android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Jam Khambhaliya શહેરના મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણીની રેલમછેલ
calendar_today February 23, 2026

Jam Khambhaliya શહેરના મુખ્ય માર્ગો પર ગટરના ગંદા પાણીની રેલમછેલ

જામ ખંભાળિયા શહેર અત્યારે ગટર લીકેજની ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે. શહેરના હાર્દ સમાન વિસ્તારો અને મુખ્ય બજારોમાં ગટરના ગંદા પાણી ફરી વળતા સમગ્ર પંથક દુર્ગંધનો ગઢ બની ગયો છે. પાલિકા તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં પરિસ્થિતિ જસની તસ રહેતા નાગરિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ભરચક વિસ્તારોમાં ગટરના પાણી વહેતા હોવાથી અસહ્ય દુર્ગંધ ફેલાઈ છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે.નગરના મુખ્ય રોડ રસ્તાઓ બન્યા દુર્ગંધના ગઢઆ ગંદકીને કારણે સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે. શહેરના મુખ્ય બજારોમાં ગટરના પાણી ભરાઈ રહેતા ગ્રાહકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, જેનાથી વેપારીઓના ધંધા-રોજગાર પર માઠી અસર પડી છે. ટાઉન એરિયામાં રસ્તાઓ પર વહેતા ગંદા પાણીએ નગરપાલિકાની પ્રી-મોન્સૂન કામગીરી અને મેઈન્ટેનન્સના દાવાઓની પોલ ખોલી નાખી છે. શહેરના મધ્યમાં ગટર લીકેજનો કહેર યથાવતગટરની આ સમસ્યા હવે રોજિંદી બની ગઈ છે. વારંવાર છલકાતી ગટરોના કાયમી નિરાકરણ માટે નગરજનોએ ઉગ્ર માંગ કરી છે. જો તાત્કાલિક ધોરણે આ ગંદા પાણીનો નિકાલ કરવામાં નહીં આવે, તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Rajkot : જંગલેશ્વરમાં ગુનેગારોના બેથી ત્રણ માળના વૈભવી બંગલાઓ પર પણ ફરી વળ્યું દાદાનું બુલડોઝર
calendar_today February 23, 2026

Rajkot : જંગલેશ્વરમાં ગુનેગારોના બેથી ત્રણ માળના વૈભવી બંગલાઓ પર પણ ફરી વળ્યું દાદાનું બુલડોઝર

રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજે વહેલી સવારથી જ તંત્ર દ્વારા મેગા ડિમોલીશન શરુ કરાયું છે ત્યારે ધ્યાનમાં આવ્યું છે કે જંગલેશ્વરમાં ગુનેગારો અને લુખ્ખા તત્વોએ પણ વૈભવી બંગલા બનાવી દીધા હતાશેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ જંગલેશ્વર વિસ્તારમાં શેરી નંબર 29માં બેથીત્રણ માળના બંગલાઓ જોવા મળ્યા છે. આ બંગલા નામચીન ગુનેગારો અને અસામાજીક તત્વોના છે ગુનેગારો અને લુખ્ખાઓના બંગલાઓ આ બંગલાઓ ગુનેગારો અને લુખ્ખાઓ દ્વારા બનાવવામાં આવ્યા હોવાનું માનવામાં આવે છે. આ બંગલાઓ ગેરકાયદે બનાવવામાં આવ્યા છે. દાદાના બુલડોઝર ફરી વળ્યું  આજે આ બંગલાઓ ઉપર પણ દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે.જેના કારમે ગુનેગારોમાં પણ ફફડાટ જોવા મળી રહ્યો છે. આ પણ વાંચો----    Vadodara : અનગઢ પાસે રેલવે ટ્રેક પર શંકાસ્પદ વિસ્ફોટક પદાર્થ મળવાના મામલામાં મોટો ઘટસ્ફોટ, પોલીસ પણ ચોંકી ઉઠી

Read Full Story arrow_forward
Kachchh News: નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ DGPએ દત્તક લીધું, પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી
calendar_today February 23, 2026

Kachchh News: નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ DGPએ દત્તક લીધું, પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરી

કચ્છ જિલ્લામાં ડીજીપીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી ક્રાઈમ કોન્ફરન્સ પૂર્ણ થઈ ગઈ છે. જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનને રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડાએ દત્તક લીધું છે. તેમણે આ પોલીસ સ્ટેશન માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી છે. તેમણે BSF, એરફોર્સ, કોસ્ટ ગાર્ડ, IB સાથે હાઈ લેવલ બેઠક કરી હતી. આ ક્રાઈમ કોન્ફરન્સમાં મહત્વના નિર્ણય લેવામાં આવ્યા હતાં. NCORD બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય કચ્છમાં રાજ્યના ઈન્ચાર્જ પોલીસ વડા ડો. કે.એલ.એન.રાવની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સ બાદ રાજ્યના પોલીસ વડાએ જિલ્લાના નલિયા પોલીસ સ્ટેશનને દત્તક લીધું હતું. તેમણે આ પોલીસ સ્ટેશન માટે પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ જાહેર કરી હતી. ડ્રગ્સ અને ઘૂસણખોરી સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવાશે. જખૌ દરિયાકાંઠે સુરક્ષા જવાનો સાથે સંયુક્ત પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. ડ્રગ્સની હેરાફેરી પર નજર રાખવા પણ આદેશ કરવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય સરહદે થતી રહેતી હલચલ રોકવા માટે સરવેલન્સ વધારવામાં આવશે. આ પણ વાંચોઃ Gandhinagar News: સાપનું ઝેર જ સર્પદંશથી થતા મૃત્યુને ઘટાડશે, જાણો કેવી રીતે તૈયાર થશે એન્ટિવેનમ

Read Full Story arrow_forward