ યુનિવર્સિટી અને સુમનદીપ વિદ્યાપીઠ જેવી ખાનગી યુનિવર્સિટીઓ પણ શહેરની શૈક્ષણિક ઓળખને વધુ મજબૂત બનાવે છે.શિક્ષણ ઉપરાંત, વડોદરામાં રોજગાર, ઉદ્યોગસાહસિકતા, સંશોધન, ટેક્નોલોજી અને વ્યાવસાયિક તકોનો પણ સતત વિસ્તરણ થઈ રહ્યો છે. એન્જિનિયરિંગ, ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, કેમિકલ્સ તથા અન્ય ઉભરતા ક્ષેત્રોમાં શહેરનો મજબૂત ઔદ્યોગિક આધાર વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકોને કારકિર્દી ઘડવા, ઇન્ટર્નશિપ કરવા તેમજ ઉદ્યોગ જગતનો વ્યવહારુ અનુભવ મેળવવાની તકો પૂરી પાડે છે. શૈક્ષણિક સંસ્થાઓ અને ઉદ્યોગોની મજબૂત હાજરીએ વડોદરામાં એક સશક્ત ‘શિક્ષણથી રોજગાર સુધી’ ઇકોસિસ્ટમ વિકસાવ્યું છે.હજારો વિદ્યાર્થીઓ અને યુવા વ્યાવસાયિકો માટે ગતિશીલતા સીધી રીતે તકો સાથે જોડાયેલી છે—પછી ભલે તે ઉચ્ચ શિક્ષણ, ઇન્ટર્નશિપ, પરીક્ષાઓ, રોજગાર, સંશોધન, વ્યાવસાયિક પ્રવૃત્તિઓ અથવા ઉદ્યોગ જગત સાથે જોડાવા માટેની મુસાફરી હોય કે પરિવાર અને મિત્રો સાથે જોડાયેલા રહેવા માટે પોતાના ઘરે પરત ફરવાની મુસાફરી હોય.વડોદરા બુલેટ ટ્રેન સ્ટેશન શહેરના હાલના પરિવહન નેટવર્ક સાથે હાઈ-સ્પીડ રેલને જોડીને આ ગતિશીલતાને વધુ મજબૂત બનાવશે. અમદાવાદ, સુરત અને મુંબઈ જેવા મુખ્ય શહેરો સાથે ઝડપી અને સુગમ કનેક્ટિવિટીથી વડોદરાના યુવાનો માટે વ્યાપક શૈક્ષણિક અને કારકિર્દીની તકો સુધી પહોંચ વધુ સરળ બનશે. સાથે જ, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સુવિધા સાથે પોતાના ઘરે પરત ફરી શકશે.આ સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7ની ઉપર બનાવવામાં આવી રહ્યું છે, જેનાથી બુલેટ ટ્રેન અને ભારતીય રેલવે વચ્ચે સુગમ આવાગમન શક્ય બનશે. સ્ટેશનનું સ્થાન પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો સાથે પણ વધુ સારા એકીકરણને સુનિશ્ચિત કરે છે.આ એકીકરણ ખાસ કરીને યુવા મુસાફરો માટે મહત્વપૂર્ણ છે, કારણ કે તેઓ પોતાની સમગ્ર મુસાફરી દરમિયાન પરિવહનના વિવિધ સાધનોને સરળતાથી એકબીજા સાથે જોડી શકશે અને વધુ સુવિધાજનક તથા સરળ મુસાફરીનો અનુભવ મેળવી શકશે.ફોકસ માત્ર ઝડપ પર જ નહીં, પરંતુ મુસાફરીને સરળ, આરામદાયક અને સુગમ બનાવવા પર પણ છે. સ્ટેશન પર મુસાફરો માટે આરામદાયક વેઇટિંગ લાઉન્જ, શૌચાલય અને રિટેલ સુવિધાઓ, પિક-અપ અને ડ્રોપ-ઓફ વિસ્તાર, કાર, બસ અને ઓટો માટે અલગ-અલગ પાર્કિંગ સુવિધાઓ, આધુનિક સ્ટેશન પ્લાઝા, પેસેન્જર વેઇટિંગ એરિયા, લેન્ડસ્કેપિંગ તેમજ સ્પષ્ટ અને સુવિધાજનક વે-ફાઇન્ડિંગ વ્યવસ્થા જેવી સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.બુલેટ ટ્રેન સ્ટેશનનું સ્થાન અને મલ્ટી-મોડલ કનેક્ટિવિટીઆ આધુનિક સ્ટેશન વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ની ઉપર તૈયાર કરવામાં આવી રહ્યું છે. તે પશ્ચિમ રેલવે સ્ટેશન તેમજ શહેરના સિટી અને ઇન્ટરસ્ટેટ બસ ડેપો (GSRTC) સાથે સીધું સંકલિત થશે. આ સુવિધાઓને કારણે વિદ્યાર્થીઓ અને દૈનિક મુસાફરો એકથી બીજા પરિવહન સાધનમાં સરળતાથી ટ્રાન્સફર થઈ શકશે.ત્રણ ફૂટ ઓવર બ્રિજ (FOB) દ્વારા સુગમ કનેક્ટિવિટીમુસાફરોની અવરજવરને અત્યંત સરળ બનાવવા માટે સ્ટેશનને ત્રણ વિશેષ FOB વડે જોડવામાં આવશે.FOB 1 (534 મીટર): બુલેટ ટ્રેન સ્ટેશનને વડોદરા રેલવે સ્ટેશન અને GSRTC બસ ડેપો સાથે જોડશે; જેમાં મુસાફરો માટે ટ્રાવેલેટરની સુવિધા હશે.FOB 2 (90 મીટર): રેલવે ટ્રેકની ઉપરથી પસાર થઈને સ્ટેશનને અલકાપુરી વિસ્તાર સાથે જોડશે.FOB 3 (51 મીટર): પાર્કિંગ અને સ્ટેશન પ્લાઝા સાથે જોડાણ આપશે, જેમાં લિફ્ટ અને એસ્કેલેટર ઉપલબ્ધ રહેશે.આધુનિક સુવિધાઓ અને 'વડ' ના વૃક્ષથી પ્રેરિત ડિઝાઇનસ્ટેશનની સ્થાપત્ય રચના વડના વૃક્ષથી પ્રેરિત છે, જે વડોદરાની ઓળખ અને ‘વડ’ વૃક્ષ સાથે શહેરના ઐતિહાસિક જોડાણને પ્રતિબિંબિત કરે છે. સ્ટેશનના પેસેન્જર વિસ્તારોને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યા છે કે અહીં પૂરતી માત્રામાં કુદરતી પ્રકાશ ઉપલબ્ધ રહે અને મુસાફરોને બહારના આકાશનાં દૃશ્યો પણ જોવા મળે. તેનાથી સ્ટેશનની અંદર ખુલ્લું, પ્રકાશમય અને આરામદાયક વાતાવરણ ઊભું થશે.આ પણ વાંચો: Ahmedabad : બોમ્બની ધમકીથી ફ્લાઈટમાં ખળભળાટ, લખનૌથી દમામ જતી ઈન્ડિગો ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

