android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : સાબરમતી જેલના 31 કેદીઓ આપશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા
calendar_today February 25, 2026

Ahmedabad : સાબરમતી જેલના 31 કેદીઓ આપશે ધોરણ 10-12 બોર્ડની પરીક્ષા

જેલની ચાર દિવાલોમાં પણ આજે શિક્ષણની ઉજાસ ફેલાઈ રહી છે. 26 ફેબ્રુઆરીથી રાજ્યભરમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે સમાજના મુખ્ય પ્રવાહથી દૂર ગણાતી જેલની અંદર પણ કેદીઓ બોર્ડની પરીક્ષા આપશે. આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને સાબરમતી સેન્ટ્રલ જેલ સહિત અન્ય જેલોના કેદીઓ માટે ભવિષ્ય ઘડવાની એક નવી તક સર્જાઈ છે. જુઓ આ અહેવાલમાં.પંજા હોલમાં બોર્ડની પરીક્ષા આપશે કેદીઓ 26 ફેબ્રુઆરીથી શરૂ થતી ગુજરાત બોર્ડ પરીક્ષામાં સાબરમતી સેન્ટ્રલ જેલની અંદર રહેલા કેદીઓ પણ પરીક્ષા આપવાના છે. સાબરમતી જેલમાં ધોરણ 10માં 15 કેદીઓ અને ધોરણ 12માં 8 કેદીઓ પરીક્ષા આપશે. ઉપરાંત અન્ય જેલોના કેદીઓને જોડીને કુલ 31 કેદીઓ આ વર્ષે સાબરમતી જેલમાં આવેલા પંજા હોલમાં બોર્ડની પરીક્ષા આપવાના છે. ખાસ વાત એ છે કે આ સમગ્ર પરીક્ષા વ્યવસ્થા આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને યોજવામાં આવી રહી છે. બોર્ડના તમામ નિયમો અનુસાર આદર્શ વિદ્યાલયને પરીક્ષા કેન્દ્ર તરીકે જોડવામાં આવ્યું છે, જેથી કેદીઓને નિયમિત વિદ્યાર્થીઓ જેવી જ બેઠક વ્યવસ્થા, સમયપાલન અને દેખરેખની તમામ સુવિધા મળી રહે. સુરક્ષા માટે વધારાનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો જેલની અંદર જ પરીક્ષા કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યું છે. પ્રશ્નપત્રોની સુરક્ષા, જવાબપત્રોની તપાસ, નિયુક્ત અધિકારીઓ દ્વારા દેખરેખ અને પરીક્ષા દરમિયાન શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેલ પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થામાં કોઈ ખામી ન રહે તે માટે વધારાનો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. જેલ તંત્રનું માનવું છે કે શિક્ષણ કેદીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું સૌથી અસરકારક સાધન છે. આદર્શ વિદ્યાલયની સાથે સંલગ્ન થઈને લેવાતી આ બોર્ડ પરીક્ષા કેદીઓ માટે માત્ર અભ્યાસ નહીં, પરંતુ સજા બાદ સમાજમાં ફરીથી સન્માનપૂર્વક જીવન જીવવાની આશા પણ છે. પરીક્ષા દરમિયાન કેદીઓ પર અનાવશ્યક માનસિક દબાણ ન આવે તે માટે જેલ સ્ટાફને સંવેદનશીલ રીતે વર્તવાની સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી છે. ધોરણ 10 અને 12ની પરીક્ષા આપતા આ 31 કેદીઓ માટે આ એક પરીક્ષા નહીં, પરંતુ નવી જિંદગી તરફનો પહેલું પગથિયું છે. કેદીઓ માટે પણ ભવિષ્ય ઘડવાની એક મહત્વપૂર્ણ તક જેલની અંદર આદર્શ વિદ્યાલય સાથે સંલગ્ન થઈને યોજાતી આ બોર્ડ પરીક્ષા સમાજને સ્પષ્ટ સંદેશ આપે છે કે સજા સાથે સુધારાની તક પણ એટલી જ જરૂરી છે. જ્યારે જેલની ચાર દિવાલોમાં પણ શિક્ષણની ઉજાસ ફેલાય છે, ત્યારે અંધકારમાંથી બહાર આવવાની આશા જન્મે છે. આ રીતે આવતીકાલથી શરૂ થતી બોર્ડ પરીક્ષા શાળાના વિદ્યાર્થીઓ સાથે-સાથે જેલમાં રહેલા કેદીઓ માટે પણ ભવિષ્ય ઘડવાની એક મહત્વપૂર્ણ તક બની રહી છે.આ પણ વાંચો : Rajkot News: ફુલછાબ ચોક પર મહિલા કાર ચાલકે અનેક લોકોને હડફેટે લીધા

Read Full Story arrow_forward
Gujarat Police recruitment 2026: 1.10 લાખથી વધુ ઉમેદવારોએ પાસ કરી શારીરિક કસોટી, જાણો ક્યારે લેવાશે લખિત પરીક્ષા?
calendar_today February 25, 2026

Gujarat Police recruitment 2026: 1.10 લાખથી વધુ ઉમેદવારોએ પાસ કરી શારીરિક કસોટી, જાણો ક્યારે લેવાશે લખિત પરીક્ષા?

