android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jetpurમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ
calendar_today February 23, 2026

Jetpurમાં 5 વર્ષની માસૂમ બાળકી સાથે પડોશીએ આચર્યું દુષ્કર્મ

રાજકોટ જિલ્લાના જેતપુરમાં પાંચ વર્ષની માસૂમ બાળકી સાથે પડોશમાં રહેતા શખ્સે દુષ્કર્મ આચરતા ચકચાર મચી ગઈ છે. માસૂમની એકલતાનો લાભ લઈને આચરવામાં આવેલા આ જઘન્ય અપરાધને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભોગ બનનાર પાંચ વર્ષીય માસૂમ બાળકી પડોશમાં રહેતા જીતેન્દ્ર ભોજાણી નામના શખ્સના ઘરે રમવા ગઈ હતી.પડોશમાં રહેતા નરાધમનું બાળકી પર દુષ્કર્મઆ દરમિયાન નરાધમે બાળકીની એકલતાનો લાભ લીધો હતો. આરોપીએ માસૂમ બાળકીને 'કપડાં ઉતારવાની રમત' રમવાનું કહી તેની સાથે હેવાનીયત આચરી હતી. જ્યારે બાળકીએ ઘરે જઈને તેની માતાને આખી ઘટનાની જાણ કરી, ત્યારે આ ભયાનક સત્ય સામે આવ્યું હતું. બાળકીની માતાએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. બાળકીએ માતાને હકીકત જણાવતા ભાંડો ફૂટ્યોઉદ્યોગનગર પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી જીતેન્દ્ર ભોજાણીની ધરપકડ કરી લીધી છે. પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો (POCSO) એક્ટની કલમો સહિત દુષ્કર્મની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ ફરી એકવાર સમાજમાં માસૂમ બાળકોની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. પોલીસે આરોપીને કડકમાં કડક સજા થાય તે દિશામાં પુરાવા એકત્રિત કરવાની તજવીજ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad : શહેર ભાજપ પ્રભારીઓની કરાઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન
calendar_today February 23, 2026

Ahmedabad : શહેર ભાજપ પ્રભારીઓની કરાઈ જાહેરાત, જાણો કોને કોને મળ્યું સ્થાન

અમદાવાદ શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વિવિધ પ્રભારી પદાધિકારીઓની જાહેરાત કરવામાં આવી છે. શહેર સંગઠનને વધુ સશક્ત બનાવવા અને આવનારા કાર્યક્રમોને ધ્યાનમાં રાખીને આ નિમણૂકો કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. ગાંધીનગર લોકસભા ઝોનના પ્રભારી તરીકે દર્શક ઠાકરની નિમણૂંક કરવામાં આવી છે તો પૂર્વ લોકસભા ઝોન પ્રભારીની જવાબદારી ગૌતમ કથીરીયાને સોંપવામાં આવી છે, જ્યારે પશ્ચિમ લોકસભા ઝોન પ્રભારી તરીકે જશુ ઠાકોરને જવાબદારી આપવામાં આવી છે.યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર મંત્રી હેમંત મગરે જવાબદારી સંભાળશે મહિલા મોરચાના પ્રભારી તરીકે પ્રવીણ પટેલની નિમણૂંક કરવામાં આવી છે. ઓબીસી મોરચાના પ્રભારી ઉપાધ્યક્ષ તરીકે વિનય દેસાઈની પસંદગી થઈ છે. એસટી મોરચાના પ્રભારી તરીકે કોષાધ્યક્ષ તેજસ દેસાઈની નિમણૂંક કરવામાં આવી છે, જ્યારે યુવા મોરચાના પ્રભારી તરીકે શહેર મંત્રી હેમંત મગરે જવાબદારી સંભાળશે. એસટી મોરચાના પ્રભારી તરીકે ભાવનાબેન નાયકની પણ નિમણૂંક કરવામાં આવી છે. સંગઠનને વધુ સક્રિય બનાવાશે કિસાન મોરચાના પ્રભારી તરીકે દર્શન પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે લઘુમતી મોરચાની જવાબદારી હીરા પરમારને આપવામાં આવી છે. શહેર ભાજપ દ્વારા કરવામાં આવેલી આ નવી નિયુક્તિઓને પગલે સંગઠન વધુ સક્રિય બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ પણ વાંચો : Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ

Read Full Story arrow_forward
Delhi : સેશેલ્સ રિપબ્લિકના ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, NBCCની લીધી મુલાકાત
calendar_today February 23, 2026

Delhi : સેશેલ્સ રિપબ્લિકના ઉપરાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે, NBCCની લીધી મુલાકાત

પૂર્વ આફ્રિકન દેશ સેશેલ્સ રિપબ્લિકના ઉપરાષ્ટ્રપતિ સેબેસ્ટિયન પિલ્લેએ એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કર્યું અને નવી દિલ્હીમાં NBCC લિમિટેડની કોર્પોરેટ ઓફિસની મુલાકાત લીધી, સેશેલ્સ પ્રતિનિધિમંડળે NBCCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર કે.પી. મહાદેવસ્વામી અને કંપનીના અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે સેશેલ્સ પ્રોજેક્ટ્સ અંગે વિગતવાર ચર્ચા કરી.માળખાગત સુવિધાઓનો સમાવેશ થશે બેઠક દરમિયાન પ્રતિનિધિમંડળે ટાપુના આશરે 139 હેક્ટર માટે માળખાગત વિકાસની રૂપરેખા આપતા વ્યાપક પ્રેઝન્ટેશન મેળવ્યા. પ્રસ્તાવિત વિકાસ પ્રોજેક્ટમાં સસ્તા સામાજિક આવાસ, મનોરંજન અને આતિથ્ય, પ્રીમિયમ વિલા, રમતગમતના મેદાન અને સામાજિક માળખાગત સુવિધાઓનો સમાવેશ થશે. આ મુલાકાત જાન્યુઆરીમાં NBCCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરની સેશેલ્સની મુલાકાત દરમિયાન સેશેલ્સ સરકાર સાથે અગાઉની ઉચ્ચ-સ્તરીય ચર્ચાઓ પર આધારિત છે. NBCC સાથે પ્રોજેક્ટ પર વિચાર-વિમર્શ માલદીવના હુલ્હુમાલેમાં NBCC દ્વારા 2000 સોશિયલ હાઉસિંગ પ્રોજેક્ટના સફળ અમલીકરણનું પ્રદર્શન કરીને પ્રતિનિધિમંડળને NBCCની ક્ષમતાઓ વિશે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે બોલતા, NBCCના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરે ઉચ્ચ ગુણવત્તાવાળા ટકાઉ માળખાગત ઉકેલો પૂરા પાડવાની કંપનીની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરી અને સેશેલ્સ પ્રજાસત્તાક સાથે અનેક ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો. નોંધનીય છે કે NBCC હાલમાં સેશેલ્સમાં ભારતીય ચાન્સરી બિલ્ડિંગ તેમજ સાંસ્કૃતિક કેન્દ્ર અને રહેણાંક એકમોનું બાંધકામ કરી રહ્યું છે, જે ટાપુ રાષ્ટ્ર સાથે દ્વિપક્ષીય સંબંધો અને વિકાસ ભાગીદારીને મજબૂત બનાવવાની ભારતની સતત પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે.આ પણ વાંચો : Anil Ambaniને બેન્ક ફ્રોડ કેસમાં મોટો ઝટકો, હાઈકોર્ટે આ માગણી ફગાવી દીધી

Read Full Story arrow_forward