android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad : ભાજપના આંતરિક વિખવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો
calendar_today February 24, 2026

Ahmedabad : ભાજપના આંતરિક વિખવાદને કારણે લોકોનો રોડ અટકી પડ્યો, લોકોએ કહ્યું તમારું રાજકારણ તમારા પૂરતું રાખો પણ અમને રોડ આપો

અમદાવાદ શહેર ભાજપમાં ફરી એક વખત આંતરિક વિખવાદ સપાટી પર આવ્યો છે. અને આ વિવાદ સતત વિવાદ માં રહેતા અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલ અને ઇન્દ્રપુરી વોર્ડ પ્રમુખ વિક્કી પટેલ વચ્ચે થયો છે જેના કારણે સોસાયટીના રહીશો રોડથી વંચિત રહી રહ્યા છે.મનપા આ રોડ બનાવવામાં રસ નથી લેતી અમરાઈવાડી વિધાનસભા માં સમાવિષ્ઠ ઇન્દ્રપુરી વોર્ડમાં દિવ્ય કુંજ સોસાયટી આવેલી છે જેમાં 80 - 20 ની સ્કીમ હેઠળ રોડ માટે કામગરી મંજૂર થઈ હતી. ટેન્ડર થઈ ગયું હોવા છતાં મનપા આ રોડ બનાવવામાં રસ નથી લેતી અને રહીશો પરેશાન થઈ રહ્યા છે અને ધારાસભ્ય હસમુખ પટેલ પર બળાપો કાઢી રહ્યા છે.. વિકી પટેલ અને MLA હસમુખ પટેલ વચ્ચે છે વિખવાદ રોડ ના બનવા પાછળ મુખ્ય કારણ એ છે કે દિવ્ય કુંજ સોસાયટીના ચેરમેન વિક્કી પટેલ ઇન્દ્રપુરી વોર્ડમાં ભાજપ યુવા મોરચા પ્રમુખ છે તે અને હસમુખ પટેલ વચ્ચે રાજકીય ખટરાગ ચાલી રહ્યો છે. હસમુખ પટેલ ખાત મુહુર્ત માટે ના પહોંચ્યા સોસાયટીમાં રોડ નાં ખાત મુહુર્ત માટે 21 ફેબ્રુઆરી એ આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ સોસાયટી ચેરમેન વિક્કી પટેલ હોવાના કારણે હસમુખ પટેલ ખાત મુહુર્ત માટે પહોંચ્યા ન હોતા અને રોડની કામગીરી ત્યારથી અટકી પડી છે. વિવાદને સોસાયટીના કામમાં વચ્ચે ના લાવવો જોઈએ વિક્કી પટેલ સાથે ટેલીફોનીક વાતચીત દરમિયાન તેમણે કહ્યું હતું કે વિવાદ જે કંઈ હોય એ મારે અને હસમુખ પટેલ વચ્ચે છે. જે વિવાદને સોસાયટીના કામમાં વચ્ચે ના લાવવો જોઈએ. જે લોકો ભાજપમાં મતદાર છે તે મતદારોના કામ ધારાસભ્ય અટકાવી રહ્યા છે.  ધારાસભ્યની ગ્રાન્ટ છે અને તેમની મનાઈ ના કારણે અમે કામ નથી કરી શકતા મનપા અધિકારીઓ સાથે સંપર્ક કરતા તેમણે કહ્યું છે કે ધારાસભ્યની ગ્રાન્ટ છે અને તેમની મનાઈ ના કારણે અમે કામ નથી કરી શકતા. સોસાયટી લેટર લાવો બાદમાં કામગીરી ચાલુ થશે તો બીજી તરફ ધારાસભ્ય હસમુખ પટેલ વિધાનસભા સત્રમાં હોવાથી તેમનો સંપર્ક થઈ શક્યો નથી  ટેક્ષબિલ ભરીએ છે ઇમ્પેકટ ફી ભરીએ છે છતાં અમારું કામ કેમ નથી કરતા સ્થાનિક સોસાયટીના રહીશો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે બંને ભાજપમાં છે. બંને વચ્ચે વિખવાદ છે આખરે તેમના વિખવાદમાં કારણે અમને કેમ પરેશાન કરવામાં આવી રહ્યા છે ? અમે વોટ ભાજપને આપીએ છે ટેક્ષબિલ ભરીએ છે ઇમ્પેકટ ફી ભરીએ છે છતાં અમારું કામ કેમ નથી કરવામાં આવતું ? અમે તો વોટ પણ ભાજપને આપીએ છે તેમ છતાં કેમ તેમનું રાજકારણ અમારી સોસાયટીમાં લઇને આવે છે ? ધારાસભ્ય હસમુખ પટેલ સતત વિવાદમાં રહે છે.. ઉલ્લેખનીય છે કે અમરાઈવાડી ધારાસભ્ય હસમુખ પટેલ સતત વિવાદમાં રહે છે.. થોડા સમય અગાઉ એક NRI યુવકને તેમની ઓફિસમાં બોલાવી માર મારવાનો આરોપ તેમના પર લાગ્યો હતો . એ અગાઉ પણ સંગઠનલક્ષી બાબતમાં હસમુખ પટેલ વિવાદમાં આવી ચૂક્યા છે. ત્યારે હવે સમગ્ર મામલે પાર્ટી તેમની સામે કોઈ આંકરું વલણ દાખવી લોકોને સગવડ પહોંચાડી શકે છે કે નહિ તે જોવું રહ્યું.આ પણ વાંચો----    Gujarat Latest News Live : દાહોદમાં ભ્રષ્ટાચાર મુદ્દે સરપંચ રાધીકા નિનામા સસ્પેન્ડ, શાળાની કમ્પાઉન્ડ વોલના કામમાં લાખોની ઉચાપત

