android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gujarat Latest News Live :  28 ફેબ્રુઆરીએ PM મોદી ગુજરાતની મુલાકાતે, સાણંદમાં વિકાસકાર્યોની ભેટ આપશે
calendar_today February 24, 2026

Gujarat Latest News Live : 28 ફેબ્રુઆરીએ PM મોદી ગુજરાતની મુલાકાતે, સાણંદમાં વિકાસકાર્યોની ભેટ આપશે

ગુજરાત અને દેશ દુનિયાના સમાચાર સંદેશ ન્યૂઝના આ ન્યૂઝ બ્લોગ પર ક્લિક કરીને વાંચી શકશો. 24 ફેબ્રુઆરીના બ્રેકીંગ ન્યૂઝ વાંચવા માટે આ પેજ પર બનેલા રહો અને રિફ્રેશ કરતા રહો.

Read Full Story arrow_forward
Rajkot: કુરિયર ઓફિસ પાસે યુવક પર બે શખ્સો તૂટી પડ્યા, છરીના 7 જેટલા ઘા ઝીંકી કરાયો જીવલેણ હુમલો
calendar_today February 24, 2026

Rajkot: કુરિયર ઓફિસ પાસે યુવક પર બે શખ્સો તૂટી પડ્યા, છરીના 7 જેટલા ઘા ઝીંકી કરાયો જીવલેણ હુમલો

રાજકોટ શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. શહેરના હસનવાડી વિસ્તારમાં આવેલી એક કુરિયર ઓફિસ પાસે જાહેરમાં લુખ્ખા તત્વોએ એક યુવક પર જીવલેણ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ફફડાટ વ્યાપી ગયો છે.રાજકોટના હસનવાડીમાં લુખ્ખાઓ બેફામપ્રાપ્ત માહિતી અનુસાર, હસનવાડી વિસ્તારમાં અમન સંધિ નામનો યુવક હાજર હતો ત્યારે બે શખ્સો ત્યાં ધસી આવ્યા હતા. દારૂ પીવા જેવી નજીવી બાબતે ચાલી  રહેલી બોલાચાલી ઉગ્ર બનતા બંને શખ્સોએ આવેશમાં આવી અમન પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ અમનને શરીરના ભાગે 7થી 8 જેટલા છરીના ઘા આડેધડ ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો.છરીના ઘા આડેધડ ઝીંકી દીધાઆ ભયાનક હુમલાની સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. ફૂટેજમાં હુમલાખોરોની ક્રૂરતા સ્પષ્ટપણે જોઈ શકાય છે. ઘટનાની જાણ થતા જ ભક્તિનગર પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને હુમલાખોરોની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી છે.ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા અમન સંધિને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. હાલ પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.આ પણ વાંચો: Mehsana: ONGCની પાઈપલાઈન લીકેજથી કનોડા ગામે ખેતર ઓઈલથી ભરાયું, ખેડૂતનો તૈયાર ઘઉંનો પાક નાશ પામ્યો

Read Full Story arrow_forward
Ahmedabad શહેરના ઐતિહાસિક બ્રિજ એલિસબ્રિજને અપાશે નવી ઓળખ, જૂના બ્રિજના સમારકામનું કામ તેજ ગતીએ
calendar_today February 24, 2026

Ahmedabad શહેરના ઐતિહાસિક બ્રિજ એલિસબ્રિજને અપાશે નવી ઓળખ, જૂના બ્રિજના સમારકામનું કામ તેજ ગતીએ

અમદાવાદના ઐતિહાસિક એલિસબ્રિજને હવે નવી ઓળખ મળશે. શહેરની આ પ્રાચીન ધરોહર અને વારસાને આધુનિક સ્વરૂપમાં લાવવાની કોશિશ કરાઇ રહી છેજર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ અમદાવાદ કોર્પોરેશન દ્વારા જર્જરિત એલિસબ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે, અને તેને હેરિટેજ વોકવે બ્રિજ તરીકે એક નવી ઓળખ માટે તૈયાર કરવામાં આવી રહ્યો છે. હેરિટેજ એલિસબ્રિજ પર ફેરફાર એલિસબ્રિજના ફ્લોરિંગની કામગીરીને વધુ તેજ ગતિ આપવામાં આવી છે, જે નાગરિકો માટે વધુ સુરક્ષિત અને આરામદાયક હશે. આ સાથે, સ્ટીલ સ્ટ્રક્ચર પર નવી ફ્લોરિંગ પ્ર્રક્રિયા કરાઇ રહી છે, જેથી બ્રિજ પર આરામદાયક અને મજબૂત આધાર મળે. બેસી શકાય તેવી વ્યવસ્થા તમામ શહેરીજનો માટે આ હેરિટેજ બ્રિજ પર બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આધુનિક લૂક સાથે હેરિટેજ ચમક આ ઐતિહાસીક બ્રિજને તેનો પરંપરાગત હેરિટેજ લૂક આપવાની સાથે તેને આધુનિક ટચ પણ આપવામાં આવી રહ્યો છે. આ રીતે, બ્રિજ એ શહેરના આકર્ષણ અને સંસ્કૃતિનો પ્રતિનિધિ બનશે. 42.9 કરોડ રૂપિયામાં થઈ રહ્યું સમારકામ એલિસબ્રિજના નવનિર્માણ અને સમારકામ માટે 42.9 કરોડ રૂપિયાનું ખર્ચ કરવામાં આવશે.આ પણ વાંચો----    Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી

Read Full Story arrow_forward