Read Full Story arrow_forward
Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત
calendar_today September 10, 2026

Mehsana News: મહેસાણાના ડાભલામાં ખાણ-ખનીજ વિભાગનો સપાટો: ₹1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા જિલ્લાના ડાભલા ગામે ગેરકાયદે માટીનું ખોદકામ ચાલી રહ્યું હોવાની બાતમીના આધારે ખાણ-ખનીજ વિભાગ અને વસાઈ પોલીસે સંયુક્ત રીતે દરોડો પાડ્યો હતો. ખેડૂતના ખેતરમાં કોઈ પણ જાતની મંજૂરી વગર થઈ રહેલા બિનપરવાનગી માટી ખોદકામ સામે ટીમે ત્વરિત અને સખત કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.રૂ. 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયોઆ દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળેથી માટી ખોદકામ અને પરિવહન માટે ઉપયોગમાં લેવાતા વાહનો જપ્ત કર્યા હતા. જેમાં 2 હાઇવા ડમ્પર અને 1 JCB મશીન સહિત કુલ રૂ. 1.20 કરોડનો કિંમતી મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. આ કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના માટી માફિયાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.કડાના નયનસિંહ ચાવડા સામે ફરિયાદરોયલ્ટી ચોરી અને ગેરકાયદે ખોદકામના ગંભીર આક્ષેપો હેઠળ કડા ગામના નયનસિંહ ચાવડા સામે કાયદેસરની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ખાણ-ખનીજ વિભાગ દ્વારા આ સમગ્ર નેટવર્ક કઈ રીતે ચાલતું હતું અને તેમાં અન્ય કોણ કોણ સામેલ છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે.ખેતર માલિકનું સોગંદનામું આવ્યું સામેબીજી તરફ આ સમગ્ર મામલે ખેતર માલિકનો પણ બચાવ સામે આવ્યો છે. ખેતર માલિકે આ મામલે સોગંદનામું રજૂ કરીને દાવો કર્યો છે કે, ખેતરમાં કોઈ ગેરકાયદેસર માટીનું વેચાણ કે ચોરી કરવામાં આવી રહી ન હતી, પરંતુ ખેતરના અંદરના ભાગે સમતળ કરવા અથવા સુધારા અર્થે જ માટીકામ કરવામાં આવી રહ્યું હતું. હાલમાં પોલીસ અને ખનીજ વિભાગ બંને પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની કાયદેસરની તપાસ ચલાવી રહ્યા છે.આ પણ વાંચો: Mehsana News: ભીમપુર વરસંગ તળાવમાંથી પાણી છોડાયું, સતલાસણા અને ખેરાલુના 29 તળાવ ભરાશે

Read Full Story arrow_forward