Gujarat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ સરકારે બજેટની અમલવારી કરવા આદેશ કર્યો
ગુજરાતમાં આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજવા માટેની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યની 15 મહાનગરપાલિકાઓમાં ચૂંટણી અધિકારીઓની નિમણૂક કરવાની પણ તૈયારીઓ કરાઈ છે. ત્યારે આ ચૂંટણી પહેલા રાજ્ય સરકારે જાહેર કરેલા બજેટની અમલવારી શરૂ કરવાની કામગીરી માટે નાણાં વિભાગે પરિપત્ર જાહેર કર્યો છે. નાણાં વિભાગે આ માટેનો એક પરિપત્ર જાહેર કર્યો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા બજેટના અમલીકરણ માટે સરકાર સક્રિય થઈ છે. સરકારના નાણાં વિભાગે આ માટેનો એક પરિપત્ર જાહેર કર્યો છે. બજેટ 2026-27ના અમલીકરણ અંગે સરકારે મોટો આદેશ કર્યો છે. વહીવટી મંજૂરીની પ્રક્રિયા વેગવંતી બનાવવા માટે સરકારે વિભાગોને સૂચના આપી છે. 15 માર્ચ સુધીમાં દરખાસ્તો રજૂ કરવા સરકારે આદેશ કર્યો છે. e-sarkar મારફતે દરખાસ્ત કરવી પડશે નવી જગ્યા અને વાહનોની ખરીદી, આઈટી સાધનોની ખરીદી માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. જો અધિકારીની જગ્યા ખાલી હશે તો નવું વાહન નહીં મળે.પહેલી એપ્રિલ 2026થી નવા કામો માટે ખર્ચ કરવા મંજૂરી મળશે. સરકારી કામે સમયસર શરૂ થાય તે હેતુસર પરિપત્ર કરવામાં આવ્યો છે. તમામ વિભાગોને તાત્કાલિક દરખાસ્ત કરવા સૂચના આપવામાં આવી છે. e-sarkar મારફતે દરખાસ્ત કરવી પડશે. આ પણ વાંચોઃAhmedabad News: શહેરમાં અનસ ગ્રુપ અને ભાગીદારોને ત્યાં ED ત્રાટકી, કરોડોના દાગીના અને રોકડ જપ્ત
Read Full Story arrow_forward