android Download our official Android App from Google Play Store

Community News & Updates

Stay informed with the latest happenings, achievements, and announcements from our community.

All News
Ambaji: શક્તિપીઠ અંબાજી નગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ
calendar_today February 22, 2026

Ambaji: શક્તિપીઠ અંબાજી નગરમાં આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાઈ

ગુજરાતના વિદ્યાર્થીઓને સંશોધન અને રિસર્ચ ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પ્રોત્સાહન મળી રહે તેવા ઉમદા આશય સાથે યાત્રાધામ અંબાજી ખાતે બે દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સીમાઓથી આગળ શીર્ષક હેઠળ યોજાયેલી 8મી કોન્ફરન્સમાં બહુ-વિષયક એકીકરણ દ્વારા સંશોધન તેમજ પુનઃકલ્પના વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો. આ આંતરરાષ્ટ્રીય પરિષદનું ઉઘ્દાટન ઉપસ્થિત મુખ્ય મહેમાનો દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં શિક્ષણ જગતના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.પરિષદનો મુખ્ય હેતુ એવા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને મદદરૂપ થવાનો હતો. જેઓ ઘણીવાર નબળી આર્થિક સ્થિતિને કારણે સંશોધન ક્ષેત્રે આગળ વધી શકતા નથી. આર્થિક મુશ્કેલીઓને લીધે યોગ્ય માર્ગદર્શન કે પ્લેટફોર્મ ન મળતા સંશોધન અટકી જતું હોય છે, પરંતુ આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓને પોતાનું સંશોધન રજૂ કરવાની અને સફ્ળતા તરફ્ ડગ માંડવાની અમૂલ્ય તક પૂરી પાડવામાં આવી હતી. આ પહેલથી વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધશે અને તેઓ વૈજ્ઞાનિક અભિગમ સાથે સજ્જ થઈ પોતાની કારકિર્દીમાં સફ્ળતા મેળવી શકશે. બે દિવસીય આ શૈક્ષણિક મહાકુંભમાં ઉત્સાહપૂર્વક પ્રતિસાદ સાંપડયો હતો, જેમાં દેશ-વિદેશના વિદ્યાર્થીઓ અને સંશોધકો દ્વારા કુલ 671થી વધુ રિસર્ચ પેપર રજૂ કરવામાં આવ્યા હતા. વિવિધ વિષયો પર ઊંડાણપૂર્વકથયેલા આ સંશોધનોનું તજજ્ઞો દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે શ્રોષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે 25 બેસ્ટ પેપર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આ સન્માન દ્વારા વિદ્યાર્થીઓના સંશોધન કાર્યને સ્વીકૃતિ આપી તેમને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરાયા હતા. ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Palanpur: શહેરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ
calendar_today February 22, 2026

Palanpur: શહેરમાં પોલીસનું સઘન પેટ્રોલિંગ

પાલનપુર શહેરમાં હાલમાં રમજાન માસ ચાલી રહ્યો હોઈ તેમજ આગામી દિવસોમાં હોળી તેમજ ધુળેટીનું પર્વ આવી રહ્યું છે ત્યારે શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ લોકો સુલેહ શાંતિનો ભંગ ન કરે તે માટે પાલનપુર શહેર પૂર્વ પોલીસ મથકના પી.આઈ. આર. બી. ગોહિલના નેતૃત્વમાં પોલીસ સ્ટાફનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પાલનપુર શહેરના કોટ અંદરના વિસ્તારમાં પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ કાર્યવાહી કરવામાં આવી હતી.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward
Gandhinagar: સંસ્કૃતિ કુંજ ખાતે સંગીત અને નૃત્યના સંગમથી વસંત ખીલી
calendar_today February 22, 2026

Gandhinagar: સંસ્કૃતિ કુંજ ખાતે સંગીત અને નૃત્યના સંગમથી વસંત ખીલી

પાટનગરના આંગણે લોકકલાનો પર્વ એટલે કે વંસતોત્વનો રંગારંગ પ્રારંભ થયો છે. મહોત્સવમાં 500થી વધુ કલાકારો પોતાની કલાના દર્શકોને પારખાં કરાવશે. સંસ્કૃતિકુંજનો માહોલ જે વર્ષપર્યંત સૂમસામ ભાસતો હોય છે, ત્યાં અત્યારે જાણેકે વસંત ખીલી ઉઠી છે. મોડી સાંજ સાથે જ અહીં ભારતીય સંસ્કૃતિના દર્શન થાય છે. સંગીતના સૂર અને કલાની પ્રસ્તુતિનો થનગનાટ જોવા મળે છે. લોકકલાના વિવિધ રંગોની સાથે અહીં હસ્તકલાનું પ્રદર્શન અને વેચાણનું પણ આયોજન કરવામાં આવ્યું હોવાથી લોકોની ચહલપહલ આ દિશામાં હાલમાં જોવા મળે છે.ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

Read Full Story arrow_forward