Dhandhuka: હડાળા અને ગલસાણા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે
ધંધૂકા તાલુકાની ગલસાણા અને હડાળા જિલ્લા પંચાયત વિસ્તાર માટે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન તા. 27મી અને તા. 28મી ફેબ્રુઆરીના રોજ પચ્છમ અને છસીયાણા મુકામે યોજાશે. ધંધૂકા મામલતદાર વિજયસિંહ ડાભીએ વધુમાં માહિતી આપતા જણાવ્યું કે, તા. 27મીએ પચ્છમ મુકામે હડાળા જિલ્લા પંચાયત બેઠકના તમામ ગામોના લાભાર્થીઓ માટે સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. જ્યારે તા. 28મીએ ગલસાણા જિલ્લા પંચાયત બેઠક વિસ્તારના તમામ ગામોના લાભાર્થીઓ માટે છસીયાણા ગામે સેવા સેતુનો કાર્યક્રમ યોજાશે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
Read Full Story arrow_forward