Junagadh News: રાજલક્ષ્મી પાર્કમાં કાર સ્ટંટ કરનાર યુવક ઝડપાયો, પોલીસે મંગાવી માફી
સોશિયલ મીડિયામાં સસ્તી પ્રસિદ્ધિ મેળવવા અને 'રીલ્સ' બનાવવાના ચક્કરમાં આજકાલ યુવાનો પોતાના અને અન્યના જીવ જોખમમાં મૂકતા અચકાતા નથી. જૂનાગઢના રાજલક્ષ્મી પાર્ક વિસ્તારમાં પૂરઝડપે અને જોખમી રીતે કાર ચલાવી સ્ટંટ કરી રહેલા એક યુવકનો વીડિયો વાયરલ થતા પોલીસે તેની શાન ઠેકાણે લાવી દીધી છે. પોલીસે આ સ્ટંટબાજની અટકાયત કરી તેને કાયદાનું ભાન કરાવ્યું છે.શું હતો સમગ્ર મામલો? વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે, યુવક રાજલક્ષ્મી પાર્કના મુખ્ય રોડ પર બેફામ રીતે કાર ચલાવી જોખમી સ્ટંટ કરી રહ્યો હતો. ભરચક રસ્તા પર અન્ય વાહનચાલકો અને રાહદારીઓના જીવ જોખમમાં મૂકીને આ યુવકે સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે આ કરતૂત કરી હતી. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ જૂનાગઢ પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કરાવ્યું કાયદાનું ભાન જૂનાગઢ પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમાં જ કારચાલક યુવકને ઝડપી લીધો હતો. પોલીસના સકંજામાં આવતા જ 'સીન સપાટા' કરનાર યુવકની બધી હેડકી બેસી ગઈ હતી. યુવકે જાહેરમાં પોતાની ભૂલ સ્વીકારી હતી અને ભવિષ્યમાં આવા જોખમી સ્ટંટ નહીં કરવાની શરતે માફી માંગી હતી.https://x.com/SP_Junagadh/status/2026540448941265142 સ્ટંટબાજો માટે લાલબત્તી સમાન કિસ્સો પોલીસની આ કડક કાર્યવાહીથી શહેરમાં સ્ટંટ કરીને સોશિયલ મીડિયા પર રોફ જમાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે, રસ્તા પર જોખમી રીતે વાહન ચલાવનાર કે સ્ટંટ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં. આ પણ વાંચો - Junagadh News: વંથલીમાં ટ્રક, ટ્રેક્ટર અને બાઈક વચ્ચે ટ્રિપલ અકસ્માત
Read Full Story arrow_forward