android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
DA Hike 2026: DAમાં વધારો થવાની આશા..શું હોળી પહેલા થશે જાહેરાત ?
calendar_today February 24, 2026

DA Hike 2026: DAમાં વધારો થવાની આશા..શું હોળી પહેલા થશે જાહેરાત ?

કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હોળી દરમિયાન મોંઘવારી ભથ્થા (DA) વધારાની જાહેરાતની આતુરતાથી રાહ જુએ છે. કેન્દ્ર સરકાર તેમના કર્મચારીઓને વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો આપે છે. સરકાર દિવાળી અને હોળીની આસપાસ મોંઘવારી ભથ્થામાં ફેરફારની જાહેરાત કરે છે.3 માર્ચે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો રાહ જોઇ રહ્યા છે કે આ વખતે મોંઘવારી ભથ્થામાં કેટલો વધારો થઈ શકે છે. મોંઘવારી ભથ્થું કેટલું વધી શકે છે? કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો હાલમાં 58% મોંઘવારી ભથ્થું મેળવે છે, જે જુલાઈ 2025થી અમલમાં છે, ઓક્ટોબર 2025 માં 3% વધારો થયા પછી. જાન્યુઆરી 2026 થી આગામી મોંઘવારી ભથ્થું સુધારા માટે અપેક્ષાઓ બાકી છે. લેબર બ્યુરોએ ડિસેમ્બર 2025 માટે ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 148.2 પર જાહેર કર્યો, જે પાછલા 12 મહિના માટે સરેરાશ 145.54  હતો. આ ડેટાના આધારે, જાન્યુઆરી 2026 માટે સંભવિત મોંઘવારી ભથ્થું વધવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે. અંદાજ મુજબ, કર્મચારીઓનો DA 58 થી 60 ટકા થવાની ધારણા છે. હોળી પહેલા જાહેરાત થવાની ધારણા માર્ચની શરૂઆતમાં હોળી હોવાથી, મોંઘવારી ભથ્થાની જાહેરાત અંગે ચર્ચાઓ તેજ બની છે. કેટલાક કર્મચારી સંગઠનના નેતાઓ માને છે કે સરકાર તહેવાર પહેલા જાહેરાત કરી શકે છે. કેટલાક અહેવાલો માર્ચના પહેલા અઠવાડિયામાં કેબિનેટની મંજૂરી પણ સૂચવે છે. જો કે હજુ સુધી કોઈ સત્તાવાર તારીખ જાહેર કરવામાં આવી નથી. સરકારે અગાઉ દિવાળી દરમિયાન જુલાઈ-ડિસેમ્બર સમયગાળા જેવા મુખ્ય તહેવારોની આસપાસ DA વધારાની જાહેરાત કરી છે. જો કે, જાન્યુઆરી-જૂન સમયગાળા માટે કોઈ સેટ પેટર્ન નથી, અને ક્યારેક નિર્ણય હોળી પછી આવ્યો છે. જાન્યુઆરીમાં AICPI ડેટા જાહેર થયો હોવાથી, કર્મચારીઓ પ્રક્રિયા આગળ વધવાની આશા રાખી રહ્યા છે. DA વધારાથી પગારમાં કેટલો વધારો થશે? મોંઘવારી ભથ્થામાં વધારો કર્મચારીઓના ખિસ્સા પર સીધી અસર કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર ₹50,000 છે, તો 58% DA પર, તેમને ₹29,000 મળે છે. 60% ના દરે, આ વધીને ₹30 હજાર થશે. આનો અર્થ એ થયો કે કર્મચારીને દર મહિને ₹1000 વધુ મળશે. તેવી જ રીતે 1 લાખના ના મૂળ પગારવાળા કર્મચારીને ₹૨,૦૦૦ નો ફાયદો થશે.

Read Full Story arrow_forward
Jharkhand air ambulance crash : જીવન બચાવતી ફ્લાઇટ કેટલી સુરક્ષિત? ભારતમાં એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાઓનો ચોંકાવનારો આંકડો
calendar_today February 24, 2026

Jharkhand air ambulance crash : જીવન બચાવતી ફ્લાઇટ કેટલી સુરક્ષિત? ભારતમાં એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાઓનો ચોંકાવનારો આંકડો

