android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ
calendar_today September 10, 2026

Ahmedabad : મંજૂરી વગર ઝાડ કાપવાનો ખેલ ભારે પડ્યો, ચિત્રા એડ એજન્સી સામે સરખેજ પોલીસમાં ફરિયાદ

અમદાવાદમાં ચિત્રા એડ એજન્સી સામે અમદાવાદ મહાનગરપાલિકાએ કાર્યવાહી શરૂ કરી છે. YMCAથી યોગા સર્કલ રોડ પર મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાના મામલે મનપાએ એજન્સીને નોટિસ પાઠવી હતી. નોટિસનો જવાબ ન આપતાં હવે સરખેજ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ કરવામાં આવી છે.ઝાડ કાપવાની મંજૂરી કોણે આપી? મનપાની નોટિસ છતાં ખુલાસો નહીંમળતી માહિતી મુજબ, YMCAથી યોગા સર્કલ તરફ જતા રોડ પર ચિત્રા એડ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હતા. મામલો ધ્યાન પર આવતા મનપાએ એજન્સીને નોટિસ પાઠવી 3 દિવસમાં ખુલાસો રજૂ કરવા જણાવ્યું હતું. પરંતુ નિર્ધારિત સમયમર્યાદામાં એજન્સી દ્વારા કોઈ ખુલાસો ન કરવામાં આવતા મનપાએ હવે સરખેજ પોલીસને જાણ કરી છે.અગાઉ પણ ઝાડ કાપ્યા હતા, ત્યારે રૂ.10 લાખનો દંડચિત્રા એડ એજન્સી સામે આ પહેલી કાર્યવાહી નથી. અગાઉ પણ એજન્સી દ્વારા મંજૂરી વગર ઝાડ કાપવામાં આવ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો. તે સમયે મનપાએ કાર્યવાહી કરીને એજન્સીને રૂ.10 લાખનો દંડ ફટકાર્યો હતો.એક પછી એક વિવાદ, હવે પોલીસ સુધી પહોંચ્યો મામલોઅગાઉ ઝાડ કાપવાના મામલે દંડ અને હવે મંજૂરી વગર ઝાડ કાપવાના મામલે નોટિસ બાદ પોલીસમાં જાણવાજોગ ફરિયાદ થતાં ચિત્રા એડ એજન્સી સામે મનપાનું વલણ વધુ કડક બન્યું છે. હવે પોલીસ અને મનપાની આગળની કાર્યવાહી બાદ રોડ કાપવાની કામગીરી કયા હેતુથી અને કોની મંજૂરી વિના કરવામાં આવી હતી તે અંગે વધુ વિગતો સામે આવી શકે છે.  આ પણ વાંચો  : Statue of Unityમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર યોજાતા ઉદ્ધવ ઠાકરેને લાગ્યું મરચું, એક નિવેદનથી રાજકારણ ગરમાયું

Read Full Story arrow_forward
Kodinarના રાજપરામાં ખેડૂતના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ
calendar_today September 10, 2026

Kodinarના રાજપરામાં ખેડૂતના શેરડીના ખેતરમાં લાગી ભીષણ આગ

ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકામાં આવેલા રાજપરા ગામે એક ખેડૂતના ખેતરમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. રાજપરા ગામના ખેડૂત ભૂપતભાઈ હીરાભાઈ વાઢેળના શેરડીના ખેતરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સમગ્ર ખેતરમાં ધુમાડાના ગોટેગોટા ઉડવા લાગ્યા હતા, જેના કારણે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.શેરડીનો સંપૂર્ણ પાક બળીને થયો રાખ આ ભયાનક આગની લપેટમાં આવી જવાથી ખેડૂતનો આશરે ત્રણથી ચાર વીઘામાં પથરાયેલો શેરડીનો સંપૂર્ણ પાક બળીને રાખ થઈ ગયો છે. લણણીના આરે આવેલા તૈયાર પાકને ભારે નુકસાન પહોંચતા પીડિત ખેડૂત ભૂપતભાઈ વાઢેળને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. અચાનક બનેલી આ ઘટનાથી ખેડૂત પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે.વીજ તારમાં સ્પાર્કના કારણે આગ લાગ્યાની આશંકા ખેતરમાં આગ કયા કારણોસર લાગી તે અંગેનું ચોક્કસ કારણ હજુ સુધી અકબંધ રહ્યું છે. જોકે, પ્રાથમિક દ્રષ્ટિએ ખેતર પરથી પસાર થતી વીજ લાઈનના તારમાં સ્પાર્ક (તણખા) થવાના કારણે આગ લાગી હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. તંત્ર દ્વારા આ મામલે યોગ્ય તપાસ કર્યા બાદ જ સ્પષ્ટ થશે કે આગ ખરેખર કઈ રીતે લાગી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Fact Check: 2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે કે નહીં? થયો હવે મસમોટો ખુલાસો
calendar_today September 10, 2026

Fact Check: 2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ ગુજરાતમાં યોજાશે કે નહીં? થયો હવે મસમોટો ખુલાસો

2026નો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ દિલ્હીને બદલે ગુજરાતમાં યોજાશે. રાજધાનીની બહાર આ કાર્યક્રમ યોજાઈ રહ્યો હોય તેવી ઘટના 72 વર્ષમાં આ પહેલીવાર નથી બની; અગાઉ 1971માં ચેન્નાઈ ખાતે સમારોહ યોજીને આ પરંપરા તોડવામાં આવી હતી. 2026નો કાર્યક્રમ ગુજરાતના કેવડિયા ખાતે યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે, જોકે, હવે આ મામલે PIBના ફેક્ટ ચેકમાં આ દાવાને ભ્રામક ગણાવ્યો છે. 17મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહ 1971માં ચેન્નાઈ ખાતે યોજાયો હતો. પરંતુ આ તમામ ખબરો હવે ભ્રામક સાબિત થઈ છે. નોંધનીય છે કે, માહિતી અને પ્રસારણ મંત્રાલયે દેશના અન્ય ભાગોમાં પણ આ સમારોહ યોજવાનો નિર્ણય લીધો છે. પરંતુ ગુજરાતમાં યોજાવવાની વાત અંગે PIB એ સ્પષ્ટતા કરી કે આ દાવો તથ્યોથી વિપરીત છે.રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદીમળતી માહિતી અનુસાર રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની 72મી આવૃત્તિ જેના વિજેતાઓની જાહેરાત જુલાઈમાં કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓની યાદી પહેલેથી જ જાહેર કરવામાં આવી છે. 'આર્ટિકલ 370' (Article 370) ફિલ્મને શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે, જ્યારે તેની મુખ્ય અભિનેત્રી યામી ગૌતમને શ્રેષ્ઠ અભિનેત્રીના પુરસ્કાર માટે પસંદ કરવામાં આવી છે. મલયાલમ સુપરસ્ટાર મમ્મૂટી અને બોલિવૂડ અભિનેતા કાર્તિક આર્યન અનુક્રમે 'બ્રહ્મયુગમ' (Bramayugam) અને 'ચંદુ ચેમ્પિયન' (Chandu Champion) માં તેમની ભૂમિકાઓ માટે સંયુક્ત રીતે શ્રેષ્ઠ અભિનેતાનો પુરસ્કાર મેળવશે.આ સિવાય વિનાયક દામોદર સાવરકરના જીવન પર આધારિત ફિલ્મ 'સ્વતંત્ર્ય વીર સાવરકર' (Swatantrya Veer Savarkar) માટે અભિનેતા-ફિલ્મ નિર્માતા રણદીપ હુડ્ડાની શ્રેષ્ઠ ડેબ્યૂ ડિરેક્ટર (પ્રથમ વખત દિગ્દર્શન કરનાર શ્રેષ્ઠ દિગ્દર્શક) તરીકે પસંદગી કરવામાં આવી છે. તેલુગુ ફિલ્મ 'કલ્કી 2898 એડી' (Kalki 2898 AD) ને સંપૂર્ણ મનોરંજન પૂરું પાડતી શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો પુરસ્કાર મળશે. વધુમાં, અરુણ મથેશ્વરન દ્વારા નિર્દેશિત અને ધનુષ અભિનીત તમિલ ફિલ્મ 'કેપ્ટન મિલર' (Captain Miller) ને રાષ્ટ્રીય, સામાજિક અને પર્યાવરણીય મૂલ્યોને પ્રોત્સાહન આપતી શ્રેષ્ઠ ફીચર ફિલ્મ તરીકે પસંદ કરવામાં આવી છે.આ પણ વાંચો: પેટને અંદરથી ઠંડુ રાખવામાં કરે છે મદદ, પીઓ આ એક રસ

Read Full Story arrow_forward