Read Full Story arrow_forward
Bangladesh Parliament : બાંગ્લાદેશની નવી સંસદ 12 માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ
calendar_today February 24, 2026

Bangladesh Parliament : બાંગ્લાદેશની નવી સંસદ 12 માર્ચે મળશે, રાષ્ટ્રપતિનો સત્તાવાર આદેશ

બાંગ્લાદેશમાં લોકસભા ચૂંટણી બાદ હવે નવી સંસદ કાર્યરત થવા જઈ રહી છે. દેશના રાષ્ટ્રપતિ Mohammad Shahabuddinએ 12 માર્ચે સંસદનું પહેલું સત્ર બોલાવવાનો સત્તાવાર આદેશ જારી કર્યો છે. રાષ્ટ્રીય સંસદ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર, આ સત્ર બાંગ્લાદેશના બંધારણના અનુચ્છેદ 72(1) હેઠળ બોલાવવામાં આવ્યું છે. સામાન્ય ચૂંટણીના પરિણામો બંધારણ મુજબ, સામાન્ય ચૂંટણીના પરિણામોની ગેઝેટ સૂચના બહાર પડ્યા બાદ 30 દિવસની અંદર નવી ચૂંટાયેલી સંસદનું પ્રથમ સત્ર બોલાવવું ફરજિયાત છે. રાષ્ટ્રપતિ વડા પ્રધાનની લેખિત સલાહના આધારે સત્ર બોલાવે છે. આ નિયમ લોકતંત્રની પ્રક્રિયાને સમયસર આગળ વધારવા માટે બનાવવામાં આવ્યો છે. પહેલું સત્ર 12 માર્ચે નવી સંસદનું પહેલું સત્ર 12 માર્ચે સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સત્રમાં નવા સાંસદો શપથ લેશે અને ત્યારબાદ નવા સ્પીકરની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી શકે છે. જોકે, આ વખતે સત્રની અધ્યક્ષતા કોણ કરશે તે મુદ્દે અસ્પષ્ટતા જોવા મળી રહી છે. સામાન્ય રીતે, અગાઉની સંસદના સ્પીકર પ્રથમ સત્રની અધ્યક્ષતા કરે છે. જો સ્પીકર હાજર ન હોય તો ડેપ્યુટી સ્પીકર માત્ર નવા સ્પીકરની પસંદગી સુધી અધ્યક્ષપદ સંભાળે છે. પરંતુ હાલની પરિસ્થિતિ થોડું અલગ છે. Shirin Sharmin Chaudhuryએ પહેલેથી જ પોતાના પદ પર પૂર્વ સ્પીકર Shirin Sharmin Chaudhuryએ પહેલેથી જ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે અને તેઓ હાલ અજ્ઞાત સ્થળે હોવાના અહેવાલો છે. બીજી તરફ, ડેપ્યુટી સ્પીકર Shamsul Haque Tuku હાલમાં જેલમાં છે. આવી પરિસ્થિતિમાં પ્રથમ સત્રનું સંચાલન કોણ કરશે તે મુદ્દે કાનૂની અને સંસદીય પ્રક્રિયા અંગે ચર્ચા ચાલી રહી છે. રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ રાજકીય વિશ્લેષકોના જણાવ્યા મુજબ, સંવિધાનિક જોગવાઈઓ અનુસાર વિકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી શકે છે. સંસદના વરિષ્ઠ સભ્યને તાત્કાલિક અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવાની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. નવી સંસદનું પ્રથમ સત્ર બાંગ્લાદેશના રાજકીય ભવિષ્ય માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ સત્ર દરમિયાન સરકારની આગાહી નીતિઓ, આર્થિક યોજનાઓ અને વિકાસના મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે. સાથે જ, વિપક્ષની ભૂમિકા અને સંસદીય ચર્ચાનો માહોલ પણ આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે.આ પણ વાંચો : Jharkhand air ambulance crash : જીવન બચાવતી ફ્લાઇટ કેટલી સુરક્ષિત? ભારતમાં એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાઓનો ચોંકાવનારો આંકડો

Read Full Story arrow_forward
Viral Video: બેદરકારીની હદ,સાડી લેવા  માટે સાતમા માળેથી પુત્રને હવામાં લટકાવ્યો, વીડિયો જોઈ લોકો સ્તબ્ધ
calendar_today February 24, 2026

Viral Video: બેદરકારીની હદ,સાડી લેવા માટે સાતમા માળેથી પુત્રને હવામાં લટકાવ્યો, વીડિયો જોઈ લોકો સ્તબ્ધ

સોશિયલ મીડિયા પર અવારનવાર વિચિત્ર અને જોખમી વીડિયો જોવા મળતા હોય છે, પરંતુ હાલમાં વાયરલ થયેલો આ વીડિયો કોઈપણ વ્યક્તિના શ્વાસ અધ્ધર કરી દે તેવો છે. આ વીડિયોમાં એક મહિલાએ માત્ર એક સાડી મેળવવા માટે પોતાના માસુમ પુત્રના જીવનને જોખમમાં મૂક્યું છે. આ દ્રશ્ય એટલું ભયાનક છે કે ઇન્ટરનેટ પર લોકો આ મહિલાની આકરી ટીકા કરી રહ્યા છે. શું છે સમગ્ર ઘટના? વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ઊંચી ઈમારતની બાલ્કનીમાંથી એક મહિલા તેના બાળકને સાડીના સહારે નીચે લટકાવી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે કદાચ બાળક ભૂલથી નીચે પડી ગયું હશે અને માતા તેને બચાવવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ હકીકત તેનાથી બિલકુલ વિપરીત અને ચોંકાવનારી છે. સાડી ઉડીને નીચેના માળની બંધ બાલ્કનીમાં પડી ગઈ વાસ્તવમાં, આ મહિલાની સાડી ઉડીને નીચેના માળની બંધ બાલ્કનીમાં પડી ગઈ હતી. તે સાડી પરત લેવા માટે મહિલાએ કોઈ અન્ય રસ્તો શોધવાને બદલે પોતાના દીકરાને જ 'દોરડું' બનાવી દીધો. તેણે પોતાના પુત્રને સાડીથી બાંધ્યો અને તેને સાતમા માળેથી નીચે લટકાવ્યો જેથી તે નીચેના માળે જઈને સાડી લઈ આવે. બાળક નીચે જઈને સાડી લઈને પાછો આવે છે અને મહિલા તેને ઉપર ખેંચી લે છે. લોકોનો રોષ અને વાસ્તવિકતા આ વીડિયો વર્ષ 2022નો છે. જે ફરીદાબાદની એક સોસાયટીમાં શૂટ કરવામાં આવ્યો હતો, પરંતુ અત્યારે તે ફરીથી ઇન્ટરનેટ પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ટ્વિટર (X) પર આ વીડિયોને લાખોની સંખ્યામાં વ્યૂઝ મળ્યા છે. નેટીઝન્સ આને "ગાંડપણની ચરમસીમા" ગણાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે જો સાડી સહેજ પણ ફાટી હોત અથવા હાથમાંથી છૂટી ગઈ હોત, તો તેનું પરિણામ અત્યંત ભયાનક હોત. શું એક સાડીની કિંમત એક બાળકના જીવ કરતા પણ વધારે હોઈ શકે? તકેદારી રાખવી જરૂરી આ ઘટના આપણને શીખવે છે કે ઉતાવળમાં અથવા નજીવી વસ્તુના લોભમાં આપણે ઘણીવાર વિવેકબુદ્ધિ ગુમાવી બેસીએ છીએ. હાઈરાઈઝ બિલ્ડિંગોમાં આ પ્રકારના જોખમો લેવા એ માત્ર બેદરકારી નથી, પરંતુ એક મોટો ગુનો પણ છે. વાયરલ થવાના ચક્કરમાં કે આળસને કારણે લેવાયેલું આવું પગલું હસતા-રમતા પરિવારને કાયમી શોકમાં ડૂબાડી શકે છે. આ પણ વાંચોઃ બરફની ચાદર વચ્ચે ફસાયેલી જિંદગીઓ માટે ભારતીય સેના બની દેવદૂત, જુઓ Photos

Read Full Story arrow_forward