ગુજરાત પોલીસ ભરતીની રાહ જોઈ રહેલા હજારો ઉમેદવારો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. પોલીસ ભરતી બોર્ડ દ્વારા શારીરિક કસોટીનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામ મુજબ કુલ 1,10,665 ઉમેદવારો લેખિત પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.ઉમેદવારોની આંકડાકીય વિગત શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોમાં પુરtષ અને મહિલાઓના આંકડા પણ સામે આવ્યા છે. પુરૂષ ઉમેદવારો: 73,882 મહિલા ઉમેદવારો: 36,074 માજી સૈનિકો: 709 કુલ ક્વોલિફાય ઉમેદવારો: 1,10,665 19 એપ્રિલે લેખિત પરીક્ષાની શક્યતા શારીરિક કસોટીમાં પાસ થયેલા આ તમામ ઉમેદવારો હવે લેખિત પરીક્ષામાં ભાગ લેશે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આગામી 19 એપ્રિલ 2026ના રોજ લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવી શકે છે. જોકે, તારીખ અંગે સત્તાવાર જાહેરાતની હજુ પ્રતીક્ષા છે. પરિણામ જાહેર થતા જ ક્વોલિફાય થયેલા ઉમેદવારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને હવે તેઓએ લેખિત પરીક્ષા માટેની તૈયારીઓ તેજ કરી દીધી છે.

Read Full Story arrow_forward
Ahmedabad News: શહેરમાં અનસ ગ્રુપ અને ભાગીદારોને ત્યાં ED ત્રાટકી, કરોડોના દાગીના અને રોકડ જપ્ત
calendar_today February 25, 2026

Ahmedabad News: શહેરમાં અનસ ગ્રુપ અને ભાગીદારોને ત્યાં ED ત્રાટકી, કરોડોના દાગીના અને રોકડ જપ્ત

અમદાવાદમાં 9 સ્થળો પર ઈડી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. અનસ ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો અને સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ હેઠળ પેકેજિંગ અને ઉત્પાદન કરવામાં આવે છે. અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારના સભ્યોની દુબઈમાં પ્રોપર્ટી હોવાનું સામે આવ્યું છે. તપાસ દરમિયાન EDની ટીમને ગુનાહિત દસ્તાવેજો અને અન્ય પુરાવાઓ મળી આવ્યા છે. EDએ ફેમા કાયદા અંતર્ગત દરોડા પડ્યા અને કાર્યવાહી હાથ ધરી છે. ગુનાહિત દસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે 1.01 કરોડ રૂપિયાની રોકડ, 33.34 લાખ રૂપિયાનું વિદેશી ચલણ, 1.6 કિલોગ્રામના વિદેશી ચિહ્નવાળા 16 સોનાના બાર અને 80 કિલોગ્રામના 168 ચાંદીના બાર જપ્ત કર્યા છે. જેમાં અનસ ગ્રુપના ભાગીદારો અને પરિવારના સભ્યો સાથે સંકળાયેલી દુબઈમાં વિદેશી મિલકતોનો ખુલાસો કરતા વિવિધ ગુનાહિત દસ્તાવેજો અને રેકોર્ડનો સમાવેશ થાય છે. અમદાવાદમાં નવ સ્થળોએ દરોડા ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ (FEMA) 1999ની જોગવાઈઓ હેઠળ અમદાવાદમાં નવ સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા બાદ આ મિલકતો જપ્ત કરવામાં આવી હતી. જે અનસ ગ્રુપ અને તેના ભાગીદારોના પરિસરને આવરી લે છે. જે એમ્બર ટોબેકો, ઉમદા ટોબેકો, સમા ફિલ્ટર ખૈની બ્રાન્ડ નામો હેઠળ તમાકુ પ્રક્રિયા પેકેજિંગ અને ઉત્પાદનમાં રોકાયેલા છે.આ પણ વાંચોઃ Gujarat News: પોખરણના આકાશમાં વાયુસેનાની આધુનિક તાકાતના જીવંત નજારાનો ડ્રોન શો, જુઓ Video

Read Full Story arrow_forward