ભારતના ઝારખંડ રાજ્યમાં થયેલી એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે. રાંચી થી દિલ્હી જઈ રહેલી એર એમ્બ્યુલન્સે ટેકઓફ કર્યા બાદ માત્ર 23 મિનિટમાં એર ટ્રાફિક કન્ટ્રોલ (ATC) સાથે સંપર્ક ગુમાવ્યો હતો. થોડા સમય બાદ વિમાન ચતરા જિલ્લાના જંગલ વિસ્તારમાં ક્રેશ થયાનું સામે આવ્યું, જેના કારણે સાત લોકોના દુઃખદ અવસાન થયા. ભારતમાં નોંધપાત્ર એર એમ્બ્યુલન્સ દુર્ઘટનાઓ એર એમ્બ્યુલન્સ સેવા ગંભીર દર્દીઓને ઝડપી સારવાર સુધી પહોંચાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ખાસ કરીને દૂરદરાજ વિસ્તારોમાં આ સેવા જીવદાતા સમાન છે. છતાં, છેલ્લા કેટલાક વર્ષોમાં થયેલી કેટલીક ઘટનાઓએ સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.  રાંચી → દિલ્હી એર એમ્બ્યુલન્સ ક્રેશ (23 ફેબ્રુઆરી, 2026) તાજેતરની ઘટના એટલે કે , 23 ફેબ્રુઆરી 2026ના રોજ Birsa Munda Airport, રાંચી પરથી દિલ્હી જતી Beechcraft C90 (VT-AJV) એર એમ્બ્યુલન્સે ઉડાન ભરી હતી. આ વિમાન Redbird Airways Pvt Ltd દ્વારા સંચાલિત હતું. ટેકઓફ બાદ અંદાજે 23 મિનિટમાં રડાર અને ATC સાથે સંપર્ક તૂટી ગયો. થોડા કલાકોની શોધખોળ બાદ વિમાન ચતરા જિલ્લાના જંગલ વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત હાલતમાં મળી આવ્યું. મૃત્યુઆંક વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા. તેમાં એક ગંભીર રીતે દાઝેલો દર્દી, બે ક્રૂ સભ્યો, એક ડૉક્ટર, એક પેરામેડિક અને દર્દીના બે પરિવારજનો સામેલ હતા. કારણ અને તપાસ ઉડાન દરમિયાન પાયલટે ખરાબ હવામાનને કારણે રૂટ બદલવાની વિનંતી કરી હતી. પ્રાથમિક અનુમાન મુજબ ખરાબ હવામાન અને દૃશ્યતા મુખ્ય કારણ હોઈ શકે છે. સમગ્ર મામલાની તપાસ Directorate General of Civil Aviation અને Aircraft Accident Investigation Bureau દ્વારા કરવામાં આવી રહી છે. ફરીદાબાદ મેડિકલ ફ્લાઇટ દુર્ઘટના (25 મે, 2011) 25 મે 2011ના રોજ એક Pilatus PC-12 મેડિકલ ફ્લાઇટ હરિયાણાના Faridabad નજીક રહેણાંક વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાન દિલ્હી તરફ જઈ રહ્યું હતું ત્યારે ટેક્નિકલ સમસ્યા અને ખરાબ હવામાન વચ્ચે નિયંત્રણ ગુમાવતા તે ઘનવસ્તીવાળા વિસ્તારમાં તૂટી પડ્યું હતું. આ ભયાનક અકસ્માતમાં વિમાનમાં સવાર તમામ 7 લોકોના મોત થયા હતા, જેમાં એક ગંભીર દર્દી અને બે ડૉક્ટરનો સમાવેશ થતો હતો. ઉપરાંત, વિમાન રહેણાંક ઇમારત પર પડતાં જમીન પર રહેલા 3 નિર્દોષ લોકોનાં પણ પ્રાણ ગયા હતા. આ ઘટના આજે પણ ભારતની એર એમ્બ્યુલન્સ સેવાઓમાં સલામતી વ્યવસ્થાઓ અને ઇમર્જન્સી પ્રોટોકોલ અંગે ગંભીર ચર્ચાનું મહત્વપૂર્ણ ઉદાહરણ માનવામાં આવે છે. AIIMS–R સંજીવની હેલિકોપ્ટર હાર્ડ લેન્ડિંગ (17 મે, 2025) 17 મે 2025ના રોજ AIIMS Rishikeshની સંજીવની એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટરે Kedarnath હેલિપેડ નજીક લેન્ડિંગ દરમિયાન હાર્ડ લેન્ડિંગ કર્યું હતું. લેન્ડિંગ સમયે ટેક્નિકલ અને ભૂગોળ સંબંધિત પડકારોને કારણે હેલિકોપ્ટરનો સંતુલન બગડ્યો, જેના કારણે ટેઈલ ભાગ જમીન સાથે અથડાયો. સદનસીબે, આ ઘટનામાં કોઈ ગંભીર જાનહાનિ થઈ નહોતી અને પાયલટ સહિત સમગ્ર મેડિકલ ટીમ સંપૂર્ણ રીતે સુરક્ષિત રહી. જોકે, આ ઘટના પહાડી અને દુર્ગમ વિસ્તારોમાં એર મેડિકલ ઓપરેશન દરમિયાન રહેલા ઊંચા જોખમો અને વધારાની સલામતી તૈયારીની જરૂરિયાતને સ્પષ્ટ રીતે ઉજાગર કરે છે.વર્ષસ્થળવિમાન / હેલિકોપ્ટર/નોંધ2026ચતરા, ઝારખંડBeechcraft C90/7 મોત2011ફરીદાબાદ, હરિયાણાPilatus PC-12/10 મોત2025કેદારનાથ, ઉત્તરાખંડસંજીવની હેલિકોપ્ટર/કોઈ ગંભીર ઇજા નહીંદેશના હજારો દર્દીઓ માટે આશાની કિરણએર એમ્બ્યુલન્સ સેવા દેશના હજારો દર્દીઓ માટે આશાની કિરણ છે, પરંતુ ખરાબ હવામાન, ટેક્નિકલ ખામી અને ઓપરેશનલ દબાણ જોખમ વધારી શકે છે. આવી ઘટનાઓથી સ્પષ્ટ થાય છે કે આધુનિક નેવિગેશન સિસ્ટમ, પાયલટ ટ્રેનિંગ, હવામાન મોનિટરિંગ અને કડક સલામતી પ્રોટોકોલ સમયની જરૂર છે. જીવન બચાવતી આ સેવાને વધુ સુરક્ષિત બનાવવી હવે રાષ્ટ્રીય પ્રાથમિકતા હોવી જોઈએ.આ પણ વાંચો : Lucknow crime : અડધો મૃતદેહ ડ્રમમાં, બાકી ટુકડા કારમાં… ઘરમાં છુપાયેલું હત્યાનું ભયાનક રહસ્ય

Read Full Story arrow_forward
Tapi : ટ્યુશન ક્લાસ સંચાલક અસ્વદ હૈદર શેખે જાતીય સતામણી કર્યાનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપકડ કરી
calendar_today February 24, 2026

Tapi : ટ્યુશન ક્લાસ સંચાલક અસ્વદ હૈદર શેખે જાતીય સતામણી કર્યાનો આક્ષેપ, પોલીસે આરોપીની ધરપકડ કરી

તાપી જિલ્લાના વાલોડમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક ટ્યુશન સંચાલક પર એક તરુણી સાથે જાતીય સતામણી કરવાનો આરોપ છે. પોલીસે આ લંપટ શિક્ષકની ધરપકડ કરીને વધુ તપાસ શરુ કરી છે. વાલોડના અસ્વદ હૈદર શેખે ટ્યુશન ક્લાસમાં તરુણીની જાતિય સતામણી કરી પોલીના જણાવ્યા પ્રમાણે વાલોડના અસ્વદ હૈદર શેખે ટ્યુશન ક્લાસમાં તરુણીની જાતિય સતામણી કરી હતી. તે અન્ય વિદ્યાર્થીઓને ક્લાસ વર્ક આપીને તરુણીને મુખ્ય હોલની પાછળ આવેલા રુમમાં બોલાવતો હતો અને જાતિય સતામણી કરતો હતો  મારી નાખવાની પણ ધમકી આપી  અસ્વદ હૈદર શેખે શેખે તરુણીની જાતિય સતામણી કરીને તરુણી તેની સાથે વાત નહી કરે અને કોઇને કહેશે તો મારી નાખવાની પણ ધમકી આપી હતી. પોતાના પરિવારને વાત કરતાં ભાંડો ફૂટ્યો તરુણીએ આ મામલે પોતાના પરિવારને વાત કરતાં ભાંડો ફૂટ્યો હતો અને લંપટ શિક્ષણ અસ્વદ સામે વાલોડ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આરોપી અસ્વદની ધરપકડ કરી પોલીસે અસ્વદ શેખ સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપી અસ્વદની ધરપકડ કરી હતી અને સમગ્ર મામલાની તપાસ શરુ કરી હતી..આ પણ વાંચો---      Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી

Read Full Story arrow_forward