Surendranagar: 9 વર્ષીય બાળા સાથે નરાધમના શારીરિક અડપલાં
ધ્રાંગધ્રા તાલુકા ગ્રામ્યમાં રહેતા એક શ્રામિક પરિવારની 9 વર્ષ અને 8 માસની બાળકી તાજેતરમાં પોતાનાં ઘર પાસે આવેલ દુકાને ડુંગળી-બટેકા લેવા ગઈ હતી. ત્યારે વેપારીએ બાળકીની દુકાનમાં બોલાવી શારીરિક અડપલાં કર્યાની બાળકીની માતાએ પોકસોની કલમો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જનેતાની ફરિયાદ આધારે આરોપી ઢાંઢાને ગણતરીના સમયમાં ઝડપી પાડીને વધુ તપાસ આદરી છે.સુરેન્દ્રનગર જિલ્લામાં મહિલાઓ અને સગીરા સાથે અણબનાવ ચિંતાજનક રીતે સામે આવે છે. હળાહળ કળીયુગમાં લોકો નાની વયની બાળકીઓ સામે પણ કુદૃષ્ટી રાખે છે. ત્યારે 55 વર્ષીય ઢાંઢા વિરૂધ્ધ આવી જ એક ફરિયાદ નોંધાઈ છે. આ અંગે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકેથી મળતી માહીતી મુજબ ધ્રાંગધ્રા તાલુકાના એક ગામમાં રહેતો પરિવાર મજુરી કરે છે. ગત તા. 5-2ના રોજ પરિવાર મજુરી કામે ગયો હતો. ત્યારે તેમની 9 વર્ષ અને 8 માસની દિકરીને ગામમાં રહેતા નણંદને સાચવવાનું કહીને ગયા હતા. બપોરના સમયે દિકરીને ગામના લખપણ ટપુભાઈની દુકાને ડુંગળી-બટેકા લેવા મોકલાઈ હતી. જેમાં દિકરીએ ઘરે આવી પરિવારજનોને વાત કરતા પરિવારજનોના પગ નીચેથી જમીન ખસકી ગઈ હતી. દિકરીએ જણાવ્યુ કે, હું દુકાને ડુંગળી-બટેકા લેવા ગઈ ત્યારે લખમણદાદાએ મને દુકાનની અંદર બોલાવી હતી અને શારીરિક અડપલાં કર્યા હતા. આથી હું બીકના માર્યા દુકાનેથી નીકળી ઘરે આવી ગઈ હતી. આરોપી ભોગ બનનારના પરીવારનો કુંટુંબી જ થતો હોઈ બદનામીના ડરે પરીવાર દ્વારા લખમણ ટપુ ઝઘડો કરતો હોવાની અરજી આપી હતી. પરંતુ આરોપી આવુ કૃત્ય બીજા કોઈ સાથે ન કરે તે માટે હિંમત કરીને આખરે ગત તા. 21-2ના રોજ મોડી સાંજે બાળકીની માતાએ આશરે પપ વર્ષીય લખમણ ટપુ સામે ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકે પોકસોની કલમો સાથે ફરિયાદ નોંધાવી છે. આ અંગે વધુ તપાસ પીએસઆઈ પી. એ. સોલંકી ચલાવી રહ્યા છે. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward