Ahmedabad News : સાધુ રામકૃષ્ણદાસની હરકત બાદ અન્ય સંતોએ માર માર્યો
અમદાવાદના કાલુપુર મંદિરમાં સાધુ રામકૃષ્ણદાસની હરકત ચર્ચાનો વિષય બની છે. મળેલી માહિતી મુજબ આ લંપટ સાધુ રામકૃષ્ણદાસને કેટલાક સંતોએ માર માર્યો હતો. સંદેશ ન્યૂઝની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને મામલાને જાણવાનો પ્રયાસ કર્યો હતો પણ સંતોએ બોલવાનો ઇન્કાર કરી દીધો હતો. મંદિર સુધી લઈ જઈને માર મારવાનો આક્ષેપ સ્વામી રામકૃષ્ણદાસને મંદિરમાંથી પોરડા મંદિર સુધી લઈ જઈને માર મારવાનો આક્ષેપ કરાયો છે. તેમને ભગવા કપડાનો ત્યાગ કરાવાયો હતો .સંદેશ ન્યુઝની ટીમ જયારે કાલપુર મંદિરમાં પહોંચી ત્યારે અન્ય સંતો પણ મંદિરમાંથી આશ્રમ રુમમાં જતા રહ્યા હતા. મંદિરમાં સાધુની કરતૂત આજે ચર્ચાનો વિષય બની હતી.
Read Full Story arrow_forward