android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ahmedabad: વસ્ત્ર્રાલમાં 'તને અને તારા શેઠને પતાવી દેવાના છે' કહી શખ્સે દુકાનમાં તોડફેડ કરી
calendar_today February 22, 2026

Ahmedabad: વસ્ત્ર્રાલમાં 'તને અને તારા શેઠને પતાવી દેવાના છે' કહી શખ્સે દુકાનમાં તોડફેડ કરી

વસ્ત્ર્રાલમાં ઘણા લાંબા સમય બાદ ટપોરીએ તોડફેડ કરીને ફરી એક વખત પોલીસ સામે બાંયો ચઢાવી હોવાના સીસીટીવી સામે આવ્યા છે.જેમાં કેસર હાઈટસ શોપિંગ સેન્ટરમાં આવેલી ડેકોરેશનની દુકાનમાં શખ્સે કર્મીને તારો શેઠ ક્યા છે આજે તો તને અને તારા શેઠને જાનથી મારી નાંખવાના છે કહીને ડેકોરેશનની દુકનમાં તોડફેડ કરીને આતંક મચાવ્યો હતો. દુકાનમાં તોડફેડ થતી જોઈએ દુકાનમાં હાજર કર્મચારી પણ સ્તબ્ધ થઇ ગયો હતો. આ અંગે રામોલ પોલીસે શખ્સ સામે ગુનો નોધીને વધુ તપાસ શરૂ કરી છે. વસ્ત્ર્રાલમાં રહેતા નાથાભાઇ તાવીયાડ શ્રી અર્બુદા ડેકોરેશનની દુકાનમાં નોકરી કરે છે. ગત 20 ફ્રેબ્રુઆરીએ સાંજના સમયે તે દુકાને બેઠો હતો. ત્યારે એક શખ્સ કાળા કલરની કાર લઇને આવ્યો હતો. બાદમાં તેમાંથી લાકડાનો દંડો લઇને નીચે ઉતરીને દુકાનમાં આવ્યો હતો. બાદમાં તે નાથાભાઇને તારો શેઠ ક્યાં છે કહીને બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં શખ્સે દુકાનમાં લગાવેલ કાચ દંડા મારીને તોડી નાખ્યા હતા. બાદમાં શખ્સે નાથાભાઇને આજે તો તારા શેઠ અને તને મારી નાખવાના છે કહીને જતો રહ્યો હતો. બાદમાં નાથાભાઇએ શેઠને જાણ કરતા તેઓ ત્યાં પહોચીને પોલીસને જાણ કરી હતી. આ અંગે રામોલ પોલીસે શખ્સ સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે કારના નંબરના આધારે તપાસ કરતા સંકેત ચૌધરી નામના શખ્સે આવીને આતંક મચાવ્યો હતો. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: બહેરામપુરામાં ઘરના ઓટલે ન બેસવા મુદ્દે ઠપકો આપતા સગીરે મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી
calendar_today February 22, 2026

Ahmedabad: બહેરામપુરામાં ઘરના ઓટલે ન બેસવા મુદ્દે ઠપકો આપતા સગીરે મિત્ર સાથે મળી યુવકની હત્યા કરી

અમદાવાદ પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેમ જણાય છે. નજીવી બાબતે થતી હત્યાની ઘટનાઓમાં ચિંતાજનક ઉછાળો આવ્યો છે.ગુનેગારોમાં પોલીસનો ડર ઓસરી રહ્યો હોય તેમ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બહેરામપુરામાં ઘરના ઓટલા પર બેસવાની બાબતે યુવકે સગીર સહિત બે શખ્સોને ઠપકો આપ્યો હતો. તેમજ સગીરને માર માર્યો હતો. તેની અદાવત રાખીને સગીરે મિત્ર સાથે મળીને ચોટીલાથી છરો ખરીદીને યુવકને રસ્તામાં રોકીને છરાના ઘા મારીને હત્યા કરી નાખી છે. આ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો છે. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે સગીર સહિત બે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે. બહેરામપુરામાં ગરીબનગરના છાપરામાં રહેતા શૈલેષભાઇ વણકર છૂટક મજૂરી કરે છે. ગત 21 ફ્રેબ્રુઆરીએ તે ભુલાભાઇ પાસે હતો ત્યારે મિત્રનો ફેન આવ્યો અને જણાવ્યુ કે તારા ભત્રીજા 19 વર્ષીય હિમેશ પરમારને બહેરામપુરામાં આનંદ વિધાલય પાસે અજાણ્યા શખ્સે છરીના ઘા માર્યા છે. તે લોહિલુહાણ હાલતમાં છે. જેથી શૈલેષ તાત્કાલિક ત્યાં પહોચ્યો હતો. બાદમાં હિમેશને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમ્યાન હિમેશનું મોત નિપજ્યુ હતુ. આ અંગે કાગડાપીઠ પોલીસે હત્યાનો ગુનો નોધ્યો હતો. જ્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે એક સગીર સહિત ગૌતમ ઉફ્ર્ ઇન્ડો સોલંકીને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછ કરતા મૃતક હિમેશ અને ગૌતમ અગાઉ દુધવાળી ચાલીમાં સાથે રહેતા હતા. ત્યારે સગીર અને ગૌતમ બંને મિત્રો હોવાથી સગીર ગૌતમના ઘરે અવારનવાર આવતો હતો. આ દરમ્યાન એક વર્ષ અગાઉ હિમેશે આરોપીઓને તેના ઘરના ઓટલા પર બેસવા અથવા તો મોટેથી વાતો ન કરવા વારંવાર ચેતવણી આપી હતી. તેને લઇને બંને વચ્ચે બોલાચાલી ઝઘડો પણ થયો હતો. જેમાં મૃતકે સગીરને માર માર્યો હતો. જેથી સગીરે હિમેશની હત્યા કરવાનું નક્કી કર્યુ હતુ. તેમજ તે મિત્રો સાથે ચોટીલા દર્શન કરવા માટે ગયો હતો. ત્યારે તેને એક છરો ખરીધ્યો હતો. જેનાથી તેને હત્યાને અંજામ આપ્યો છે. હત્યા કર્યા બાદ બંને ભાગવાની ફીરાકમાં હતા અને રિવરફ્રન્ટ પર હતા તે સમયે બંનેને ઝડપી પાડયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Ahmedabad: અમરાઈવાડીમાં 10 દિવસથી ખોદાયેલો માર્ગ જોખમી બન્યો છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી
calendar_today February 22, 2026

Ahmedabad: અમરાઈવાડીમાં 10 દિવસથી ખોદાયેલો માર્ગ જોખમી બન્યો છતાં તંત્રનું પેટનું પાણી હલતું નથી

શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા અમરાઈવાડીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. 132 ફૂટ રિંગ રોડના મોડેલ રોડથી અમરાઈવાડી પોલીસ સ્ટેશન સુધીના મુખ્ય માર્ગ પર નવો રોડ બનાવવાના બહાને ત્નઝ્રમ્ વડે રસ્તો ખોદીને છેલ્લા 10 દિવસથી એમ જ તરછોડી દેવાયો છે. આ અધૂરા કામને કારણે વાહનચાલકો અને સ્થાનિક રહીશો માટે આ માર્ગ મૃત્યુઘંટ સમાન સાબિત થઈ રહ્યો છે. રસ્તો ખોદી નાખ્યા બાદ પાકો ડામર રોડ ન બનાવતા ઉડતી કપચીઓને કારણે દ્વિચક્રી વાહનચાલકો સતત સ્લિપ ખાઈ રહ્યા છે. અનેક વાહનચાલકો બેલેન્સ ગુમાવીને પટકાતા નાની-મોટી ઈજાઓનો ભોગ બન્યા છે.માત્ર અકસ્માત જ નહીં, પણ રસ્તા પરથી સતત ઉડતી ધૂળની ડમરીઓ અને રજકણોને કારણે લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર પડી રહી છે. તેમજ હાલમાં વિસ્તારમાં ચાલી રહેલા પવનના કારણે ધૂળની ડમરીઓ ઉડી રહી છે અને લોકોને શરદી, ઉધરસ અને શ્વાસ લેવામાં તકલીફ્ જેવા કેસોમાં ધરખમ વધારો થયો છે. સ્થાનિકોનું કહેવું છે કે ઘરમાં રહેવું પણ મુશ્કેલ બન્યું છે કારણ કે દિવસ-રાતધૂળ ઉડી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે અનેકવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં રસ દાખવી રહ્યા નથી. જો તાકીદે આ માર્ગ પર પાકો ડામર રોડ બનાવવામાં નહીં આવે, તો લોકોનેભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward