android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય
calendar_today September 10, 2026

Gujarat Assembly: ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરે ત્રીજો અને અંતિમ દિવસ, દુષ્કાળ અંગે લેવાઈ શકે છે નિર્ણય

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો 11 સપ્ટેમ્બરના રોજ ત્રીજો અને અંતિમ દિવસ છે. 11 સપ્ટેમ્બરે સવારે 10:00 વાગે ગૃહની કામગીરીનો પ્રારંભ થશે. દિવસના પ્રથમ એક કલાક દરમિયાન પ્રશ્નોત્તરી કાળ યોજાશે, જેમાં નાણાં, શહેરી વિકાસ, કૃષિ, પશુપાલન, શ્રમ અને રોજગાર, સામાજિક ન્યાય તથા પુરવઠા વિભાગને લગતા વિવિધ પ્રશ્નો પર ચર્ચા વિચારણા કરવામાં આવશે.નિયમ 116 હેઠળ દુષ્કાળની સ્થિતિ પર ચર્ચારાજ્યમાં પ્રવર્તતી દુષ્કાળની સ્થિતિ અંગેનો ગંભીર મુદ્દો 11 સપ્ટેમ્બરે વિધાનસભા ગૃહમાં ગાજશે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરી દ્વારા નિયમ 116 હેઠળ આ મુદ્દો ઉઠાવવામાં આવશે. આ ચર્ચા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળ રાહત અને પશુપાલકો-ખેડૂતો માટે કરવામાં આવેલા વિવિધ કામોનો સત્તાવાર જવાબ આપવામાં આવશે.ત્રણ મહત્વપૂર્ણ સરકારી વિધેયકો થશે રજૂસત્રના આખરી દિવસે રાજ્ય સરકાર દ્વારા ત્રણ મહત્વના કાયદાકીય સુધારા વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે:ગુજરાત ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ વિધેયક: રાજ્યમાં વેપાર અને ઉદ્યોગ સાહસિકતાને વધુ સુગમ બનાવવા માટે.ગુજરાત ભાડા વિધેયક: ભાડા કરાર અને મકાનમાલિક-ભાડૂતના નિયમોમાં સુધારા અર્થે.ગુજરાત ખેતીની જમીન ટુકડા પડતા અટકાવવા અને એકત્રીકરણ કરવા અંગેનું સુધારા વિધેયક: જમીનના નાના ટુકડા થતા રોકવા અને કૃષિ ક્ષેત્રે સુધારા માટે.અહેવાલોની રજૂઆત અને છેલ્લા દિવસનો પ્રસ્તાવગૃહની કામગીરી દરમિયાન અલગ-અલગ સરકારી બોર્ડ અને નિગમોના વાર્ષિક અહેવાલો ટેબલ કરવામાં આવશે. આ ઉપરાંત, સત્રના અંતિમ દિવસે ધારાસભ્ય મોહનભાઈ ઢોળીયા દ્વારા આદિવાસી સમાજના વિકાસ કામો પર વિશેષ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે.આ પણ વાંચો: Gujarat Assembly: પશુ આહાર બીલ સર્વાનુમતે પસાર, અધ્યક્ષ શંકર ચૌધરીએ રચ્યો ઇતિહાસ

Read Full Story arrow_forward
Mandi Kullu travel: મનાલી-લદ્દાખ જતા પ્રવાસીઓને મોટી રાહત, હિમાચલમાં બે ટનલ ખુલતાં લેહ-લદ્દાખનો પ્રવાસ બનશે વધુ સરળ
calendar_today September 10, 2026

Mandi Kullu travel: મનાલી-લદ્દાખ જતા પ્રવાસીઓને મોટી રાહત, હિમાચલમાં બે ટનલ ખુલતાં લેહ-લદ્દાખનો પ્રવાસ બનશે વધુ સરળ

Delhi-NCR સહિત દેશભરમાંથી હિમાચલ પ્રદેશ અને લદ્દાખ ફરવા જતા લોકો માટે સારા સમાચાર છે. હિમાચલ પ્રદેશમાં બે મહત્વની ટનલ 11 સપ્ટેમ્બરથી સામાન્ય લોકો માટે ખોલવામાં આવી રહી છે. આ ટનલ નેશનલ હાઈવે-3 (NH-03)ના પંડોહ-ટકોલી સેક્શનમાં બનાવવામાં આવી છે. ટનલ શરૂ થયા બાદ મંડી અને કુલ્લુ સહિત લેહ-લદ્દાખ સુધીનો પ્રવાસ વધુ સરળ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે જાહેરાત કરી છે.મંડીથી કુલ્લુનું અંતર કાપવામાં લાગતો સમય અડધો થશેહાલ હિમાચલ પ્રદેશના મંડીથી કુલ્લુ પહોંચવામાં લગભગ બે કલાક લાગે છે. નવી ટનલ શરૂ થયા બાદ આ પ્રવાસનો સમય ઘટીને લગભગ એક કલાક થઈ જશે. તેનાથી મુસાફરોને ટ્રાફિક જામ, સાંકડા વળાંકો અને લેન્ડસ્લાઈડવાળા વિસ્તારોમાંથી પસાર થવામાં મોટી રાહત મળશે. 11 સપ્ટેમ્બરે ટનલ ખોલવામાં આવશેનીતિન ગડકરીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે NH-03ના પંડોહ-ટકોલી સેક્શનમાં કનેક્ટિવિટીમાં મોટો ફેરફાર થશે અને 11 સપ્ટેમ્બર 2026ના રોજ દેવોડ અને હનોગીની મોટી ટનલ ખોલવામાં આવશે.6 કિલોમીટરનો મુશ્કેલ રસ્તો હવે 3.5 કિલોમીટરનો થશેઆ પ્રોજેક્ટ હેઠળ બે ટનલ બનાવવામાં આવી છે. આ ટનલ શરૂ થયા બાદ અગાઉનો લગભગ 6 કિલોમીટર લાંબો વળાંકવાળો અને જોખમી પહાડી રસ્તો ઘટીને માત્ર 3.5 કિલોમીટર જેટલો થઈ જશે.દેવોડ ટનલ (T4-01): 2.8 કિલોમીટર લાંબીહનોગી ટનલ (T4-02): 650 મીટર લાંબીટ્રાફિક જામથી મોટી રાહત મળવાની આશાજોગણી માતા મંદિર, દેવોડ અને હનોગી વિસ્તાર લાંબા સમયથી ટ્રાફિક જામ માટે જાણીતા છે. ખાસ કરીને ટુરિસ્ટ સિઝનમાં અહીં વાહનો એકથી બે કલાક સુધી અટવાઈ જતા હતા. નવી ટનલ શરૂ થયા બાદ આ વિસ્તારોમાં થતા ટ્રાફિક જામથી કાયમી રાહત મળવાની આશા છે.મનાલી અને લદ્દાખ જતા પ્રવાસીઓને પણ ફાયદો થશેઆ રસ્તો માત્ર હિમાચલના પર્યટન સ્થળો માટે જ મહત્વનો નથી, પરંતુ લેહ-લદ્દાખ જતા લોકો માટે પણ ખૂબ ઉપયોગી છે. ટનલ શરૂ થયા બાદ મનાલી જતા પ્રવાસીઓનો સમય બચશે. રોહતાંગ અને લાહૌલ-સ્પીતિનો પ્રવાસ પણ સરળ બનશે. આ ઉપરાંત લેહ-લદ્દાખ તરફ જતા સૈન્ય કાફલાઓને પણ ઝડપી અને વધુ સુરક્ષિત માર્ગ મળશે.શિયાળામાં પણ કનેક્ટિવિટી સુધરશેઆ માર્ગ પર દરેક સિઝનમાં સારી કનેક્ટિવિટી જળવાઈ રહે તે દિશામાં પણ આ ટનલ મહત્વની છે. અત્યાર સુધી શિયાળાની સિઝનમાં ભારે બરફવર્ષા સહિતની સમસ્યાઓના કારણે આ રસ્તો ઘણીવાર બંધ થઈ જતો હતો. નવી ટનલથી મુસાફરોને વધુ સારી કનેક્ટિવિટી મળવાની આશા છે.લેન્ડસ્લાઈડવાળા જોખમી વિસ્તારોને બાયપાસ કરાશેપંડોહ અને હનોગી વિસ્તારમાં વારંવાર લેન્ડસ્લાઈડની ઘટનાઓ બને છે. દર વર્ષે અહીં પહાડ પરથી પથ્થરો અને ચટ્ટાનો પડવાની ઘટનાઓ સામે આવે છે. નવી ટનલના કારણે આવા સંવેદનશીલ વિસ્તારોને બાયપાસ કરી શકાશે. આથી અગાઉની સરખામણીએ મુસાફરી વધુ સુરક્ષિત બનશે. આ બંને ટનલ પંડોહ બાયપાસ-ટકોલી 4-લેન પ્રોજેક્ટનો ભાગ છે. આશરે 18.908 કિલોમીટર લાંબા આ પ્રોજેક્ટનું નિર્માણ હાઇબ્રિડ એન્યુટી મોડ (HAM) હેઠળ કરવામાં આવ્યું છે. સમગ્ર પ્રોજેક્ટનો કુલ ખર્ચ આશરે ₹4,465.94 કરોડ છે.આ પણ વાંચો:  હિમાચલ પ્રદેશનું ગ્રીન કેપિટલ અને ચાના બગીચાઓની ભૂમિ

Read Full Story arrow_forward
Gujarat Latest News Live:  આવતીકાલે પીએમ મોદી અને પુતિન વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક
calendar_today September 10, 2026

Gujarat Latest News Live: આવતીકાલે પીએમ મોદી અને પુતિન વચ્ચે થશે દ્વિપક્ષીય બેઠક

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 10 સપ્ટેમ્બર ના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો

Read Full Story arrow_forward