android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Gandhinagar: પાટનગરના હવે જૂના આઠ ગામોના દબાણો તોડી પાડવા તંત્રની તૈયારી
calendar_today February 22, 2026

Gandhinagar: પાટનગરના હવે જૂના આઠ ગામોના દબાણો તોડી પાડવા તંત્રની તૈયારી

શહેરમાં સેક્ટર વિસ્તારોમાં આવેલા દબાણો સામે કાર્યવાહી બાદ હવે પાટનગર યોજના વિભાગ દ્વારા જૂના ગામોમાં દબાણો સામે કાર્યવાહી કરવામાં આવે તેમ છે.જે માટે હાલ દબાણની વિગતો એકઠી કરવા સહિતની કામગીરી ચાલી રહી છે. ગામોમાં કેટલા દબાણો અને કેવા પ્રકારના દબાણો છે તેની વિગતો એકઠી થઈ ગયા બાદ કાર્યવાહી અંગે નિર્ણય લેવાશે. જોકે કાર્યવાહી પહેલાં ઉચ્ચકક્ષાએ ધ્યાન દોરવામાં આવે તેમ છે. પાટનગરની રચના માટે ઈન્દ્રોડા, ધોળાકુવા, ગોકુળપુરા, પાલજ, બાસણ, બોરીજ, આદીવાડા અને ફતેપુરા જેવા ગામોની જમીન સંપાદિત કરવામાં આવી હતી. જે ગામો 15 વર્ષ ઉપરાંતથી મહાપાલિકામાં સમાવિષ્ટ છે. જોકે સેક્ટોરની જેમ આ ગામોમાં ગટર-પાણીનું વ્યવસ્થાપન અને જમીનની જવાબદારી હજુ પાટનગર યોજના હસ્તક છે. જુના આઠ ગામોમાં પણ દબાણોનો રાફડો ફાટયો છે. વર્ષો પહેલા બોરીજમાં સરકારી જમીન પરના દબાણો તોડવામાં આવ્યા હતા. એ વખતે આ એક જ ગામમાં એકસાથે 40 જેસીબી ઉતાર્યા હતા. તાજેતરમાં જ સેક્ટર વિસ્તારોમાંથી 1500થી વધુ દબાણોનો કડૂસલો બોલાવ્યો હતો. ત્યારે હવે તંત્ર દ્વારા આ જૂના ગામો તરફ નજર માંડી હોવાની વિગતો છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ આ ગામોમાં સરકારી જમીનો ઉપર ખડકાયેલા દબાણોની વિગતો એકઠી કરવામાં આવી રહી છે. જેમાં કેટલા અને કેવા પ્રકારના દબાણો ખડકાયેલા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: ઈ-બસો આવવાની તૈયારીમાં, પણ સંચાલન કરવા મહાપાલિકાને એજન્સી જ મળતી નથી
calendar_today February 22, 2026

Gandhinagar: ઈ-બસો આવવાની તૈયારીમાં, પણ સંચાલન કરવા મહાપાલિકાને એજન્સી જ મળતી નથી

ગાંધીનગર મહાપાલિકાને 50 ઈ-બસો મળવાની ઘડીઓ ગણાય રહી છે. પરંતુ આ ઈ-બસોના સંચાલન માટે હજુસુધી મહાપાલિકાને એજન્સી મળી શકી નથી.મહાપાલિકા દ્વારા ઈ-બસોના સંચાલન માટે એજન્સીની શોધખોળ હજુ ચાલુ છે. તંત્ર દ્વારા એજન્સી શોધવા માટે બીજીવાર ઈ-ટેન્ડર કરવામાં આવ્યું છે. પહેલા પ્રયત્નમાં નિષ્ફળતા હાથ લાગતાં બીજો પ્રયત્ન કરવામાં આવ્યો હોવાની વિગતો છે. ગાંધીનગર મહાપાલિકાને 100 ઈ-બસો ફાળવવામાં આવનાર છે તે પૈકી 50 જેટલી ઈ-બસો પ્રથમ ફાળવાશે. ઈ-બસના સંચાલન માટે બજેટમાં દસ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉપરાંત બસોના સંચાલન માટે સરગાસણ ખાતે 19.10 કરોડના ખર્ચે પીએમ ઈ.બસ ડેપોની કામગીરી ચાલી રહી છે. ઉપરાંત સંચાલન માટે સ્પેશ્યલ પર્પઝ વ્હીકલ કમિટીની પણ રચના કરી દેવામાં આવી છે. પરંતુ ઈ.બસોના સંચાલન માટે ગાંધીનગર મહાપાલિકાને એજન્સીઓ નથી મળી શકી. અગાઉ સિટી બસ સર્વિસીસ માટે પ્રોજેક્ટ મેનેજમેન્ટ સર્વિસીસ પ્રોવાઈડર એજન્સી નક્કી કરવા તંત્ર દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. પરંતુ પ્રથમ પ્રયાસમાં નિષ્ફળતા હાથ લાગી એટલે ઈ-ટેન્ડરીંગ માટે બીજો પ્રયત્ન કરવો પડયો છે. ટૂંકી મુદતનું આ ટેન્ડર છે. એજન્સીઓ પાસેથી ભાવો મંગાવવામાં આવ્યા છે. ટેન્ડરના બીજા પ્રયત્નમાં મહાપાલિકાને એજન્સી મળે છે કે નહિ તે જોવાનું રહ્યું. હજુ થોડાક દિવસો પહેલા જ ભાવનગર મહાપાલિકાને 50 ઈ-બસો ફાળવવામાં આવી છે અને ઈ-બસો શહેરમાં દોડતી પણ થઈ ગઈ છે. ગાંધીનગર શહેરને પણ આગામી માર્ચ મહિનામાં 50 ઈ-બસો ફાળવવામાં આવશે. જેની ઘડીઓ ગણાય રહી છે. પરંતુ ગાંધીનગર જેવી સિટીમાં ઈ-બસોના સંચાલન માટે કોર્પોરેશનને હજુસુધી એજન્સી હાથ નથી લાગી તેને લઈને આૃર્ય સર્જાયું છે. મ્યુનિ તંત્રને પણ મુંઝવણ છે. કારણકે રાત ટૂંકીને વેષ ઝાઝા જેવો ઘાટ છે. દિવસો પસાર થઈ રહ્યા છે. કેન્દ્ર સરકારમાંથી 50 ઈ-બસો આવી જશે તો મહાપાલિકા આ બસોને શહેરમાં દોડાવશે કેવી રીતે. શરૂમાં 17 રૂટ પર ઈ-બસો દોડાવવાનો નિર્ણય છે. પરંતુ અહીં તો ઈલેક્ટ્રીક બસોના સંચાલન માટે પહેલા તો એજન્સી મળવી જરૂરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: ઓઢવ રિંગરોડ પર રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટેમ્પોચાલકે અડફેટે લેતા મોત
calendar_today February 22, 2026

Ahmedabad: ઓઢવ રિંગરોડ પર રોડ ક્રોસ કરી રહેલા આધેડને ટેમ્પોચાલકે અડફેટે લેતા મોત

શહેરના પૂર્વ વિસ્તારમાં બે અકસ્માતમાં બે વ્યક્તિના મોત નિપજ્યા છે. જેમાં ઓઢવ રીંગરોડ પર ચાલતા રોડ ક્રોસ કરી રહેલ આઘેડને લોડિંગ ટેમ્પોચાલકે અડફેટે લેતા મોત થયુ હતુ. તેમજ નારોલ પોલીસ સ્ટેશનની સામે રોડ ક્રોસ કરી રહેલ યુવકને મહિન્દ્રા પીકઅપ ગાડીએ અડફેટે લેતા મોત નિપજ્યુ હતુ. બંને બનાવોમાં ટ્રાફ્કિ પોલીસે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે.ઓઢવમાં રહેતા 51 વર્ષીય સુખેન્દ્રસિંહ રાઠૌર ટ્રાન્સપોર્ટમાં નોકરી કરતા હતા. ગત 20 ફ્રેબ્રુઆરીએ રાત્રીના સમયે તેઓ નોકરી પરથી ચાલતા ઘરે જતા હતા. ત્યારે ઓઢવ રીંગરોડ પર ધ ગ્રાન્ડ ઠાકર હોટલની સામેથી રોડ ક્રોસ કરી રહ્યા હતા. તે સમયે પુરઝડપે આવી રહેલ લોડિંગ ટેમ્પોચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ ટેમ્પો પણ પલ્ટી ખાઇ જતા ચાલક ટેમ્પો મૂકીને નાસી ગયો હતો. અકસ્માતને પગલે આસપાસના લોકો ભેગા થઇ જતા હોસ્પિટલ લઈ જતા સારવાર દરમ્યાન સુખેન્દ્રસિંહનું મોત નિપજ્યુ હતુ. આ અંગે આઇ ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે ટેમ્પોચાલક સામે ગુનો નોધ્યો છે. ગીતામંદિર એસટી ડેપોની બાજુમાં રહેતા 39 વર્ષીય ચીમનભાઇ સંગાડા ગત 21 ફ્રેબ્રુઆરીએ મિસ્ત્ર્રીકામ માટે નારોલ ગયા હતા. સાંજના સમયે ઘરે જવા માટે નીકળી નારોલ બ્રિજના છેડે પોલીસ સ્ટેશનની સામે પહોચ્યા ત્યાં ચાલતા રોડ ક્રોસ કરતા હતા તે સમયે પુરઝડપે મહિન્દ્રા પીકઅપ ગાડીએ ચીમનભાઇને અડફેટે લેતા રસ્તા પર પટકાતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. અકસ્માત બાદ ચાલક ગાડી મૂકીને નાસી ગયો હતો. આ અંગેકે ડિવિઝન ટ્રાફ્કિ પોલીસે કારચાલક સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward