Gujarat Weather News: સાંજે 06 વાગ્યા સુધી માવઠું થવાની આગાહી, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ
ગુજરાતના હવામાનમાં આવેલા ઓચિંતા પલટાને કારણે આજે અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. હવામાન વિભાગની આગાહી સાચી ઠરતા, ભરબપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવે હવામાન વિભાગે વેધર બુલેટિન જાહેર કર્યું છે. આજે બપોરે ચાર વાગ્યાથી સાંજે 06 વાગ્યા સુધી માવઠું થવાની શક્યતાઓ સેવાઈ છે. રાજ્યભરમાં માવઠાની આગાહી હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બપોરે ચાર વાગ્યાથી સાંજે 06 વાગ્યા સુધીમાં માવઠાનું એલર્ટ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું યલો એલર્ટ અપાયું છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. 30થી 40 કિ.મીની ગતિએ પવન ફૂંકાવાની શક્યતાઓ સેવાઈ રહી છે. વીજળીના કડાકા ભડાકા સાથે માવઠાની આગાહી કરવામાં આવી છે. આગામી 24 કલાક રાજ્ય માટે ભારે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક રાજ્ય માટે ભારે છે. વાવાઝોડા અને તેજ પવન સાથે વિસ્તારોમાં માવઠું થવાની શક્યતા છે. 24 ફેબ્રુઆરીથી રાજ્યમાં મિશ્ર ઋતુનો અનુભવ થશે.બપોરે મહત્તમ તાપમાન 34 ડિગ્રી સુધી પહોંચશે, જેનાથી ગરમીનો અનુભવ થશે.લઘુત્તમ તાપમાન 18 થી 20 ડિગ્રી રહેવાની સંભાવના છે, જેના કારણે રાત્રે અને વહેલી સવારે ઠંડક જળવાઈ રહેશે. આ પણ વાંચોઃ Gujarat Weather : ઉત્તર-મધ્ય ગુજરાતમાં માવઠું, ખેડૂતોમાં ચિંતા, કમોસમી વરસાદના ઝાપટાં પડતાં વાતાવરણમાં ઠંડક
Read Full Story arrow_forward