android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
BMC Budget 2026 : શું 81,000 કરોડનું બજેટ માયાનગરી મુંબઈની સ્થિતિ બદલશે?
calendar_today February 25, 2026

BMC Budget 2026 : શું 81,000 કરોડનું બજેટ માયાનગરી મુંબઈની સ્થિતિ બદલશે?

ભારતની આર્થિક રાજધાની તરીકે ઓળખાતા શહેર મુંબઈના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ તેનું મ્યુનિસિપલ કોર્પોરેશન બજેટ રજૂ કર્યું છે. નોંધપાત્ર રીતે, આ પહેલી વાર હતું જ્યારે BMCનું બજેટ રૂપિયા 80,000 કરોડ અથવા લગભગ $9 બિલિયનને વટાવી ગયું છે.5 રાજ્યનું બજેટ BMCના બજેટ કરતા છે ઓછું મુંબઈનું બજેટ કોઈ મોટી વાત નથી, કારણ કે તેની વૈશ્વિક હાજરી નોંધપાત્ર છે. સૌથી મહત્વપૂર્ણ હકીકત એ છે કે એકલા BMCનું બજેટ અન્ય પાંચ રાજ્યો કરતાં નોંધપાત્ર રીતે મોટું છે. કેટલાક રાજ્યોની તુલનામાં, તે ચારથી પાંચ ગણું મોટું છે. ગોવા, અરૂણાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશ, સિક્કિમ અને ત્રિપુરા. આ 5 રાજ્યનું બજેટ BMCના બજેટ કરતા નાનું છે. BMCનું બજેટ કેટલું છે? બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) એ બુધવારે નાણાકીય વર્ષ 2026-27 માટે રૂપિયા 80,952.56 કરોડનું બજેટ જાહેર કર્યું, જે નાણાકીય વર્ષ 2025-26 ની તુલનામાં 8.77 ટકાનો વધારો છે. BMC કમિશનર ભૂષણ ગગરાણીએ બજેટ રજૂ કર્યું, જેમાં મૂડી ખર્ચ માટે રૂપિયા 48,164.28 કરોડનો સમાવેશ થાય છે, જે 2025-26 ના બજેટની તુલનામાં 11.59 ટકાનો વધારો છે. નાણાકીય વર્ષ 2026-27 માટે મહેસૂલ ખર્ચ રૂપિયા 32,698.44 કરોડનો પ્રસ્તાવિત છે, જે 2025-26 ના સુધારેલા અંદાજ રૂપિયા 28,257.91 કરોડથી આશરે 15.71 ટકાનો વધારો છે. બજેટમાં આવકનો અંદાજ રૂપિયા 51,510.94 કરોડ છે, જે વાર્ષિક ધોરણે 19.35 ટકાનો વધારો છે. બીએમસી માટે આવકના મુખ્ય સ્ત્રોતોમાંનો એક, મિલકત વેરાની આવક, 2026-27 માટે રૂપિયા 7000 કરોડ હોવાનો અંદાજ છે, જે 2025-26માં રૂપિયા 6200 કરોડ હતી. બીએમસી પૈસા ક્યાં ખર્ચ કરશે? આગામી નાણાકીય વર્ષ માટે મૂડી ખર્ચનો મોટો હિસ્સો મુખ્ય માળખાગત સુવિધાઓ માટે રાખવામાં આવ્યો છે. A, B, E, G, અને TA હેડ હેઠળ મૂડી ખર્ચ, જેમાં સુધારણા યોજનાઓ, શિક્ષણ ભંડોળ, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા અને વૃક્ષ સત્તામંડળનો સમાવેશ થાય છે, તે રૂપિયા 30,069.89 કરોડ નક્કી કરવામાં આવ્યો છે. આમાંથી, કોસ્ટલ રોડ, ગોરેગાંવ-મુલુંડ લિંક રોડ (GMLR), સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) અને અન્ય માળખાગત પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 13,990 કરોડ ફાળવવામાં આવ્યા છે. ખાસ પ્રોજેક્ટ્સ માટે રૂપિયા 4,104.39 કરોડનો મૂડી ખર્ચ પ્રસ્તાવિત કરવામાં આવ્યો છે. આગામી નાણાકીય વર્ષ માટે આંતરિક કામચલાઉ ટ્રાન્સફર રૂપિયા 13,765.74 કરોડ નક્કી કરવામાં આવ્યા છે.આ પણ વાંચો : Protest At AI Summit: હિમાચલ પ્રદેશની પોલીસે દિલ્હી પોલીસના 20 જવાનોને લીધા કસ્ટડીમાં, જાણો શું છે મામલો?

Read Full Story arrow_forward
Gujarat News: રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના, પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય
calendar_today February 25, 2026

Gujarat News: રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકની સૂચના, પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય

ગુજરાતના શિક્ષણ વિભાગના એક નિર્ણયથી શિક્ષકોને કામગીરીમાં રાહત મળી છે. શિક્ષણ વિભાગે પ્રાથમિક શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરીમાંથી મુક્તિ આપી છે. રાજયના પ્રાથમિક શિક્ષણ નિયામકે પરિપત્ર કર્યો છે. જેમાં શિક્ષણ સિવાયની અન્ય કામગીરીમાં શિક્ષકોને નહીં જોડવા સૂચના આપવામાં આવી છે. શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના ગુજરાત રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકે એક પરિપત્ર કરીને સૂચના આપી છે કે, હવેથી પ્રાથમિક વિભાગના શિક્ષકોને બિન શૈક્ષણિક કામગીરી નહીં કરાવી શકાય. તેમણે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં નહીં જોડવા સૂચના આપી છે. રાષ્ટ્રીય હિત સિવાયની કામગીરી હવેથી પ્રાથમિક શિક્ષકો પાસે નહીં કરવી શકાય. સંમતિ વિના જ શિક્ષકોને કામગીરી સોંપાતી હતી બાળકોના શિક્ષણ પર વિપરીત અસર ના પડે તે માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લા શિક્ષણ અધિકારી અને શાસનાધિકારીને લેખિતમાં સૂચના આપવામાં આવી છે. અગાઉ શિક્ષકોએ બિન શૈક્ષણિક ફરજમાં ન જોડવા રજૂઆત કરી હતી. સંમતિ વિના જ શિક્ષકોને કામગીરી સોંપાતી હતી. આ પણ વાંચોઃ Gujarat News: અકસ્માતો ઘટાડવા ટ્રાફિકનું સંચાલન જરૂરી, દંડનીય કાર્યવાહીથી અકસ્માતની ઘટનાઓ ઘટશે ખરી?

Read Full Story arrow_forward
Happy Birthday Ahmedabad : ચામાચીડિયા, દેડકા અને બકરી… અરે! આ તો છે અમદાવાદની પોળોના નામો , જાણો ઇતિહાસ
calendar_today February 25, 2026

Happy Birthday Ahmedabad : ચામાચીડિયા, દેડકા અને બકરી… અરે! આ તો છે અમદાવાદની પોળોના નામો , જાણો ઇતિહાસ

વર્ષ 1411માં સુલતાન અહમદશાહ દ્વારા સ્થાપિત અમદાવાદ શહેરનો ઇતિહાસ ખૂબ જ ગૌરવશાળી છે. શહેરના જૂના નામો આશાપલ્લી, આશાવલ, કર્ણાવતી અને પછી અમદાવાદ રહ્યા. સમય અને શાસકો બદલાતા શહેરનું નામ બદલાતું ગયું, પરંતુ તેની ઓળખ – તેની પોળો છે , જે આજે પણ અડગ છે. પોળ શબ્દનો અર્થ શું? ‘પોળ’ શબ્દ સંસ્કૃતના ‘પ્રતોલી’ શબ્દ પરથી આવ્યો છે. સોલંકી યુગમાં પોળોને ‘પાડા’ તરીકે ઓળખવામાં આવતી. પાટણમાં આજે પણ ‘જમનો પાડો’ અથવા ‘ઢીલી ખીચડીનો પાડો’ જેવા નામો જોવા મળે છે. અમદાવાદમાં પોળો માત્ર રહેઠાણ નહોતી, પરંતુ એક સામૂહિક જીવનશૈલી હતી. દરેક પોળમાં કૂવો, મંદિર, ચબૂતરો, દરવાજો, ઓટલો, ચોગાન અને પશુઓ માટે ચાટ જેવી સુવિધાઓ રાખવામાં આવતી. મુહૂર્ત પોળ – શહેરની શરૂઆત શહેરની સ્થાપના સમયે સૌથી પહેલા જે પોળમાં મુહૂર્ત કરાયું તે “મુહૂર્ત પોળ” તરીકે ઓળખાય છે. આ પોળ માણેકચોક વિસ્તારમાં આવેલી છે. શહેરની સૌથી મોટી પોળ “માંડવીની પોળ” છે. અહીં નવરાત્રિ દરમિયાન માતાજીની માંડવી મૂકાતી, તેથી તેનું નામ માંડવીની પોળ પડ્યું. પોળોના અનોખા નામ કેવી રીતે પડ્યા? ઘણી પોળોના નામકરણ પાછળ કોઈ ને કોઈ વ્યક્તિ, જાતિ-ઉપજાતિ, પરંપરાગત વ્યવસાય અથવા તો પશુ-પક્ષીઓ સાથે જોડાયેલી ઓળખ રહેલી છે. જેમ કે લાખા પટેલની પોળ, હાજા પટેલની પોળ, જાદા ભગતની પોળ, ધના સુથારની પોળ અને ગોઝારિયાની પોળ—આ બધાં નામો તે પોળોમાં વસતા પ્રખ્યાત વ્યક્તિઓ અથવા ત્યાં સ્થાયી થયેલા પરિવારોથી જોડાયેલા છે. કેટલીક પોળોના નામ તો સાંભળતાં જ આશ્ચર્ય થાય છે, જેમ કે ચામાચીડિયાની પોળ, દેડકાની પોળ અને બકરી પોળ. આવા અનોખા નામો ત્યાં રહેતા લોકોની ઓળખ, કોઈ ખાસ ઘટના અથવા લોકવાયકા પરથી પડ્યા હોવાનું માનવામાં આવે છે. મુઘલકાળના ઐતિહાસિક દસ્તાવેજોમાં પણ ઢીંકવા ચોકી, હાજા પટેલની પોળ, નિશા પોળ અને ભંડેરપુર પોળ જેવા નામોના ઉલ્લેખો જોવા મળે છે, જે અમદાવાદની પોળ સંસ્કૃતિના પ્રાચીન અને ગૌરવભર્યા ઇતિહાસની સાક્ષી આપે છે. અમદાવાદના વિસ્તારોનાં નામ – પાછળનો ઇતિહાસ અમદાવાદના વિસ્તારોનાં નામો પાછળ પણ રસપ્રદ અને ઐતિહાસિક કારણો જોડાયેલા છે. ઘણા વિસ્તારોનાં નામ ત્યાં રહેલી ધાર્મિક સ્થાનો, પ્રખ્યાત વ્યક્તિઓ, શાસકો, કુદરતી પરિસ્થિતિઓ અથવા ખાસ વ્યવસાય પરથી પડ્યા છે. જેમ કે માણેકચોકનું નામ માણેકનાથ બાવાથી જોડાયેલું માનવામાં આવે છે, ઢાલગરવાડમાં ઢાલ બનાવવાના વ્યવસાયને કારણે તે નામ પડ્યું, ડબગરવાડ ઢોલ-નગારા બનાવતા ડબગરો માટે જાણીતું બન્યું, જ્યારે શાહીબાગ મુઘલકાળના શાહી બગીચા અને મહેલને કારણે ઓળખાયો. આંબાવાડી વિસ્તારમાં ક્યારેક આંબાનાં ઝાડ અને તળાવ હોવાથી તે નામ પડ્યું, મણિનગર એક દાતાશ્રીના સ્મરણાર્થે વસાવવામાં આવ્યું, અને નારણપુરા નરનારાયણ મંદિર પરથી ઓળખાયું. આ રીતે અમદાવાદના દરેક વિસ્તારનું નામ તેના ઇતિહાસ, પરંપરા અને ઓળખ સાથે ગાઢ રીતે જોડાયેલું છે, જે શહેરના સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરે છે. અમદાવાદ – પોળોની અનોખી સંસ્કૃતિ અમદાવાદની પોળો માત્ર ઈમારતોનો સમૂહ નથી, પરંતુ એક પરિવાર છે. અહીં લોકો સાથે રહીને તહેવારો ઉજવે, પ્રસંગો કરે અને એકબીજાની મદદ કરે – એ જ છે સાચી અમદાવાદી ઓળખ. અમદાવાદની ઓળખ તેના ઇતિહાસ, સંસ્કૃતિ અને પોળોના અનોખા નામોથી બનેલી છે. આજે આધુનિક વિકાસ વચ્ચે પણ આ પોળો શહેરના ગૌરવ અને પરંપરાનું પ્રતિક છેઆ પણ વાંચો : Happy Birthday Ahmedabad : નાકે પહેલાં ઓળખાય એવો દરવાજો! રાયપુર દરવાજાની ખાસ વાત

Read Full Story arrow_forward